મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#US

શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ મમરા
  2. પણ બાઉલ ગોળ
  3. 1 મોટી ચમચીઘી
  4. હાથ ઉપર લગાવવા માટે પાણી
  5. 1 નાની ચમચીઆદુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મમરા ને કોરા શેકી લેવા અને ગોળને સમારી લેવો

  2. 2

    પછી એક પેનમાં ઘી લઈ તેમાં ગોળ નાખી ગોળનો પાયો કરવો એટલે કે ગોળ માં બબલ્સ થાય અને ગોળનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને હલાવતા જવું પછી તેની અંદર આદુનો રસ ઉમેરી મિક્સ કરી લેવું

  3. 3

    પછી ગોળ ના પાયો બરાબર થયો છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ તેની અંદર બોર્ડના પાયાનો ટપકું નાખી તે થોડું ઠંડુ થાય એટલે ચેક કરી લેવું. જો તે ચોટતું ના હોય તો સમજવું કે ગોળનો પાયો થઈ ગયો છે

  4. 4

    પછી તેની અંદર મમરા ઉમેરતા જઈ હલાવી મમરા પર બરાબર ગોળનું કોટિંગ થાય ત્યાં સુધી મિક્સ કરવું પછી તેને એક થાળીમાં કાઢી લેવું

  5. 5

    પછી પાણીવાળો હાથ કરી તેમાંથી લાડુ વાળી લેવા

  6. 6

    લાડુ બરાબર ઠંડા જાય પછી લાડુ ને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes