રૂમાલી રોટી (Rumali Roti Recipe In Gujarati)

#LCM1
#MBR5
#week5
#cookpad_gujarati
#cookpadindia
રૂમાલી રોટી એ ઉત્તર ભારત ની ખાસ રોટી છે જે 'માંડા' તરીકે ઓળખાય છે. બોહરા સમાજ ની ખાસિયત એવી આ રોટી રૂમાલ જેવી પાતળી હોય છે તેથી રૂમાલી રોટી તરીકે ઓળખાય છે. રૂમાલી રોટી સામાન્ય રીતે મેંદા થી બને છે અને તેને બંને હાથ પર વારાફરતી ઉછાળી ને બનાવાય છે અને પછી ઊંઘી કડાઈ કે લોઢી પર તેને પકાવાય છે. કડાઈ કે લોઢી લોખંડ ની હોય છે. રૂમાલી રોટી ગોળાઈ માં ખૂબ મોટી અને જાડાઈ માં એકદમ પાતળી હોય છે. ઘરે પણ હોટલ જેવી નરમ રૂમાલી રોટી બનાવી શકાય છે જો કે ઘર નો ગેસ અને કડાઈ નાની હોય તેથી હોટલ જેટલી મોટી રૂમાલી રોટી ના બને. ઘઉં ના લોટ થી પણ રૂમાલી રોટી બનાવાય પણ તેને આપણે ગુજરાતી બેપડી રોટલી ની જેમ બનાવાય. રૂમાલી રોટી ઘી/ માખણ લગાવ્યા વિના પણ નરમ જ રહે છે. મેંદા માં થોડો ઘઉં નો લોટ ઉમેરવા થી ઠંડી થયા પછી પણ નરમ જ રહે છે.
રૂમાલી રોટી (Rumali Roti Recipe In Gujarati)
#LCM1
#MBR5
#week5
#cookpad_gujarati
#cookpadindia
રૂમાલી રોટી એ ઉત્તર ભારત ની ખાસ રોટી છે જે 'માંડા' તરીકે ઓળખાય છે. બોહરા સમાજ ની ખાસિયત એવી આ રોટી રૂમાલ જેવી પાતળી હોય છે તેથી રૂમાલી રોટી તરીકે ઓળખાય છે. રૂમાલી રોટી સામાન્ય રીતે મેંદા થી બને છે અને તેને બંને હાથ પર વારાફરતી ઉછાળી ને બનાવાય છે અને પછી ઊંઘી કડાઈ કે લોઢી પર તેને પકાવાય છે. કડાઈ કે લોઢી લોખંડ ની હોય છે. રૂમાલી રોટી ગોળાઈ માં ખૂબ મોટી અને જાડાઈ માં એકદમ પાતળી હોય છે. ઘરે પણ હોટલ જેવી નરમ રૂમાલી રોટી બનાવી શકાય છે જો કે ઘર નો ગેસ અને કડાઈ નાની હોય તેથી હોટલ જેટલી મોટી રૂમાલી રોટી ના બને. ઘઉં ના લોટ થી પણ રૂમાલી રોટી બનાવાય પણ તેને આપણે ગુજરાતી બેપડી રોટલી ની જેમ બનાવાય. રૂમાલી રોટી ઘી/ માખણ લગાવ્યા વિના પણ નરમ જ રહે છે. મેંદા માં થોડો ઘઉં નો લોટ ઉમેરવા થી ઠંડી થયા પછી પણ નરમ જ રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ માં મીઠું અને તેલ નાખી ભેળવી લો અને દૂધ થી નરમ લોટ બાંધી 15 મિનિટ ઢાંકી ને રાખો.
- 2
લોખંડ ની તવી કે કડાઈ ને ઊંઘી ગેસ પર રાખી આંચ ચાલુ કરો અને એકદમ ગરમ થવા દો. ત્યાં સુધી લોટ ને તેલ લઈ એકદમ સરસ મસળી લો અને એકસરખા લુવા કરો અને કડાઈ કે તવી ના માપ પ્રમાણે એકદમ પાતળી રોટી વણી લો. હાથ પર રાખો તો આંગળી દેખાઈ એવી પાતળી વણવી.
- 3
એક ચમચો મીઠું 1/2વાટકી પાણી માં ઓગાળી લો. ગરમ લોઢી કે કડાઈ પર આ પાણી નો છંટકાવ કરો જેથી પાણી બળી જશે અને મીઠું રહેશે જે આપણી રોટી ને ચોટવા નહિ દે અને સરકી પણ નહીં જાય.
- 4
હવે સાચવી ને બંને હાથ ની મદદ થી રોટી ને ગરમ લોઢી પર નાખો અને બન્ને બાજુ થી નરમ સેકી લો. જરૂર પડે તો કપડાં થી દબાવી કિનારી ને સેકવી.
- 5
રોટી ને લોઢી પર જ ફોલ્ડ કરી કપડાં ની વચ્ચે રાખી દેવી. આવી રીતે બધી રોટી તૈયાર કરવી.
- 6
નરમ અને ગરમ રૂમાલી રોટી પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રૂમાલી રોટી (Rumali Roti Recipe In Gujarati)
#LCM1રૂમાલી રોટી મૂળ પંજાબ ની પ્રખ્યાત રોટી છે જે મેંદા ની બનેલી હોય છે અને સબઝી કે દાળ સાથે ખવાય છે. મારા ઘર માં મેંદો ખવાતો નથી પણ એકવાર આ બનાવ માટે લાવી ને મેં પેલી વાર બનાવી. મેં કોઈ દિવસ ખાધેલી નહિ અને આજે બનાવી એ પ ખાધી નહિ. Bansi Thaker -
રૂમાલી રોટી (Roomali Roti recipe in gujarati)
લગ્ન પ્રસંગ માં જતા ત્યારે ઘણી વાર હવા ઉડતી રોટલી ને જોઈને કુતૂહલ થયું કે આવું કેવી રીતે થાય. તો મારી કુતૂહલતા ખાતર મેં ઘરે રૂમાલી રોટી બનાવાનો પ્રયાસ કર્યો, જે ખૂબ જ સરસ બની. આ રોટી ગરમ ગરમ કોઈ પણ પંજાબી શાક ગ્રેવી વાળું કે ડ્રાય કે દાલ કશા ની પણ સાથે સરસ લાગે છે. #superchef2 #સુપરશેફ2 #superchef2post8 #સુપરશેફ2પોસ્ટ8 #માઇઇબુક #myebook Nidhi Desai -
-
રૂમાલીરોટી (rumali roti)
#નોથૅnorth indian foodરૂમાળી રોટલીજેને માંડા પણ કહેવામાં આવે છે તે એક પાતળા ફ્લેટબ્રેડ છે જે ઉતર ભારત માં બને છે, જે ભારત અને પાકિસ્તાનમાં, પંજાબમાં લોકપ્રિય છે. તે તંદૂરી વાનગીઓ સાથે ખવાય છે. રૂમલ શબ્દનો અર્થ ઘણી ઉત્તર ભારતીય ભાષાઓમાં રૂમાલ છે, અને રૂમાલી રોટી નામનો અર્થ રૂમાલ બ્રેડ છે. પંજાબમાં, તેને લેમ્બો રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાંબીનો અર્થ પંજાબીમાં લાંબી થાય છે. તે કેરેબિયનમાં દોસ્તી રોટી તરીકે પણ ઓળખાય છે. તમે પણ ટ્રાય કરજો એકદમ સોફ્ટ સ્પોનજી રૂમાલી રોટી Shital Desai -
કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe in Gujarati)
#GA4#Week25#Roti(qlue)હેલો ફ્રેન્ડ્સ આજે હું શીખવાડીશ કરારી રોટી જેને રૂમાલી રોટી પણ કહેવાય છે જે નોર્મલી મેંદાના લોટમાંથી બનતી હોય છે પણ મે અહીં ઘઉંના લોટની બનાવી છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Mayuri Unadkat -
રૂમાલી રોટી (Rumali Roti Recipe In Gujarati)
#AM4રુમાલી રોટી આપણે લગ્ન પ્રસંગમાં ખૂબ જ એન્જોય કરતા હોઈએ છે ઘેર બનાવવી પણ બહુ અઘરી નથી આજે જોઈએ પદ્ધતિસર .. Jyotika Joshi -
કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#GA4#Week25કરારી રોટી ક્રિસ્પી હોય છે અને તેનો આકાર કટોરી જેવો હોય છે.જેથી તેને ખાખરા રોટી,કટોરી રોટી અને ક્રિસ્પી રૂમાલી રોટી પણ કહેવાય છે.તેની રેસીપી હું અહી શેર કરૂ છું. Dimple prajapati -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#AM4 રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે સ્ટાર્ટર માં કરારી રુમાલી રોટી મંગાવતા હોઈએ છીએ. આ રોટી એકદમ ક્રિસ્પી હોય છે જેથી તેને ખાવાની ખૂબ મજા આવે છે. નાના-મોટા સૌને આ રોટી ખૂબ પસંદ હોય છે. આ રોટીમાં ચટપટો જે મસાલો ઉમેરીને આપવામાં આવે છે તેનો સ્વાદ તો ખુબ સારી લિજજત આપે છે. તો ચાલો જોઈએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ કરારી રૂમાલી રોટી ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
#રોટીસ"Rumali Roti" 😍 ફ્રેન્ડસ, "રુમાલી રોટી" નોર્થ ઈન્ડિયા ની ફેમસ રોટી છે અને આપણે પણ રેસ્ટોરન્ટ માં પંજાબી સબ્જી સાથે આ રોટી ઓર્ડર કરતાં હોય છીએ. જોકે અત્યાર ની પરિસ્થિતિ જોતાં રેસ્ટોરન્ટ માં જવું ખરેખર રીસ્કી છે માટે કેટલીક વાનગીઓ ઘરે જ બનાવી ને એન્જોય કરવામાં મજા છે ખરું ને મિત્રો. તો મેં અહીં કોન્ટેસ્ટ માટે "રુમાલી રોટી" ને પંજાબી સબ્જી ( not in picture) સાથે સર્વ કરેલ છે. 🥰 asharamparia -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
#kc#restaurantstyle#kararirumaliroti#rumalikhakhra#khakhrarecipe#cookpadgujaratiકરારી રૂમાલી એ ખૂબ જ ક્રિસ્પી રૂમાલી રોટી છે. જે ઘણી રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. હિન્દીમાં કરારીનો અર્થ થાય છે ‘કરકરી’ અને રૂમાલી એટલે પાતળી રોટલી.કરારી રૂમાલી પાપડ જેવી હોય છે જે બાઉલમાં હોય છે અને તેને ફુદીનાની ચટણી સાથે પીરસવામાં આવે છે જે ચોક્કસપણે આંખો માટે સારવાર સમાન છે. લીલી ચટણીમાં બોળીને ક્રિસ્પી મસાલાવાળી રોટલીનાં નાના-નાના ટુકડા તોડીને ખાવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.કરારી રૂમાલીને સાદા લોટના કણકમાંથી બનાવવામાં આવે છે અને તેને અત્યંત પાતળી વળીને ઊંધી કડાઈ પર શેકવામાં આવે છે અને અંતે તેની ઉપર ઘી અને મસાલાઓ લગાવીને પીરસવામાં આવે છે. Mamta Pandya -
-
વ્હીટ તંદૂરી બટર રોટી (Tandoori Wheat Butter Roti Recipe In Gujarati)
#રોટીસસ્વાદ માં એકદમ નાન જેવી જ સ્વાદિષ્ટ લાગતી આ તંદુરી રોટી તમે તંદુર વગર પણ એકદમ સરસ બનાવી શકો છો,અને ઉપર થી ઘઉં ના લોટ નો ઉપયોગ હોવા થી પાચવા માં પણ હળવી રહે છે.એક વાર આ રીતે બનાવજો રેસ્ટોરન્ટ ની પણ તંદુરી રોટી ફીકી લાગશે... તો એના માટે જોઈશે Hemali Gadhiya -
મીની કરારી રોટી (Mini Karari Roti recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ3ડાલગોના કોફી અને પાણી પુરી ની પુરી પછી આ કરારી રોટી ખૂબ જ ટ્રેન્ડ માં છે તો મેં પણ બનાવી જ લીધી. હેવમોર રેસ્ટોરન્ટ થી પ્રખ્યાત એવી આ કરારી રોટી નામ પ્રમાણે કરારી તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. મેં એકલી મેંદા ની નહીં બનાવતા થોડો ઘઉં નો લોટ પણ ઉમેર્યો છે. Deepa Rupani -
રોટી (Roti Recipe In Gujarati)
#AM4રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે. Shraddha Patel -
-
કરારી રોટી (Karari Roti recipe in gujarati)
#રોટીસઆ રોટી બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ લાગે છે Geeta Godhiwala -
તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week18 આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે. Vatsala Desai -
કરારી રુમાલી રોટી(karari rumali roti recipe in Gujarati)
#રોટલીઆજ કાલ આ કરારી રુમાલી રોટી રેસ્ટોરન્ટ માં ખૂબ જ ચલણ માં છે. સુપ સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
#GA4#week25#rotiમેં અહીં રુમાલી રોટલી માં મેંદો અને ઘઉંનો લોટ બન્ને સરખા ભાગે લીધા છે તમે તમારી પસંદ પ્રમાણે એકલા મેંદા ના લોટ ની પણ બનાવી શકો, મેંદો પચવામાં ભારે કહેવાય એટલે મેં હેલ્ધી બનાવવા માટે ઘઉંનો લોટ સરખા ભાગે જ લીધો છે . Kajal Sodha -
કરારી રોટી (Karari Roti recipe in gujarati)
#રોટીસ કરારી રોટી મેંદા માથી બનતી હોય છે.. ઘઉં અને મેદો મીક્સ કરી ને પણ બનાવી શકાય છે... મે અહીં ઘઉં ના લોટ ની બનાવી છે... ખુબ જ સરસ બને છે... Hiral Pandya Shukla -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#NRCસામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. Dr. Pushpa Dixit -
ખોબા રોટી(khoba roti recipe in Gujarati)
#સુપરશેફ2#લોટખોબા રોટી રાજસ્થાન ની ફેવરિટ વાનગી છે..જેમ આપણા કાઠિયાવાડી ની તાવડી ની ભાખરી એજ રીતે આમાં ભાખરી વણી લો અને તેને શેકવા પહેલા હાથ થી ડિઝાઇન પાડી લો...અને માટી ની તાવડી માં ધીરે તાપે શેકી લો.આજે મેં ખોબા રોટી માં અલગ અલગ ત્રણ ડીઝાઈન ની બનાવવા ની કોશિશ કરી છે..તો જુઓ કેવી બની છે..? Sunita Vaghela -
ખોબા રોટી (Khoba roti recipe in Gujrati)
#રોટી_પરાઠાખોબા રોટી રાજસ્થાન માં બનતી એક પ્રકારની રોટી છે .. જાડી અને મોટી રોટી બનાવી તાવડી માં જ એના પર હાથે થી ચપટી લઈ ને ડિઝાઈન કરવામાં આવે છે.. દેખાવ માં ખૂબ જ સુંદર લાગે છે .. આ રોટી માં જીરૂ અથવા અજમો ઉમેરવા માં આવે છે.. Pragna Mistry -
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
મકાઈની રોટી (MakaI Roti Recipe in Gujarati)
પંજાબીઓ ની શાન એટલે કે મકાઈની રોટી જે ખૂબ જ હેલ્ધી છે Nidhi Jay Vinda -
-
ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujratiઘઉંના લોટ ની રૂમાલી રોટલી Ketki Dave
More Recipes
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ટિપ્પણીઓ (7)