અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#વિકમીલ૧
પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે.

અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)

#વિકમીલ૧
પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપખાટા ઢોકળા નું લોટ
  2. ૧/૨ કપખાટું દહીં
  3. ૧ ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  4. ૧ ચપટીહિંગ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  7. ૧/૨ ટી સ્પૂનખાવાનો સોડા
  8. લાલ મરચું પાઉડર ઢોકળા પર ભભરાવા માટે
  9. કેરી નો છુંદો ઢોકળા પર પાથરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળા નું લોટ માં દહીં અને જરુરીયાત મુજબ પાણી નાખીને સાધારણ ઘટ્ટ ખીરું પલાળવું.આ ખીરું ને ૭-૮ કલાક આથો લાવવા માટે ઢાંકી ને ગરમ જગ્યાએ મુકવું.

  2. 2

    ઢોકળા બનાવતી વખતે..આથો આવેલા ખીરા માં આદુ મરચાં ની પેસ્ટ મીઠું, હીંગ નાખી ને મિક્સ કરો. તેલ અને સોડા નાખી ને ફેટી ને તેલ લગાડેલી થાળીમાં પાથરી, એના ઉપર લાલ મરચું પાઉડર ભભરાવો.

  3. 3

    ૨૦-૨૫ મિનિટ ઢોકળા બાફવા.

  4. 4

    જરાક ઠંડા થાય એટલે ચટાકેદાર કેરી નો છુંદો પાથરી તેના કાપા પાડી, સર્વ કરો.

  5. 5

    સ્વાદિષ્ટ અચારી ઢોકળા નું સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (48)

ZMA
ZMA @zesty5
Is this Dhokla dear? It looks so good

Similar Recipes