લસણિયા ગાજર મરચા અથાણું (Lasaniya Carrot Chili Pickle Recipe In Gujarati)

અત્યારે તાજા શિયાળું શાકભાજી મળતા હોય ત્યારે વિટામિન્સ થી ભરપુર એવા ગાજર અને મરચાનું અથાણું ચોક્કસ યાદ આવે...એક દિવસ માટે હળદર, મીઠું અને લીંબુ માં રાખીને પછી બીજા દિવસે સૂકું લસણ અને અથાણાં નાં મસાલા નાં મિશ્રણ થી આ અથાણું બનાવવામાં આવે છે.
લસણિયા ગાજર મરચા અથાણું (Lasaniya Carrot Chili Pickle Recipe In Gujarati)
અત્યારે તાજા શિયાળું શાકભાજી મળતા હોય ત્યારે વિટામિન્સ થી ભરપુર એવા ગાજર અને મરચાનું અથાણું ચોક્કસ યાદ આવે...એક દિવસ માટે હળદર, મીઠું અને લીંબુ માં રાખીને પછી બીજા દિવસે સૂકું લસણ અને અથાણાં નાં મસાલા નાં મિશ્રણ થી આ અથાણું બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને મરચાં ને ધોઈ, કોરા કરી ને રાખો.ગાજરને છોલીને મનપસંદ સાઈઝ નાં ટુકડા કરો. મરચાં ને વચ્ચે થી કાપો મૂકીને બીયા કાઢી ને રાખો.
- 2
એક બાઉલમાં લઈ ને તેમાં મીઠું, હળદર અને લીંબુનો રસ ઉમેરી હાથેથી મિક્સ કરીને એક દિવસ માટે આથવા મૂકો. બીજા દિવસે અથાઈ જાય એટલે તેનું પાણી નિતારીને રાખો.
- 3
હવે અથાણાં નાં મસાલા માં લસણ ની કળી ઓ ઉમેરીને દરદરું પીસી લો... નીતારેલ ગાજર મરચામાં મસાલો ઉમેરી થોડું તેલ અને હિંગ ઉમેરી સર્વ કરો (તેલ ગરમ કરીને ઠંડુ પાડી ને ઉમેરવું)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર અને મરચાનું અથાણું(Carrot chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#chilliમરચા અને ગાજર શિયાળામાં સરસ આવે.. મારા ઘરે બધાં ને ગાજર અને મરચા નું તાજુ અથાણું ખાવુ ખુબ જ ગમે..આ અથાણાં માં મીઠું અને તેલ નો ઉપયોગ ખૂબ જ ઓછું હોય છે..આ અથાણું તાજુ તાજુ ખાવા ની ખુબ મજા આવે છે.. વીસ દિવસ કે એકમહિનાસુધી સાચવી શકાય છે.. Sunita Vaghela -
લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
#WP#MBR9Week 9 શિયાળા માં લીલું લસણ અને લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને મેં આ સીઝનમાં એક અલગ પ્રકારનું અથાણું (my innovation) બનાવી ને બધાને સરપ્રાઇઝ આપ્યું... લીલી હળદર, આંબા હળદર, લીલું લસણ અને અથાણાં નાં મસાલા નાં સંયોજન થી બનાવેલ આ ચટપટું અથાણું જરૂર બનાવજો. Sudha Banjara Vasani -
ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#cookpad_gu#cookpadindiaઅવકાળ એ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય કેરીનું અથાણું છે જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો છે અને દક્ષિણમાં આંધ્ર અને તમિલ સમુદાયો દ્વારા તે લોકપ્રિય છે. આ અથાણાના મુખ્ય ઘટકોમાં લીલી કેરી, સરસવની પેસ્ટ, ગરમ તેલ, મરચાં અને અન્ય મસાલા છે.દક્ષિણ એશિયાઈ અથાણું, જેને આચર (કેટલીકવાર આચાર અથવા આચાર તરીકે જોડણીવાળા), આથનુ અથવા લોંચા કહેવામાં આવે છે, તે એક અથાણું ખોરાક છે, જે વિવિધ ભારતીય શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે, જે દરિયાઈ, સરકો અથવા ખાદ્ય પદાર્થોમાં સચવાય છે. વિવિધ ભારતીય મસાલા સાથે તેલ.મેં આજે બનાવ્યું છે સૂકા ચણા, મેથી, લસણ અને કેરી નું તૈયાર અથાણાં નાં મસાલા માં મિક્સ કરીને એમાં ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ, કાશ્મીરી લાલ મરચું કલર માટે અને મીઠું એકદમ થોડું લીધું છે કારણકે કેરી, ચણા, મેથી ને પણ હળદર મીઠું માં ૬-૭ કલાક અથાવા (ferment) દીધા છે. ત્યારબાદ ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લીધા છે અને અથાણાં નાં તૈયાર મસાલા માં પણ પૂરતું મીઠું આવતું હોવાથી જરૂરીયાત પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે.હળદર મીઠું માં ૬-૭ કલાક આથેલા (ferment) ચણા, મેથી અને કાચી કેરી ને બરાબર ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લેવા જેથી લાંબો સમય અથાણું સારું રહેશે. પાણી થોડું પણ રહી ગયું તો અથાણું જલ્દી ખરાબ થવાની શક્યતા હોય છે.આ અથાણું ને ૭ દિવસ પછી ખાઈ શકાય છે. ત્યાં સુધી બરાબર અથાય જશે અને એમાં બધા સ્વાદ ખૂબ જ સરસ રીતે આવશે. તેલ ગરમ કરી ને ઉમેર્યું હોવાથી અથાણું ૧ વર્ષ સુધી સરસ રહેશે. એને કાચ ની બરણી માં જ સ્ટોર કરવું.તો જલ્દી થી આ ઉનાળા ની સિઝન માં બનાવો અને આખું વર્ષ માણો આ સરસ મજા નું તીખું અને થોડું ખાટું ચણા, મેથી, લસણ, કેરી નું અથાણું. Chandni Modi -
ગાજર મરચા નું અથાણું (Carrot Chilli pickle recipe in Gujarati)
ગાજર મરચા નું અથાણું એ તરત જ બની જતું એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ અથાણું છે જે બે અઠવાડિયા સુધી ફ્રિજમાં પણ રાખી શકાય છે. આ અથાણું કોઈપણ જાતના પરાઠા, પૂરી થેપલા, ગાંઠિયા, ખાખરા અથવા તો ભોજનના એક ભાગરૂપે પીરસી શકાય. spicequeen -
લસણિયા ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Lasaniya Gajar Instant Athanu Recipe In Gujarati)
#WP શિયાળા માં શરીર માં ગરમાવો આવે એવા ઈન્સંટ અથાણાં માં બનાવી શકાય એવા આ લસણીયા ગાજર સ્વાદમાં ખુબ સરસ બને છે. Varsha Dave -
ગાજર મરચાં નું અથાણું (Carrot Chili Pickle Recipe In Gujarati)
#WP નોર્થ ઈન્ડિયા નું તીખું અને ચટપટું અથાણું જે સરળ અને ઝડપી બની જાય છે.લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય અને ભાત,થેપલાં અથવા પરોઠા સાથે સર્વ કરી શકાય. ફ્રીજ માં એક મહિનાં સુધી સ્ટોર કરી શકાય.વિનેગર ને બદલે લીંબુ લઈ શકાય. Bina Mithani -
લીંબુ ની છાલ નું અથાણું(lemon pickle recipe in Gujarati)
#goldenapron3Week19હું હમણાં લીંબુ નો રસ કાઢી ને શરબત બનાવી ને અને લીંબુનો રસ બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉં છું..તો દસેક દિવસ પહેલા આ લીંબુ ની છાલ ને મેં મીઠું અને હળદર માં એક લીંબુનો રસ નાખી ને આથી દીધી હતી..તો આજે તેનું અથાણું બનાવ્યું...આ અથાણું હું બનાવી ને ફ્રીજ માં રાખું છું.. આમાં તેલ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે.. Sunita Vaghela -
🌹વઢવાણી મરચાનું અથાણું (dhara kitchen recipe)🌹#અથાણાં
#અથાણાં#જૂનસ્ટારવઢવાણી મરચાનું અથાણું ખૂબજ ટેસ્ટી લાગે છે. વઢવાણી મરચાનું આ અથાણું બનાવવાની રેસિપિ એકદમ સરળ છે આ અથાણું મહિનાઓ સુધી બગડતું પણ નથી. Dhara Kiran Joshi -
-
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
-
હળદર લીંબુનું અથાણું (Haldi Nimbu Pickle Recipe In Gujarati)
#WP#cookpadgujarati#cookpad આજે મેં લીલી હળદર અને લીંબુનું એક ચટપટું અથાણું બનાવ્યું છે. શિયાળાની સિઝનમાં જ્યારે લીલી હળદર, આંબા હળદર, લીંબુ, મરચા ખુબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ઉપરાંત લીલી હળદર અને લીંબુ માંથી આપણા શરીરને સારા એવા પોષકતત્વો પણ મળે છે. આ અથાણું બનાવીને આરામથી તેને મહિના દિવસ માટે સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
લીલાં મરચાં નું અથાણું ( Green Chilly Pickle Recipe in gujarati
#WK1Winter Kitchenl Challengeલીલાં મરચાં નું અથાણું ને રાઈતા મરચા પણ કહી શકાય છે. આ અથાણું થોડી સામગ્રી થી અને જલ્દી બની જાય તેવું અથાણું છે , આ અથાણું ફ્રીઝ માં બે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Parul Patel -
ખજૂર-ગાજર નું ચટપટું અથાણું
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
આમળાનું ઇન્સ્ટન્ટ અથાણું(Aamla instant pickle recipe in Gujarati)
#GA4#Week11#આમળાં આજે સરસ તાજા આમળાં માંથી જલ્દી બની જતું આમળાં નું અથાણું બનાવ્યું છે.તેમાં રેડી બઝારમાંથી મળતો અથાણાં સંભાર નાખી ને જલ્દી ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. રાત્રે બનાવી ને રાખીને બીજા દિવસે ખાવા માં લઇ શકી એ છીએ. આમ,તો આમળાં આથી ને બનાવ્યાં હોઈ તો અથાણું લાંબા સમય સુધી રહે છે. પણ ઇન્સ્ટન્ટ આમળાં અથાણું આથયા વગર જ બનાવ્યું છે. એટલે 1,કે 2 દિવસ સુધી સારું રહે છે. અને જો ફ્રીઝ માં રાખો તો 1 વીક સુધી સારું રહે.મેં દિવસ ચાલે એટલુ જ અથાણું બનાવ્યું છે. આ અથાણું રોટી,પરોઠા,રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Krishna Kholiya -
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP#WEEK10#MBR10#LasaniyagajarPickleRecipe#શિયાળાસ્પેશિયલલસણીયાગાજરઅથાણું એકદમ ચટાકેદાર ને ઓછી સામગ્રી થી અને ફટાફટ બની જતું લસણીયા ગાજર નું અથાણું નાસ્તામાં થેપલાં સાથે કે જમવામાં રોટલી,દાળ ભાત સાથે કે રાત્રે ખીચડી કે રોટલા કે ભાખરી સાથે મસ્ત મોજ થી માણી શકાય. Krishna Dholakia -
લીંબુનુ અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#સાઈડઝટપટ બનતું લીંબુ નુ અથાણું. ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી લાગે છે.અથાણાં નાના થી લઈને મોટા વ્યકિત ને ભાવતા હોય છે.આજે મે ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવ્યું છે. Ashaba Solanki -
ગાજર મરચા નું અથાણું (Carrot Chili Athanu Recipe In Gujarati)
આ અથાણું ને આજે જમવામાં સાઈડમાં બનાવ્યું હતું ગુજરાતી નું ફેવરેટ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે #સાઇડ Falguni Shah -
લીંબુ નું અથાણું
લીંબુ નું અથાણું પરાઠા કે ભાખરી સાથે ખુબ સારું લાગે છે થોડું ખાટું ને થોડું મીઠું ને તેમાં મરચાં ની તીખાશ ...#અથાણાં Kalpana Parmar -
-
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
-
લસણિયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#MBR7 #Week7 #માયબેસ્ટરેસીપીસઓફ2022#વીન્ટર_સ્પેશિયલ#લસણિયાગાજર #મેથીનાં કુરિયા #રાઈનુંતેલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લાલ ગાજર મળતા હોય ત્યારે ખાસ લસણિયા ગાજર બનતા હોય છે. ઈનસ્ટન્ટ અથાણાં ની ગરજ સારે છે. આમાં લસણ નું પ્રમાણ થોડું વધુ હોય છે. ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
લસણીયા ગાજર નું અથાણું (Lasaniya Gajar Athanu Recipe In Gujarati)
#WP#Cooksnap challenge#Favorite author Rita Gajjar -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (4)