ગુંદાનું શાક

#SSM
"સુપર સમર મીલ્સ"
ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વળી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે.
ગુંદાનું શાક
#SSM
"સુપર સમર મીલ્સ"
ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વળી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદાને ધોઈને વરાળ માં 80℅ બાફી લો. પછી ઠંડા થાય એટલે ઠળિયા કાઢી મીઠું વડે ચીકાશ કાઢી લો.
- 2
હવે ગુંદામાં ભરવા માટે નો મસાલો તૈયાર કરી લો. બધું બરાબર મિક્સ કરી ગુંદામાં ભરી લો. વધેલો મસાલો અને છાસ તૈયાર રાખો. કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું તથા હીંગનો વઘાર કરો.
- 3
હવે ગુંદા નાંખી હળવા હાથે અથવા ઉછાળીને સાંતળો. વધેલો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. હવે છાસ નાંખી હલાવી ને 5 મિનિટ ઢાંકી થવા દો.
- 4
ઢાંકણ ખોલી ચેક કરી લો. તેલ છુટું પડી ગયું છે તો ગેસ બંધ કરી ગરમાગરમ ગુંદાનાં શાકને રોટલી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વડી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Vidhi V Popat -
ગુંદા નું ગ્રેવી વાળું શાક (Gunda Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા એ આપણા શરીર ને તાકતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને "ભારતીય ચેરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંદા નું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતી માં તેને "ગુંદા" કહેવાય છે અને હિન્દી માં તેને "લસોડા" કહેવાય છે. ગુંદા કેલ્સિયમ અને ફૉસ્ફરસ થી ભરપુર હોય છે. ગુંદા ના સેવન થી હાડકા તો મજબૂત બને છે. પરંતુ મગજ નો વિકાસ પણ થાય છે અને શરીર માં લોહી ની ઊણપ પણ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે પરંતુ પાકા ગુંદા પણ એટલા જ મીઠા હોય છે. આજે મેં ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. જે રેસ્ટોરન્ટ ના પંજાબી શાક ને પણ ભુલાવી દે તેવું આ દેસી શાક એકદમ ચટાકેદાર ને મસાલેદાર શાહી રીતથી બનાવામાં આવ્યું છે. આ ગુંદા નું શાક મસાલા ભર્યા વિના નું આખા ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે..જે ગુંદા ના ભરેલા શાક જેવું જ બન્યું છે. Daxa Parmar -
ગુંદાનું ખાટું અથાણું (Gunda Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો મેં પણ મારા હોમ મેડ આચાર મસાલા નો ઉપયોગ કરીને આ ગુંદા ની ખાટું અથાણું બનાવ્યું છે... ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તમે ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Daxa Parmar -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
ભરેલા ગુંદાનું શાક
#RB3#SVC#Priti ચૈત્ર- વૈશાખ બેસે એટલે ભરપૂર અથાણાની સીઝન.એમાંયે ગુંદા હોય પછી પૂછવું જ શું ? ગુંદા તાસીરે ઠંડા વીટામીન અને ઉનાળામાં શાક ઓછા મળે ત્યારે શાક તરીકે ઉપયોગી બને છે.ગુંદાની સીઝન ચાલુ થાય અને અમારે ઘેર તેનું શાક બનાવવાનું શરૂ થાય.મેથીવાળુ,લોટવાળુ,શીંગ-ટોપરૂવાળું અલગ-અલગ.અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે.દાળ-ભાત,મગ-ભાત,કઢી-ભાત બધા સાથે ચાલે બીજું શાક બનાવવું ન પડે.એટલે હું આજે."ગુંદાનું શાક"ની રેશીપી લાવી છું. Smitaben R dave -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ (Instant Gunda Athanu Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુકાચી રાયતી ના અથાણા નો ફાયર વિના બનાવી શકાય છે. તો મેં આજે ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ બનાવ્યું. Sonal Modha -
બી-બટાકા નુ શાક
#SJRફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે Bhavini Kotak -
ઝુકીની અને સેવ નું શાક (Zucchini Sev Shak Recipe In Gujarati)
આ શાક રોટલા પરોઠા સાથે સરસ લાગે છે. શાક ને જમવા ટાઈમે જ બનાવવાનું. એક જ સીટી મા બની જાય છે. Sonal Modha -
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
#EB#week5#cookpad_guj આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવુ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બજાર માં ૨-૩ પ્રકાર ના વાલ મળતા હોય છે પણ અહી મેં લગ્ન મા વપરાતા રંગુન વાલ નો ઉપયોગ કરેલો છે. વાલ એ શરીર માટે ઘણાં હેલ્થી છે કારણકે તેમાં ઘણી એવી માત્રામાં પ્રોટીન રહેલા હોઈ છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ અન્ય શાકની સરખામણીએ બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગશે. આપ આ શાક આપના પરિવારજનો, બાળકો અને મિત્રો માટે પણ બનાવી શકો છો. ઉપરાંત આ શાકને ફક્ત રોટલી અને ભાત સાથે પણ સર્વ શકાય છે જેથી આ શાકની સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે. ગુજરાતી ઘરોમાં આ શાક સામાન્ય રીતે ઘણી વખત બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત ગુજરાતી રાંધણકલામાં ગોળ અને આંબલી નો ઉપયોગ તમામ રેસિપીમાં થતો હોવાથી આ શાકમાં પણ ગોળનો ઉપયોગ કરાયેલ છે. જેથી તેનો સ્વાદ વધુ ટેસ્ટફૂલ લાગે છે. Daxa Parmar -
ગાંઠિયાનું શાક
#બેસન/ચણા નો લોટ#cookpadgujaratiગાંઠિયા એક લોકપ્રિય ગુજરાતી નાસ્તા ની વાનગી છે. એમાં થી શાક બનાવો છે જે પણ લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
ગુંદા નું શાક
#EB#gundanushak#cookpad#cookpadgujarati#cookpadindia#goonberryઅત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળે છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનેછે. તે ખુબજ પૌષ્ટિક હોય છે. Priyanka Chirayu Oza -
મેથી બટાકા નું શાક (Methi Batata nu Shak recipe in Gujarati)
#MW4#વિન્ટર શાક રેસિપી#મેથી ભાજી નું શાક#શિયાળા ની ઋતુ માં બજાર માં લીલી ભાજી ના ઢગલા દેખાય છે. તાજી ભાજી મળતી હોય ત્યારે ભોજન માં વધુ માં વધુ ઉપયોગ કરવો જોઈએ. મેથી ની ભાજી સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ફાયદાકારક છે. સિમ્પલ મસાલા થી આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાઠિયાવાડી ગુવાર બટાકાનું શાક (Kathiyavadi Cluster Beans Bataka Shak Recipe In Gujarati)
#EB#week5 ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં અજમાં નો વઘાર કરવામાં આવે છે.... અને ટેસ્ટ પણ સારો આવે છે... મેં અહીં આ ગુવાર બટાકા નું શાક કાઠિયાવાડી સ્ટાઈલ માં લસણ લાલ મરચાં ની ચટણી ઉમેરીને એકદમ ચટાકેદાર શાક બનાવવામા આવ્યુ છે. Daxa Parmar -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળતા હોય છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી એનું શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનતા હોય છે. મેં શાક બનાવ્યું છે. તો હું એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
-
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#APRગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે તેમાં જુના ખાટા અથાણાનો બચી ગયેલો સંભાર ઉમેરવામાં આવે છે જેથી અથાણામાં કેરીની ખટાશ સારી ચડી જાયઅને જૂના અથાણા નો સંભાર પણ વપરાય જાય અને નવું ઇન્સાન ગુંદાનું અથાણું બની જાય તો આમ સ્વાદિષ્ટ ગુંદા નું તાજું અથાણું બનાવી શકાય છે જે ની રેસીપી અત્યારે શેર કરું છું Dips -
ભરેલા ગુંદાનું શાક(Bharela gunda nu shak recipe in gujarati)
#GA4 #Week12અમને આ શાક બહુ જ ભાવે છે આમતો summar મા જ આ આવે પણ મારા મિસ્ટર આજે વળી ગુંદા લઈ આવિયા છે તો મે આજે જ આ શાક બનાવ્યું છે Pina Mandaliya -
કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક
#SSM#સુપર સમર મીલ્સકાઠિયાવાડમાં આખી ડુંગળીનું શાક ખૂબ ફેમસ છે. આખી ડુંગળીનું શાક ખાવાની બહુ મજા આવે છે. આ શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આમ, તમે આ રીતે આખી ડુંગળીનું શાક બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને સાથે રેસ્ટોરન્ટ જેવું ચટાકેદાર બનશે. આખી ડુંગળીનું શાક બનાવવા માટે તમે બજારમાંથી બને ત્યાં સુધી નાની લાવો અને પછી શાક બનાવો. ડુંગળીના કટકા કરીને શાક બનાવશો તો ખાવાની મજા આવે નહીં. આ માટે બને ત્યાં સુધી ડુંગળી આખી લો. ઉનાળામાં જ્યારે સાંજે જમવામાં શું બનાવવું એ પ્રશ્ન થાય ત્યારે આ રીતે ઘરે જ બનાવો આખી ડુંગળીનું શાક. મજા જ પડી જશે... Dr. Pushpa Dixit -
મેથી ગાંઠિયાનું શાક
આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ Khushbu Sonpal -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
આપણે ગુંદાનું અથાણું એવો તો ઘણી વાર સાભળ્યું હશે પણ ગુંદાનું શાક મેં પણ જયારે મારા મમ્મી (સાસુ) પાસે પહેલી વાર સાંભળ્યું કે ગુંદાનું પણ શાક બને ત્યારે એમને કીધું કે હા બને મેં કીધું કે એતો કેટલા ચીકણા હોય અને એના ઠળિયા કેવી રીતે નીકળે તો એમણે મને એની ટ્રીક પણ શીખવાડી અને શાક બનાવતા પણ શીખવાડ્યું આ શાક મારુ ફેવરિટ છે હું સીઝન માં 2/3 વાર બનાવું છું આ શાક નો શ્રય મારા મમ્મી(સાસુમા)ને ફાળે જાય છે તો ચાલો બનાવીએ ભરેલાં ગુંદાનું શાક Tejal Vashi -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek2 ગુંદા હાડકા માટે તેમજ સાંધાના દુઃખાવા માટે ઘણા જ ફાયદાકારક છે....ડાયાબીટીસ માટે ગુંદા ઉત્તમ ઔષધિ છે...તેમાં રહેલી ચીકાશ અતિ ગુણકારી છે...તેનું અથાણું તેમજ શાક ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
પંજાબી બુંદી રાયતા
#SSMનોર્થ ઈન્ડિયા નું ફેવરેટ અકંપનીમેન્ટ . અમારા ઘરે આ રાઇતું રેગ્યુલરલી બનતું હોય છે એમાં પણ છોલે - પૂરી સાથે તો ખાસ. Bina Samir Telivala -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
બટાકા ની ચીપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindiaબટાકા બધા ને પ્રિય હોય છે અને અમારા ઘરે આ શાક બનતું હોય છે જે ઝટપટ બની પણ જાય છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (5)