તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#રોટીસ
#goldenapron3
Week18
આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે.

તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)

#રોટીસ
#goldenapron3
Week18
આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ કપમેંદો
  3. ૧/૪બેકીંગ સોડા
  4. ૧/૩ કપદહીં
  5. ટેબલ સ્પુન ખાંડ
  6. મીઠું સ્વાદનુસાર
  7. પાણી જરુરીયાત મુજબ
  8. ટેબલ સ્પુન તેલ મોણ માટે
  9. ચોપડવા બટર કે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવાની કથરોટમાં ઘઉં નો લોટ ઝીણો ને મેંદો મીક્સ કરી લેવું ને તેની વચ્ચે થોડી જગ્યા બનાવીને તેમાં મીઠું, તેલ,ખાંડ,દહીં ને બેકીંગ સોડા બધું વચ્ચે જ મીક્સ કરી લેવું જેથી ફુલી જશે. ને પછી બધો લોટ મીક્સ કરી લો ને પછી જોઇએ તેટલુ વોમ વોટર નાંખી ને રોટલીનો લોટ બાંધવો ને તેને થોડીવાર કથરોટમાં પછાડો હાથ માં લઈને. ખાંડ બરોબર મીક્સ થઈ જાય એટલે પછી તેલવાળો હાથ લગાવી ને ત્રીસ મીનીટ સુધી રેસ્ટ આપો. જો વધારે રાખો તો રોટી બહુ સરસ બનશે. મેં બે કલાક જેવો રાખ્યો હતો.

  2. 2

    રેસ્ટ આપ્યા પછી લોટ ફરી કુણવી લો. ને લુવા પાડી ને સહેજ ભરી રોટી વણી લો. પછી ગરમ લોઢી પર બે બાજુ શેકી ને ત્રીજીવાર ગેસ પર ફુલાવી લો ને બટર ચોપડી ને આ રોટી પંજાબી સબ્જી કે દાલ ફ્રાય સાથે સર્વ કરો.

  3. 3

    મેં પનીરની સબ્જી ને મીક્સ વેજ સબ્જી સાથે સર્વ કર્યુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes