શીંગ ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ શેકેલી શીંગ
  2. ૨૫૦ ગ્રામ ગોળ
  3. ૨/૩ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    શીંગ ને ફોતરા કાઢીને વાટકી થી થાળી માં રાખી અધકચરી કરવી.ગોળ ને ઝીણો સમારી લેવો.

  2. 2

    પછી એક પેનમાં ઘી મૂકી ગોળ નાખવો અને હલાવતા રહેવું.પાયો થવા આવશે એટલે ગોળ નો કલર બદલાઈ જશે.1 વાટકી માં પાણી લઈ એમાં ચાસણી નું ટીપુ પાડવું.એકદમ કડક થઇ જાય એટલે શિગ નો ભૂકો નાખી ગેસ બંધ કરવો.

  3. 3

    પછી બરાબર હલાવી ગ્રીસ કરેલી થાળી માં પાતળું થાળી દેવું.બીજી રીતે platform પર ઘી લગાવી તેના પર પાથરી વેલણ થી પતલી વણી લો.ગરમ માં જ પીસ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes