રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું (Rajasthani Style Lili Haldar Athanu Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#WP
#અથાણાંરેસીપી
#MBR10
#WEEK10
#lilihaldarrecipe
#picklerecipe
#RajsthaniStyleFreshTurmericPicklerecipe
રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું આજે મેં બનાવ્યું છે...
આ ખાટું, તીખું અને ચટપટું લીલી હળદર નું અથાણું બાળકો થી લઈ કોઈપણ ઉંમર ની વ્યક્તિ જે હળદર ખાવા ની ના પાડતી હોય એને પણ ભાવશે....ને હળદર ના ફાયદા બારેમાસ મળતા રહેશે.
□ આ અથાણું આખું વર્ષ સુધી બગડતું નથી પણ તેમાં તેલ ડુબાડુબ ઉમેરવું.

રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું (Rajasthani Style Lili Haldar Athanu Recipe In Gujarati)

#WP
#અથાણાંરેસીપી
#MBR10
#WEEK10
#lilihaldarrecipe
#picklerecipe
#RajsthaniStyleFreshTurmericPicklerecipe
રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું આજે મેં બનાવ્યું છે...
આ ખાટું, તીખું અને ચટપટું લીલી હળદર નું અથાણું બાળકો થી લઈ કોઈપણ ઉંમર ની વ્યક્તિ જે હળદર ખાવા ની ના પાડતી હોય એને પણ ભાવશે....ને હળદર ના ફાયદા બારેમાસ મળતા રહેશે.
□ આ અથાણું આખું વર્ષ સુધી બગડતું નથી પણ તેમાં તેલ ડુબાડુબ ઉમેરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૪૦૦ ગ્રામ - તાજી લીલી હળદર
  2. ૪૫૦ મિ.લી. - તેલ(સરસ્યું(રાઈ નું તેલ)
  3. ૨ ચમચી- મેથી ના દાણા
  4. ૫ ચમચી- પીળી રાઈ
  5. ૨ ચમચી- વરીયાળી
  6. ૫ ચમચી- રાઈ ના કુરિયા
  7. ૬ ચમચી- શેકેલું મીઠું
  8. ૬ ચમચી- કાશ્મીરી લાલ
  9. ૨૦૦ મિ.લી. - તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી હળદર ને ધોઈ,છાલ કાઢી ને પાણી ભરેલા બાઉલમાં રાખો.
    બધી હળદર છોલાઈ જાય પછી નાનાં કટકાં કરી લો.

  2. 2

    ગેસ ની ધીમી આંચે,પેન માં તેલ ગરમ કરી તેમાં લીલી હળદર ને ઉમેરી ને સાંતળો, હળદર ની કાંચી સુગંધ આવતી બંધ થાય,પણ કડક ન થાય ઈ ધ્યાન રાખવું,હળદર સહેજ ચડી જાય ત્યાં સુધી હલાવતાં રહો.(૩ થી ૪ મિનિટ)

  3. 3

    પછી તેમાં કાશ્મીરી લાલ મરચું સિવાય બધી સામગ્રી ઉમેરી દો ને સરસ મિક્ષ કરી ને ૧ મિનિટ માટે સાંતળો, ગેસ બંધ કરી દો ને પેન ને નીચે રાખી ને ઠંડું થવા દો.

  4. 4
  5. 5

    મિશ્રણ એકદમ સરસ ઠંડું થાય પછી તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.

  6. 6

    કાચ ની બરણી માં હળદર ના અથાણાં ને ભરી લો,
    હવે, તેલ ને ધુંમાડા નીકળે એમ ગરમ કરી,ઠંડુ થાય એટલે કાચ ની બરણી માં ઉમેરી દો..

  7. 7

    તૈયાર છે લીલી હળદર નું રાજસ્થાની સ્ટાઈલ અથાણું.

  8. 8

    નોંધ -
    □ લીલી હળદર ની છાલ કાઢી ને પાણી ભરેલાં બાઉલમાં રાખો, જેથી હળદર કાળી ન પડે અને તેનો રંગ જળવાઈ રહે.
    □ હળદર ને તેલ માં સાંતળતા ધ્યાન ઈ રાખો કે એ કડક ન થઈ જાય,હળદર ની કાચી સુગંધ આવતી બંધ થાય અને સહેજ ચડી જાય ત્યાં સુધી જ પકવવી.
    □ આ અથાણાં માં મીઠું થોડું ચઢિયાતું ઉમેરો,જેથી બગડે નહીં,અથાણું કાળું નહી પડે અને હળદર નો રંગ પણ સરસ જળવાઈ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

Similar Recipes