થેપલા-કેળા ના રોલ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

રોટલી ને બદલે , નવીન વાનગી થેપલા અથવા ગુજ્જુ ના તીખા મેથી ભાજી ના પરાઠાનું બાહ્ય પડ ની જેમ વાપરી ને આ વાનગી બનાવાય છે. પડ ની અંદર ટમેટા નો સૌસ ને બદલે છૂંદો અથવા ગુજ્જુ વિશેષ અથાણું પાથરી, કાચા કેળા-વટાણા ની પટ્ટીસ મુકાય છે.

થેપલા-કેળા ના રોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રોટલી ને બદલે , નવીન વાનગી થેપલા અથવા ગુજ્જુ ના તીખા મેથી ભાજી ના પરાઠાનું બાહ્ય પડ ની જેમ વાપરી ને આ વાનગી બનાવાય છે. પડ ની અંદર ટમેટા નો સૌસ ને બદલે છૂંદો અથવા ગુજ્જુ વિશેષ અથાણું પાથરી, કાચા કેળા-વટાણા ની પટ્ટીસ મુકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૩ જણ માટે
  1. બહાર ના પડ માટે થેપલા બનાવા માટે (૧૨ થેપલા)
  2. ૧ કપ ઘઉં નો લોટ
  3. ૧/૪ કપ કસૂરી મેથી ના પત્તા
  4. ૨ ચમચા વાટેલા આદુ-લીલા મરચાં
  5. ૧/૪ ચમચી હળદર
  6. ૧ ચમચો લાલ મરચાં ની ભૂકી
  7. ૧ ચમચો ધાણા જીરું નો ભૂકો
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. ૧ ચમચો સફેદ તલ
  10. ૨ ચમચા તેલ
  11. જરૂર મુજબ લોટ બાંધવા દહીં
  12. જરૂર મુજબ શેકવા માટે તેલ
  13. ભરવા માટે ની પટ્ટીસ
  14. 1બાફેલા કાચા કેળા
  15. ૧/૪ કપ તાજા વટાણા બાફેલા
  16. ૨ ચમચા સુધારેલી કોથમીર
  17. વઘાર માટે
  18. ૧/૪ ચમચી અડદ ની દાળ
  19. ૧/૨ ચમચી રાઈ ને જીરું
  20. ૧ ચમચો વાટેલા આદુ-લીલા મરચાં
  21. '૧/૨ લીંબુ નો રસ
  22. ૧ ચમચી ખાંડ
  23. સ્વાદાનુસાર મીઠું
  24. થેપલા પર ચોપડવા માટે
  25. ૩ ચમચા છૂંદો
  26. થોડા ટુકડા સુધારણા ભોલર મરચાં / કેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં બધીજ થેપલા ની સામગ્રી ભેગી કરો, સિવાય દહીં.

  2. 2

    હવે દહીં થી પરાઠા જેવી કણેક બાંધી લો. ૧૦ મિનિટ માટે બાજુ પાર ઢાંકી ને મૂકી દો.

  3. 3

    કાચા કેળા - વટાણા ની પટ્ટીસ બનાવા માટે

  4. 4

    બાફેલા કાચા કેળા ને જીણા ટુકડા સમારી લો. એક નોન સ્ટિક પૅન માં તેલ માં અડદ ની દાળ, રાઈ ને જીરું ફોડો. ફૂટે એટલે તેમાં વાટેલા આદુ-લીલા મરચાં ઉમેરી ૧૫ સેકન્ડ સાંતળી લો. પછી બાફેલા કાચા કેળા ને વટાણા ઉમેરો. તેમાં સમારેલી કોથમીર, મીઠું, ખાંડ, લીંબુ નો રસ નાખી બધું ણાલાવી લેવું. હલાવતી વખતે થોડું દબાવી દેવું જેથી બધું એકરસ થઇ જાય.

  5. 5

    આ મિશ્રણ ઠંડુ થયા બાદ તેનેઅ ૩ ભાગ કરવા. દરેક ભાગ માં થી ૩" ની લાંબી પટ્ટીસ બનાવો. તાવી પાર થોડું તેલ મૂકી ને આ પટ્ટીસ ને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. (અહીંયા ૩ પટ્ટીસ ની રીત આપી છે, તમારે જેટલી જોઈએ ટેલી તૈયાર કરી લો).

  6. 6

    હવે થેપલા ના લોટ ને ચિકવી ને લુઆ પાડો. તેમાં થી ૪" ના ગોળ થેપલા વાણી લો. એવીજ રીતે ૨ થેપલા બીજા બનાવી લો.

  7. 7

    તાવી પર આ ૩ થેપલા ને શેકી લો.

  8. 8

    થેપલા કેળા ના રોલ ને બનાવા માટે

  9. 9

    ગરમ થેપલા પર ૧ ચમચો છૂંદો પાથરો...જેમ દર્શાવ્યું che

  10. 10

    વચ્ચે થોડા કેપ્સિકમ ના ટુકડા પાથરો...જેમ દર્શાવ્યું છે

  11. 11

    તેની ઉપર ગરમ કેળા-વટાણા ની પટ્ટીસ મૂક...જેમ દર્શાવ્યું છે.

  12. 12

    હવે થેપલા ને બંને બાજુ થી રોલ વાળી દો ને સળી ભેરવી દો જેથી રોલ ખુલી ના જાય. આવીજ રીતે બીજા રોલ તૈયાર કરી લો.

  13. 13

    માણો આ નવીન ને સ્વાદિષ્ટ એવી પૌષ્ટિક વાનગી ટપલા-કેળા ના રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes