તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WLD
આજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ

તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)

#WLD
આજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપતુવેર દાળ
  2. 1 કપતુવેર દાણા
  3. 2 કપબાસમતી ચોખા
  4. 4 ચમચીઘી વઘાર માટે
  5. 1 નંગબટાકો
  6. 2 નંગડુંગળી
  7. 8-10કળી લસણ
  8. 4-5મીઠા લીમડા ના પાન
  9. 1 ચમચીરાઇ
  10. 1/2 ચમચીજીરૂ
  11. 4 નંગ લીલા મરચાં
  12. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  13. 1/2 નંગગાજર
  14. 2 ચમચીબીટ
  15. 2 ચમચીવટાણા ના દાણા
  16. 4 ચમચીલીલું લસણ
  17. 1 ચમચીલાલ મરચું પાઉડર
  18. 2 ચમચીગરમ મસાલો
  19. સ્વાદ અનુસારમીઠું
  20. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ને બરાબર ધોઈ 30 મિનિટ પલાળી રાખવી ત્યાર પછી એક કૂકર મા ઘી ગરમ કરવું તેમાં રાઈ અને જીરું ઉમેરો પછી મીઠા લીમડા ના પાન,ડુંગળી,લસણ,આદુ લસણની પેસ્ટ,લીલા મરચાં,મીઠું અને હળદર ઉમેરી બે મિનિટ સાંતળવું હવે તુવેર દાળ અને તુવેર બા દાણા ઉમેરવા

  2. 2

    હવે બધું બરાબર મિક્સ કરી એક મિનિટ સાંતળવું પછી કૂકર ને બંધ કરી એક સીટી લેવી ત્યાર પછી કૂકર ને ઠંડુ થવા દો કૂકર ઠંડુ થાય ત્યાં સુધી ગાજર, બીટ અને લીલા લસણ ને ધોઈ કાપી લેવું અને વટાણા ને ધોઈ લેવા

  3. 3

    હવે કૂકર ખોલી તેમાં બાસમતી ચોખા અને બટાકા ઉમેરી મિક્સ કરવું હવે તેમાં ગાજર, બીટ,વટાણા અને લીલું લસણ ઉમેરવું

  4. 4

    હવે બધું મિક્સ કરી તેમાં મીઠું,લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરવું પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરવું અને ઉપર થી ઘી ઉમેરવું પછી કૂકર બંધ કરી 3 સીટી લેવી

  5. 5

    હવે કૂકર ઠંડુ થાય એટલે ખોલી ખીચડી ને બરાબર હલાવી લેવી અને સર્વિંગ પ્લેટ માં કાઢી લેવી

  6. 6

    હવે ગરમ ગરમ તુવેર દાળ મસાલા ખીચડી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal shah
hetal shah @cook_26077458
પર
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

Similar Recipes