આલ્મન્ડ નાનખટાઈ

@Amit_cook_1410 ની રેસીપી થી પીસ્તા નાનખટાઈ સરસ બન્યા પછી આજે આલ્મન્ડ નાનખટાઈ ટ્રાય કરી જે ખૂબ જ સરસ બની છે.
હવે અમિત ભાઈ તમે આ રેસીપી ટ્રાય કરશો અને feedback આપશો.
આલ્મન્ડ નાનખટાઈ
@Amit_cook_1410 ની રેસીપી થી પીસ્તા નાનખટાઈ સરસ બન્યા પછી આજે આલ્મન્ડ નાનખટાઈ ટ્રાય કરી જે ખૂબ જ સરસ બની છે.
હવે અમિત ભાઈ તમે આ રેસીપી ટ્રાય કરશો અને feedback આપશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માપ પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરી લો.બદામને 10 મિનિટ પાણી માં પલાળી દો. પછી વચ્ચે થી બે ફાડા કરી લો જે ગાર્નિશ માં કામ આવશે. એક બાઉલમા પાઉડર ખાંડ (ખાંડ)અને ઘી ને મિક્સ કરી સરસ ફેટી લો. ક્રિમ જેવું થઇ જશે.
- 2
ત્યારબાદ મોટી થાળીમાં મેંદો, બેસન, અને સુજી તેમજ બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચાળી ને લઈ લો. પછી ચપટી મીઠું ઉમેરી બધુ હળવા હાથે મિક્સ કરી લોટ બાંધી લો.
- 3
હવે ઓવનને 10 મિનિટ માટે 180 ડીગ્રી પર પ્રી-હીટ કરવા મૂકો. પછી એક સરખી સાઈઝ મા નાનખટાઇ વાળી, ઉપર બદામની સ્લાઈસ મૂકી, બટર પેપર લગાડેલ બેકિંગ ટ્રે મા થોડા અંતરે ગોઠવી દો. હવે ટ્રે ને 20 મિનિટ માટે 180 ડીગ્રી પર બેક થવા દો.
- 4
હવે ટ્રે ને બહાર કાઢી ઠંડી થવા દો. તમે જોશો કે આપણી આલ્મન્ડ નાનખટાઇ એકદમ પરફેક્ટ બની છે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અને ટેસ્ટી.. એરટાઈટ ડબામાં સ્ટોર કરી મહેમાનો ને સર્વ કરો.
Similar Recipes
-
ફરાળી નાનખટાઈ
ઘંઉનાં લોટની નાનખટાઈ, મખાનિયા બિસ્કીટ, ચોકલેટ કુકીઝ ની સફળતા પછી નો પ્રયાસ.. ખૂબ જ સરસ રહ્યો. રાજગરાના લોટની આ નાનખટાઈ ઉપવાસ માં ખાઈ શકાય એ માટે જ બનાવી છે મિત્રો જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
એવરગ્રીન નાનખટાઈ
#મૈંદાનાનખટાઈ મેંદા માંથી બનતી અને સૌં ની મનપસંદ અને ગમે ત્યારે ખાઈ શકો એવી .. હવે તો નાનખટાઈ માં ખુબજ વિવિધતા આવી ગઈ છે પણ જે ઓરીજનલ રેસીપી છે એ નાનખટાઈ ની વાતજ કઈ ઓર છે તો જૂની અને જાણીતી નાનખટાઈ ની રેસિપી શેર કરું છું આ માપ થી બનાવશો તો પરફેક્ટ નાનખટાઈ બનશે .. Kalpana Parmar -
-
ઓસ્ટ્સ નાનખટાઈ
#દિવાળીઆ નાનખટાઈ માં ઓસ્ટ્સ ને મિક્સચર માં પીસીને ને ઉમેરીયા છે. દિવાળી માં રંગોળી અને દીવા નું ખૂબજ મહત્વ છે આથી આ નાનખટાઈ ને પીરસતી વખતે રંગોળી કરી છે અને બે નાનખટાઈ વચ્ચે એવી રીતે બનાવી છે કે એ દિવા જેવી લાગે. આશા છે કે આપને આ નાનખટાઈ ની રેસીપી પસંદ પડે. Krupa Kapadia Shah -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#DTRનાનખટાઈ મારી ખુબજ ફેવરિટ છે મારે ૧૦ નું વેકેશન હતું ત્યારે હોમ સાયન્સ ના ક્લાસ કર્યા હતા તેમાં હું નાન ખટાઇ બનાવતા શીખી હતીતે વખતે OTG ન હતું તો હું એલ્યુમિનિયમની કથરોટમાં અથવા ઈડલીની વાટકીમાં બનાવતી હતી.આ વખતે મેં ઓટીજી માં બનાવવાનો ટ્રાય કર્યો છે. ખરેખર ખુબ જ સરસ બની. Nisha Shah -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
મારા બે જમાઈઓ અને મને, અમારા ત્રણેની અમુક કોમન ફેવરીટ વાનગીઓ છે. એમાંની એક છે….”નાનખટાઈ “બન્યા પછી બન્ને જમાઈઓના મસ્ત કોમ્પ્લીમેન્ટ્સ મળ્યા🥰🥰🥰મોટા જમાઈએ કીધું “પપ્પા જોરદાર 👌👌👌એમ જ લાગે છે જાણે બહારથી લાવ્યા હોઈએ. એકદમ પર્ફેક્ટ”નાના જમાઈ નાનખટાઈનું એક-એક બટકું ખાતા જાય અને બોલતા જાય “યમ્મ…યમ્મી….સુપર્બ… પપ્પા મને આ બનાવતા શિખવાડી દો”મારા માટે આ અતિશય ખુશીની પળો હતી🥰🥰🥰🥰તમે પર્ફેક્ટ આ જ માપ અને રીતને ધ્યાનમાં રાખીને બનાવશો તો ગેરંટી કે પછી ક્યારેય તમે બહારથી નહિ લાવો😊😊😊😊😊 Iime Amit Trivedi -
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
હોમમેડ નાનખટાઈ
#લોકડાઉન લોકડાઉન માં તો મજા પડી ગઈ છે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરતા કરતા ખાવું ગેમ રમવી અને નવું નવું બનાવવા નું.આજે મેં ઘરના સભ્યો માટે નાનખટાઈ બનાવી છે જે ખૂબજ સરસ લાગે છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
ચોકલેટ & વેનીલા નાન ખટાઈ (Chocolate and Vanilla Nankhatai Recipe In Gujarati)
#કુકબુક...આજે મે પેહલી વાર ઘરે આવી અલગ અલગ બે ટેસ્ટ ની અને એ પણ ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવા નો પ્રયત્ન કર્યો છે. અને ખૂબ જ સરસ વની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
ઘઉં ના લોટ માંથી ઓવન વગર બનાવવા માં આવેલી નાનખટાઈ
#goldenapron3Week 4#ghee#Rava#ટ્રેડિશનલનાનખટાઈ બિસ્કીટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવન માં બેક કરી ને બનાવાય છે પરંતુ જો તમારા ઘરે ઓવન ના હોય તો પણ તમે ક્રિસ્પી અને ટેસ્ટી નાનખટાઈ બનાવી શકો છો..મે અહી ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવવા નો પ્રયત્ન કર્યો છે અને આ રેસિપી માં બેકિંગ સોડા કે બેકિંગ પાઉડર નો પણ ઉપયોગ કરવા માં આવ્યો નથી, બાળકો માટે આ નાન ખટાઈ ખૂબ સારી છે કારણ કે ઘઉં માંથી બનાવવા માં આવી છે.. તો જરૂર થી ટ્રાય કરજો આ રેસિપી.. Upadhyay Kausha -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં સરસ મજાના ગાજર આવે એટલે ૨-૪ વાર ગાજરનો હલવો તો બને જ. મમ્મી ની રીતે દર વખતે બનાવું. જેમાં હલાવતા અને ઘી માં શેકાતા સમય લાગે પરંતુ મીઠાશ તેમાં જ આવે.ઘણી ગાજરનાં હલવાની કુકરમાં બનાવવાની રેસીપી જોઈ, શોર્ટ કટ માં બનાવવાની ઈચ્છા પણ થઈ પણ તેમાં જે મીઠાશ હોવી જોવે તે નથી હોતી અને ધીરજ પૂર્વક જો શેકાય નહિ તો તેની self life પણ ઘટી જાય.આજે ગાજરને છીણી ઘી માં શેકી ને હલવો બનાવ્યો છે અને માવા ને બદલે મિલ્ક પાઉડર નાંખ્યું છે. પછી ઘી માં ડ્રાય ફ્રુટ્સ શેકી ૧૦ મિનિટ હલવો પણ શેક્યો હોવાથી ખૂબ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
આલ્મન્ડ કૂકીઝ (Almond Cookies Recipe In Gujarati)
#MBR6#Week6#CookpadTurns6આમ તો બેકરી આઈટેમ્સ મારા ઘર માં બહુ જ ઓછી ખવાય છે, ભાગ્યે જ ખવાતી હોવાથી હું બનાવતી પણ નથી. બર્થડે માં પણ કેક પણ માંડ માંડ ખવાય. ઘરે ઘઉં ની કેક બહુ પેલા બનાવતી, આથી હું બેકરી ની વાનગીઓ બહુ નથી બનાવતી. પણ આ વખતે કુકપેડ ના ૬ બર્થડે માં એક વાર ટ્રાઇ કરવાનું મન થયું. એટલે મેં બનાવી આલ્મન્ડ કૂકીઝ. મેં એમાં મેંદો યુસ નથી કર્યો. જેથી થોડી વધુ ક્રિસ્પી બની છે. Bansi Thaker -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
-
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
મેં આ રેસિપી @Amit_cook_1410 ભાઈ પાસેથી શીખી. થોડા ઘણા ફેરફાર કરી મેં પણ રસ મલાઈ બનાવવી. ખુબ જ સરસ બની. પહેલી વાર ટ્રાય કરી હતી. થેન્ક્યુ સો મચ ભાઈ. thakkarmansi -
કોકોનટ નાનખટાઈ
#ઇબુક#Day1તમે પણ બનાવવા કોકોનટ નાન ખટાઇ કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકને તે અતિ પ્રિય છે અને નાસ્તામાં પણ લઈ શકાય છે Mita Mer -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
#GA4#week9#maida#mithaiનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે Vidhi V Popat -
-
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
બેસન લાડુ (besan ladoo recipe in Gujarati)
#કૂકબુક તહેવાર ચાલુ થઈ ગયા છે. તહેવાર માં મિઠાઈ બનતી જ હોય છે. એકદમ ઓછાં ઘી માં અને ચાસણી વગર બનાવ્યા છે. પંદર દિવસ સુધી બગડતા નથી. જે સોફટ અને ટેસ્ટ માં બેસ્ટ બન્યા છે. Bina Mithani -
-
-
ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)
#માઇઇબુક#ઉપવાસ આ નાનખટાઈ ઓછા અને ઘરમાં મળી રહે તેવા ઘટકોથી,ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે.સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે..... Bhagyashree Yash -
નાનખટાઈ કેક (Nankhatai Cake Recipe In Gujarati)
આ કેક વધેલી નાનખટાઈ માંથી બનાવેલી છે. બીસ્કીટ માંથી તો બને જ છે. પણ નાનખટાઈ માથી..... પણ ખુબ જ સરસ બની. 👌👌👌🍰🍰🍰😋😋😋 Buddhadev Reena -
વ્હીટ-વોલ્નટ નાનખટાઈ
#ઇબુક#Day22નાનખટાઈ એ ખાસ કરીને દિવાળીના પર્વ માં બને છે.નાનખટાઈ એ શોર્ટ બ્રેડ બિસ્કીટ ની આઇટમ છે.પર્સિયન શબ્દ માંથી..નાન એટલે બ્રેડ..ખટાઈ એટલે બિસ્કીટ .. થી નાનખટાઈ શબ્દ બનો છે.સાદી ઈલાયચી નાનખટાઈ, કેસર નાનખટાઈ,વીઈટ- અલ્મોન્ડ, બટરસ્કોચ નાનખટાઈ, ચોકલેટ નાનખટાઈ.... વગેરે વેરાયટી માં બનાવય છે.હવે બનાવો અને માણો સ્વાદિષ્ટ, પૌષ્ટિક.. વીઇટ-વોલ્નટ નાનખટાઈ (ઘઉં અને અખરોટ નાનખટાઈ) નો સ્વાદ. Jasmin Motta _ #BeingMotta -
નાનખટાઈ
#દિવાળીદિવાળી ના તેહવાર દરમિયાન ઘર માં જાત જાત ના અને ભાત ભાત ના મિષ્ટાન્ન અને ફરસાણ બનતા હોય છે. આ સરળ અને સ્વાદિષ્ટ નાનખટાઈ તમે બનાવી ને તમારા મેહમાન ને નાસ્તા માં સર્વ કરી શકો છો. નાનખટાઈ ને ક્રંચી અને ક્રિસ્પી બનાવવા માટે મે રવા નો ઉપયોગ કર્યો છે તથા તેનો સારો કલર આવે તે માટે મે તેમાં ચણા નો લોટ પણ ઉમેર્યો છે. Anjali Kataria Paradva -
મિક્સ ફ્રુટ શીખંડ
આજે રામનવમી ના ઉપવાસ માટે શીખંડ બનાવ્યો છે જેમાં મિક્સ ફ્રુટ્સ, ડ્રાય ફ્રુટ્સ નો અને ઈલાયચી પાઉડર તથા કેસર દૂધમાં પલાળી નાંખી રેડી કર્યો છે.. ખૂબ જ ટેસ્ટી બન્યો છે.અહીં તમે તમારી પસંદ નાં કોઈ પણ ફ્રુટ્સ ઉમેરી શકો છો. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (3)