પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#GA4
#week-1
પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ.

પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)

#GA4
#week-1
પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40થી45 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. ગ્રેવી માટે
  2. 4-5 નંગટામેટાની પ્યુરી
  3. 15-20 નંગકાજૂના દૂધમાં પલાળેલા
  4. 2 ચમચીમગજતરીના બી પલાળેલા
  5. 1 ટેબલ સ્પૂનઆદું-મરચાની પેસ્ટ
  6. 2 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટી સ્પૂનજીરુ
  8. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  9. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી મરચું
  10. 1/2 ટેબલ સ્પૂનહળદર
  11. 1 કપફ્રેશ મલાઈ
  12. સ્વાદ અનુસારમીઠુ
  13. જરૂર મુજબ દૂધ
  14. સબ્જી માટે સામગ્રી
  15. 250 ગ્રામપનીર
  16. 2 નંગ મીડીયમ સાઈઝના કેપ્સીકમ
  17. 2 નંગસ્વીટ કોર્નના બાફેલા દાણા
  18. 2 નંગ ક્યુબ ચીઝ
  19. 1 ટેબલ સ્પૂનકાજુ
  20. 1 ટેબલ સ્પૂનકિસમિસ
  21. 1 ટેબલ સ્પૂનકસૂરી મેથી
  22. જરૂર મુજબ ફ્રેશ કોથમીર

રાંધવાની સૂચનાઓ

40થી45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે સબ્જી માટેની તૈયારી કરી લઈશું. તેમાં આપણે કાજુ અને મગજતરીના બીને બે કલાક પહેલા દૂધમાં પલાળી દઈશું. પલાળેલા એ કાજુ અને મગજતરીના બીને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. ટામેટાને આપણે મિક્સરમાં પ્યુરી બનાવી લઈશું. આદુ મરચાની પણ આપણે પેસ્ટ બનાવી લઈશું..

  2. 2

    મકાઈના દાણાને પણ આપણે કાઢીને ઓવનમાં અથવા તો એને તપેલીમાં લઈને પાણી નાખીને એને મીઠું નાખી અને બાફી લઈશું.

  3. 3

    મકાઈના દાણા બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈશું.

  4. 4

    ગ્રેવી બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી શું.તેલ થોડું ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે તેમાં કટ કરેલા કેપ્સિકમને થોડા ફ્રાય કરી દઈશું કે જેથી એનો ટેસ્ટ જળવાઈ રહે છે આપણે સીધા ઉપયોગ કરીએ તો તેનો એટલો સરસ ટેસ્ટ આવતો નથી એટલે સૌ પ્રથમ આપણે કેપ્સિકમને તેલમાં થોડા ફ્રાય કરીને કાઢી લેશું.

  5. 5

    હવે એ જ તેલમાં આપણે જીરૂ મૂકી વઘાર કરીશું.જીરૂ તતડી જાય એટલે તેમાં સૌપ્રથમ આપણે આદુ-મરચાની પેસ્ટ ઉમેરી શું અને તરત જ પછી આપણે ટામેટાંની પ્યોરી અને મગજતરી ના બી અને કાજુની પેસ્ટ ઉમેરી શું.

  6. 6

    પછી તેને થોડીવાર કૂક થવા દઈશું તે થોડુંક કૂક થાય ત્યાર પછી તેમાં લાલ મરચું, હળદર,મીઠું,ગરમ મસાલો એડ કરીશું. તેને ઢાંકીને થોડીવાર ગ્રેવીને ખદખદવા દઈશું. થોડીવાર પછી એમાંથી તેલ છૂટું પડી જાય છે ત્યારબાદ આપણે એમાં ફ્રેશ મલાઈ એડ કરીશું અને પછી તેને થોડીવાર કૂક થવા દઈશું.

  7. 7

    તમને ગ્રેવી થોડી વધારે ઘટ્ટ લાગે તો તેમાં તમે એક કપ અથવા અડધો કપ દૂધ ઉમેરી શકો છો. પછી તેમાં કસુરી મેથી પણ એડ કરી દઈશું.

  8. 8

    હવે આપણે ગ્રેવી એકદમ રેડી થઈ ચૂકી છે હવે આપણે તેમાં બાફેલા કોર્ન, પનીરના ટુકડા અને ફ્રાય કરેલા કેપ્સીકમ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તેમાં આપણે કાજુ અને કિસમિસ પણ થોડા એડ કરી દઈશું.

  9. 9

    તો રેડી છે આપણી પનીર,કોર્ન કેપ્સીકમ ની પંજાબી સબ્જી જે આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. હવે આપણે તેને સર્વ કરીશું. તેને એક પ્લેટમાં કાઢી તેને ઉપરથી કાજુ, કિસમિસ,ચીઝ અને ફ્રેશ કોથમીરથી આપણે તેને ડેકોરેટ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes