એવરગ્રીન નાનખટાઈ

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#મૈંદા
નાનખટાઈ મેંદા માંથી બનતી અને સૌં ની મનપસંદ અને ગમે ત્યારે ખાઈ શકો એવી .. હવે તો નાનખટાઈ માં ખુબજ વિવિધતા આવી ગઈ છે પણ જે ઓરીજનલ રેસીપી છે એ નાનખટાઈ ની વાતજ કઈ ઓર છે તો જૂની અને જાણીતી નાનખટાઈ ની રેસિપી શેર કરું છું આ માપ થી બનાવશો તો પરફેક્ટ નાનખટાઈ બનશે ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 18 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપઘી
  3. 1/4 કપબેસન
  4. 1 ચમચીરવો
  5. 1/3 કપદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

15 થી 18 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બોલ માં ઘી લઈને બરાબર હેન્ડ બિટર થી ફેટી લેવું કલર ચેન્જ થાય ત્યાં સુધી ફેટી લેવું ખાંડ નાખીને ફરી બિટર થી ફેટી લેવું ક્રીમ જેવું થઇ જવું જોઈએ

  2. 2

    પછી એમાં બેસન મેંદો ને રવો નાખીને હળવા હાથે મિક્સ કરીને લોટ બાંધી લેવો ને લોટને ઢાંકીને 1/2 કલાક માટે ફ્રિજ માં મુકો

  3. 3

    1/2 કલાક પછી તમને જે સાઈઝ માં નાનખટાઈ જોઈએ તે સાઈઝ ના બોલ બનાવીને ક્રોસ માં કાપા પાડીને ગ્રીસ કરેલી ટ્રે માં મૂકી પ્રિહિટ ઓવન માં 150 ડિગ્રી પર 12 થી 15 મિનિટ માટે બેક કરી લો.. ઠંડી પડે એરટાઈટ ડબ્બા માં મૂકી મન થાય ત્યારે ખાવો..

  4. 4

    નોંધ - મીઠાસ તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes