લિટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)

લિટ્ટી ચોખા બિહાર રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ડીશ છે. લિટ્ટી બનાવવા માટે કરકરા ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં સત્તુ અને મસાલા નું ફીલિંગ કરવામાં આવે છે.
આ લિટ્ટી ને ગાયના છાણામાં પકાવવામાં આવે છે, પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ બનાવી શકાય. ચોખા બનાવવા માટે શેકેલા રીંગણ, ટામેટા અને બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોકી ફ્લેવર આ ડીશને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. લિટ્ટી ચોખાને ચટણી અને કાંદા સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
લિટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
લિટ્ટી ચોખા બિહાર રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ડીશ છે. લિટ્ટી બનાવવા માટે કરકરા ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં સત્તુ અને મસાલા નું ફીલિંગ કરવામાં આવે છે.
આ લિટ્ટી ને ગાયના છાણામાં પકાવવામાં આવે છે, પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ બનાવી શકાય. ચોખા બનાવવા માટે શેકેલા રીંગણ, ટામેટા અને બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોકી ફ્લેવર આ ડીશને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. લિટ્ટી ચોખાને ચટણી અને કાંદા સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણને ધોઈને લૂછીને એના પર ત્રણ ચીરા કરવા. હવે આ ચીરામાં લીલા મરચાં અને લસણ ભરી દેવા. રીંગણ પર થોડું તેલ લગાવીને રીંગણને એક જાળી મૂકીને ગેસ પર બરાબર શેકી લેવું.
- 2
ટામેટા પર થોડું તેલ લગાવીને ટામેટા કાળા રંગના થાય ત્યાં સુધી શેકી લેવા. હવે રીંગણ અને ટામેટાની છાલ ઉતારીને એક વાસણમાં બટાકાની સાથે ઉમેરવા.
- 3
રીંગણ અને ટામેટા ની ઉપર ચપ્પુ ફેરવવાથી આસાનીથી કપાઈ જશે. હવે ચોખા માટેની બધી સામગ્રી ઉમેરીને હલાવી લેવું. હવે એક મેશર ની મદદથી બધું બરાબર મિક્સ કરીને બાજુ પર રહેવા દેવું.
- 4
લીટી બનાવવા માટે લોટ, મીઠું, અજમા, તેલ અને બેકિંગ સોડાને એક વાસણમાં ઉમેરવા. હવે થોડું થોડું પાણી લઈને થોડો કઠણ લોટ બાંધી લેવો, વધારે પડતો કઠણ લોટ બાંધવો નહીં. બરાબર મસળીને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવો.
- 5
ફીલિંગ બનાવવા માટેની બધી સામગ્રીને એક વાસણમાં ઉમેરીને બરાબર હલાવી લેવું. આ ફીલિંગ બહુ સૂકું નહીં કે બહુ ભીનું નહીં એવું હોવું જોઈએ.
- 6
લીટી બનાવવા માટે લોટને 10 એક સરખા ભાગમાં વહેંચી લેવો. હવે એક લુવા માંથી આંગળી અને અંગૂઠા વડે એક નાની વાટકી જેવું બનાવી એમાં વચ્ચે 1.5 ટેબલસ્પૂન જેટલું ફિલિંગ મૂકવું. કિનારીઓને વચ્ચે તરફ લાવતા જઈને ફીલિંગ ને બરાબર બંધ કરી દેવું અને ગોળો બનાવી લેવો. આ રીતે બધી લિટ્ટી તૈયાર કરી લેવી. ફીલિંગ બરાબર ઢંકાઈ જાય અને લિટ્ટી માં ક્યાંય પણ તિરાડ ના રહે એનું ધ્યાન રાખવું.
- 7
હવે એક જાડા તળિયાવાળી નોનસ્ટિક પેનમાં થોડું તેલ લગાવીને બધી લીટી ગોઠવી દેવી. લિટ્ટી ની ઉપર હલકો બ્રાઉન રંગ આવી જાય એ રીતે મીડીયમ તાપ પર થોડી શેકી લેવી. હવે બધી લીટી ને ઘઉં ચાળવાના ચારણા પર ગોઠવી દેવી અને એ ચારણાને રોટલી બનાવવાની લોઢી પર મૂકી દેવો. હવે ઢાંકીને મીડીયમ તાપ પર લિટ્ટી તૈયાર થાય ત્યાં સુધી શેકી લેવી. દર 10 મિનિટે લિટ્ટી ની સાઇડ બદલતા રહેવું. લિટ્ટી ને ઓવનમાં પણ બનાવી શકાય.
- 8
હવે તૈયાર થયેલી લિટ્ટી પર ઘી વાળો હાથ લગાડીને વાયર રેક પર સીધા તાપ પર જ શેકી લેવી જેથી કરીને છાણામાં શેકેલી લિટ્ટી જેવો દેખાવ આવે છે. હવે દરેક લીટી ને ઘીમાં બોળીને બાજુ પર રાખવી.
- 9
ચટણી બનાવવા માટે બધી વસ્તુઓને એક મિક્સર જારમાં ઉમેરીને વાટી લેવી.
- 10
લિટ્ટી ચોખા ને ચટણી અને કાંદા સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીટી ચોખા / Litti Chokha
#જોડીઆ વાનગી બિહાર ની પરંપરાગત છે. લીટી એક બાટી નો પ્રકાર છે. તેમાં સ્ટફિંગ સત્તુ/દાળિયા નું હોઇ છે. અને તેને ચોખા સાથે પીરસવા માં આવે છે. ચોખા એ ભડથા નો પ્રકાર છે. Kalpana Solanki -
લીટી ચોખા (Litti Chokha recipe in Gujarati)
લિટ્ટી, ચોખા સાથે, એક સંપૂર્ણ ભોજન છે જે ભારતીય બિહાર રાજ્યમાંથી ઉદ્ભવેલ ડીશ છે.લિટ્ટી અને ચોખા માત્ર રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત નથી પણ તે મોરેશિયસ, ફિજી, સુરીનામ, યુકે વગેરે જેવા વિદેશી દેશોમાં પણ ખાવામાં આવે છે, જ્યાં બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશના લોકો સ્થળાંતર કરે છે. તેઓ તેમની ભોજન તેમની સાથે લઈ ગયા અને ત્યાં તે લોકપ્રિય બન્યું. આ કારણે, લિટ્ટી અને ચોખા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ પ્રખ્યાત છે.#TT2#cookpadindia#cookwithunnati Unnati Bhavsar -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
-
સત્તુ શરબત (Sattu sharbat recipe in Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જે ખૂબ જ આરોગ્યવર્ધક છે. સત્તુ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ છે તેમ જ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય પણ આ લોટ ના ઉપયોગ ના ઘણા બધા ફાયદા છે. સતુ ના લોટ માંથી પરાઠા, લીટી, ચીલા તેમજ મીઠાઈઓ બનાવી શકાય.સત્તુ માંથી બનાવવામાં આવતું શરબત ઉનાળાના સમયમાં પીવામાં આવે છે. આ શરબત ઉત્તર ભારતીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. નહિવત સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જતું આ શરબત પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફ્ડ લિટ્ટી ચોખા (Bihari style Stuffed litti chokha Recipe in gujarati)
#યીસ્ટ#સ્ટેટ૨આ લીટી ચોખા એ બિહાર નુ ફેમસ ફૂડ છે. ખાવા માં ટેસ્ટી લાગે છે.બનાવવા મા પણ સરળ છે..Komal Pandya
-
લીટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#TT2સ્ટ્રીટફૂડThursday Treat recipeઆ વાનગી બિહાર પ્રદેશની છે...ઘઉંનો લોટ અથવા મેંદા ના લોટ ને પૂરી જેવો આકાર આપી અંદર સત્તુ મસાલા નું સ્ટફિંગ ભરી તેને શેકવામાં આવે છે...અને ટામેટા, ડુંગળી, લસણ ,મરચા,બટાકા ને ભૂંજીને તેમાં મસાલા ...તેલ વિગેરે ઉમેરીને ચોખા બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
લીટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
# ઈસ્ટ# લીટી ચોખા એ બિહારની પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. ઘઉં ના લોટ અને ટામેટાને કરી માંથી બને છે અને ઘી સાથે પીરસાય છે.જે રાજસ્થાની વાનગી દાલબાટી સાથે મળતી આવે છે. Zalak Desai -
લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
#SSR#Post3#CJM# સપ્ટેમ્બર સુપર 20#Cookpad#Cookpadgujarati#Cookpadindiaલીટી ચોખા એ બિહાર અને ઝારખંડની પ્રખ્યાત વાનગી છે ત્યાં દરેક રેસ્ટોરન્ટમાં આ વાનગી જોવા મળે છે શુભ પ્રસંગમાં વાર તહેવારમાં પણ આ વાનગી બનાવવામાં આવે છે મેં પણ આજે લીટી ચોખા ની વાનગી બનાવી છે Ramaben Joshi -
લીટ્ટી ચોખા(Litti chokha recipe in gujarati)
#ઈસ્ટ_ઈન્ડિયા#week1બિહાર-ઝારખંડપોસ્ટ -1 આ વાનગી બિહાર રાજ્ય માં પ્રખ્યાત છે અને તેમાંથી જ છૂટુ પડેલ ઝારખંડ માં પણ લગભગ એક સરખી જ વાનગીઓ બને છે....થોડો મસાલામાં તફાવત હોય છે...ઘઉંના લોટ થી બનતી લીટ્ટી માં સતુ નું (ભૂંજેલા ચણા નો દળેલોપાવડર) મસાલેદાર સ્ટફિંગ ભરીને ચૂલામાં શેકીને બનાવાય છે અને પછી ધીમે ધીમે ગેસ પર અને ઓવન માં બનવા લાગી...તેની સાથે ચટણી કે સબ્જી જેવું બને છે તેને "ચોખા" કહેવામાં આવે છે જે ટામેટા રોસ્ટ કરીને બનાવાય છે સતુ ને લીધે કેલ્શિયમ અને પ્રોટીન રીચ બને છે..... Sudha Banjara Vasani -
બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
બિસ્કીટ કેનપેઝ એ ખૂબ જ સરળતાથી બની જતો અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જેમાં કોઈ પણ પ્રકારની રાંધણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે અને સાંજના નાસ્તા તરીકે પીરસવા માટે ખૂબ જ સરળ રહે છે. બિસ્કીટ કેનપેઝ બનાવવા માટે કોઈપણ પ્રકારના ખારા બિસ્કીટ વાપરી શકાય. spicequeen -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
આ એક બીહારી ઝારખંડ રાજ્યમાં ફેમસ ફુડ છેઅમારા ઘરમાં મારા સાસરા બધા ઝારખંડ ના છે હુ અહીં આવી ને સીખી છુંમારા ઘરમાં અઠવાડિયા માં બંને છે લીટી ચોખામારા સાસુ અને જેઠાની ચુલા પર બનાવતાલીટી સેકતાઅહીં મે થોડા ફેરફાર કરી ને બનાવ્યા છેલીટી માં સતુ નો ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
લિટ્ટીચોખા
#જોડીલિટ્ટીચોખા એ બિહારી રેસીપી છે જે ઘઉં નો લોટ અને સત્તુ સાથે બનાવવામાં આવે છે. આ મુખ્ય કોર્સ રેસીપી છે જે સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ લંચ રાત્રિભોજનની વાનગી તરીકે બનાવવા માં આવે છે. જે દેખાવમાં બાટી જેવું જ છે પરંતુ થોડો તફાવત છે. જેમાં ભરણમાં સત્તુ ભરવા માં આવે છે.જે શેકેલા છૂંદેલા ટામેટા ,રીંગણ ,બટાકા સાથે ખાવા માં આવે છે. લીટી બોલમાં ઉપર ઘી રેડવામાં આવે ત્યારે વાનગી વધારે આકર્ષક લાગે છે. આ વાનગીમાં ઉપયોગમાં લેવાતા સરસવનું તેલ આ વાનગીમાં એક અનન્ય સુગંધ અને સ્વાદ ઉમેરે છે. આ પારંપરિક રેસીપીને ખાસ પ્રસંગોએ બનાવા માં આવે છે.જો કે આ સુશોભિત લીટી ચોખા રેસીપીને આનંદ આપવા માટે કોઈ ચોક્કસ સમય નથી, તેમ છતાં તમે તેને જન્મદિવસ, કિટ્ટી પાટી પોટલક જેવા વિશેષ પ્રસંગો પર તૈયાર કરો અને તમારા મહેમાનોને તમારી આકર્ષક રાંધણ કુશળતાથી આકર્ષિત કરો. Rani Soni -
લીટી ચોખા(litti chokha recipe in Gujarati)
#માઇઇબુક#post26#આ વાનગી ઝારખંડ અને બિહારમાં પ્રખ્યાત છે. Harsha Ben Sureliya -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
લિટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#FFC1આ વાનગી ઉત્તર ભારત માં દરેક ઘર માં બનાવવા આવે છે. ઉત્તર ભારત ના બિહાર માં' હુનર હાટ' ખાદ્ય ખોરાક મેળા નું આયોજન થયું હતું તેમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી આ રેસિપી હોશ થી જ જમ્યા હતાં અને તેનાં ખુબ વખાણ કર્યા હતા ત્યાર થી યુવા વર્ગ માં 'લીટી ચોખા' ખુબ પ્રસિદ્ધિ પામી છે અને હોંશે હોંશે ખવાય છે Darshna Rajpara -
સ્મોકી બેંગન ભરથા (Smokey Baingan Bharta Recipe In Gujarati)
#WLD#CWM1 #Hathimasalaશિયાળો હોય અને રીંગણ ભડથું ના બને એવું તો બને જ નહીં આ વખતે મેં તેમાં લસણ લીલા મરચા ટામેટું બધું શેકીને નાખીયુ છે અને એકદમ સ્મોકી ફ્લેવર આપેલ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
લીટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#ઈસ્ટ આજે હું લઇ ને આવી છું બિહાર ની ફેમસ ડીશ લીટ્ટી ચોખા.. જે ઝારખંડ મા પણ પ્રખ્યાત છે. મારી એક સહેલી જમશેદપુર થી છે જેની પાસે થી હું લીટ્ટી ચોખા બનાવતા શીખી છું. આ રેસીપી રીંગણા ના ઓળા સાથે મળતી આવે છે.. દેશી ઘી મા બનતી આ વાનગી ખાવામાં ખુબજ સરસ લાગે છે.. Megha Madhvani -
ગુવાકામોલ (Guacamole Recipe In Gujarati)
#EB#WEEK11એવાકાડો ગુવાકામોલ મેક્સિકન ડિપએવાકાડો આપણા લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે, એવાકાડો ખાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે, એવાકાડો સેવન કરવાથી આપણા હાડકા પણ મજબૂત રહે છે. Rachana Sagala -
કારેલા ડુંગળી નું શાક (Bittergourd Onion Sabji Recipe In Gujarati)
#MFF#Monsoon_Special#cookoadgujarati કારેલા ડુંગળી ની સબજી એ ઉત્તર ભારતમાં દરેક ઘરના મેનુનો ભાગ છે. કારેલા ડુંગળી ની સબજી એ કડવી કારેલા સાથે મીઠી ડુંગળીનું ખાસ મિશ્રણ છે. કરેલામાં ઘણા બધા સારા પોષક તત્વો રહેલા હોવાથી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે પણ કારેલા કડવા લાગતા હોય એટલે ભાગ્યેજ કોઈ ને ભાવતા હોય પરંતુ આજ આપણે કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જાય ને નાના મોટા ને ભાવે એવી રીતે કારેલા નુ શાક બનાવીશું. આ કરેલા ડુંગળી ની સબ્જી રેસીપી અનુસરવા માટે સરળ છે અને તેને તૈયાર કરી અને પછીના ઉપયોગ માટે ફ્રીજમાં રાખી શકાય છે કારણ કે તેમાં પાણીનો ઉપયોગ થતો નથી. કોઈપણ સાથે સાઇડ ડિશ તરીકે ગરમ કે ઠંડુ સર્વ કરો. તે લંચ બોક્સ પેક અને ટિફિન માટે અને કાર / ટ્રેનની મુસાફરી માટે પણ આદર્શ છે. Daxa Parmar -
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
#TT2 લીટી ચોખા : આ બિહાર (ઝારખંડ)ની ડીશ છે જે મેં આજે પહેલી વખત બનાવી છે તો મને આશા છે કે તમને મારી આ ડીશ પસંદ આવશે Sonal Modha -
તવા પુલાવ
#RB6જ્યારે આપણે કઈ લાઈટ ખાવું હોય અને ટેસ્ટી ખાવું હોય ત્યારે આ પુલાવ ખૂબ જ ઉપયોગી થાય છે ફટાફટ બની જાય છે Kalpana Mavani -
પાલકના ગોટા (Palak Gota Recipe In Gujarati)
#MW3#ભજીયા#Week3#Cookpadindia#Cookpadgujarati#Cookpad ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે.જેમાં લીલી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ભોજન સાથે ફરસાણ તરીકે પણ ખવાય છે અને ક્યારેક અલ્પાહાર રૂપે એકલી પણ ખાવામાં આવે છે. ગોટા સાથે વિવિધ પ્રકારની ચટણી ખાવામાં ઉપયોગ થાય છે. આ સ્વાદિષ્ટ વાનગી ભરપુર તૈલી હોય છે. ઠંડી હોય કે વરસાદ ગોટા અને ભજીયા ખાવાની મજા આવે છે.હાલ મા બંને પ્રકારના વાતાવરણ નુ અનુભવ થઈ રહ્યા છે.એટલે ગરમા ગરમ ગોટા બનાવી લીધાં. Komal Khatwani -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ (10)