આથેલાં આદુ-મરચાં

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#cookpadIndia
#cookpadGujarati
#AthelaAdu-Marcharecip
#આથેલાંઆદુ-મરચાં
રાઈ ચઢાવેલા મરચાં તો બધાં ને પસંદ હોય જ છે પણ આજે ૧૫ મિનિટ માં જ બની જાય એવા આથેલાં આદુ-મરચાં ની રેસીપી બનાવી....ખૂબ જ સરસ ...એકવાર અચૂક બનાવજો..
મીઠું અને હીંગ આથેલ આદુ-મરચાં ને સાચવવા મદદ કરે છે..(પ્રિઝરવેટીવ).

આથેલાં આદુ-મરચાં

#cookpadIndia
#cookpadGujarati
#AthelaAdu-Marcharecip
#આથેલાંઆદુ-મરચાં
રાઈ ચઢાવેલા મરચાં તો બધાં ને પસંદ હોય જ છે પણ આજે ૧૫ મિનિટ માં જ બની જાય એવા આથેલાં આદુ-મરચાં ની રેસીપી બનાવી....ખૂબ જ સરસ ...એકવાર અચૂક બનાવજો..
મીઠું અને હીંગ આથેલ આદુ-મરચાં ને સાચવવા મદદ કરે છે..(પ્રિઝરવેટીવ).

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વીક કે મહિનો
  1. ૧૫૦ ગ્રામ - લીલાં મરચાં
  2. ૧૦૦ ગ્રામ - આદુ
  3. ૧ ચમચી- મીઠું
  4. ૧/૪ કપ - રાઈ ના કૂરિયા
  5. ૧/૪ કપ કરતાં અડધાં - મેથી ના કૂરિયા
  6. ૧\૨ચમચી - હળદર પાઉડર
  7. ૧\૨ નાની ચમચી - હીંગ
  8. ૩ ચમચી- તેલ
  9. ૧ નંગ- લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    □સૌપ્રથમ લીલાં મરચાં અને આદુ ને પાણી થી ધોઈ લો.
    □ઘટકો એકત્રિત કરી લો.
    □ લીલાં મરચાં ના ડીંટડા અને બીજ તથા અંદર થી સફેદ નસ કાઢી નાના સમારી લો...આદુ ને છોલી ને ઝીણાં સમારી લો.
    □બાઉલ માં લીલાં મરચાં અને આદુ ના કરેલાં કટકા સાથે મીઠું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો ને ૧૫ મિનિટ માટે ઢાંકણ ઢાંકી ને રાખો.

  2. 2

    આદુ-મરચાં માં થી પાણી છૂટ્યું હશે,બીજા બાઉલમાં ગરણી રાખી ને આદુ-મરચાં ને ગરણી માં નિતારી લો....પછી નિતારેલ આદુ-મરચાં ને કોરા બાઉલમાં કાઢી લો.

  3. 3

    મિક્ષચર જાર માં રાઈ-મેથી ના કૂરીયા ને સહેજ પીસી લો.
    પીસેલાં આદુ-મરચાં માં આ પાઉડર, હીંગ, હળદર અને તેલ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.

  4. 4
  5. 5

    બસ છેલ્લે લીંબુ નો રસ ઉમેરી ને સરસ હલાવી લો.
    એરટાઈટ બરણી માં ભરી ને ૮-૧૦ દિવસ સુધી બહાર અને ફ્રિજ માં ૩૦ દિવસ સારા રહે છે..
    થેપલાં,ભાખરી,દાળ-ભાત સાથે પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

Similar Recipes