સમોસા (Samosa Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week21
સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે.

સમોસા (Samosa Recipe In Gujarati)

#GA4
#Week21
સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3 વ્યક્તિ
  1. સમોસા ના પડ માટે :-
  2. 250 ગ્રામમેંદો
  3. 2 સ્પૂનદેશી ઘી
  4. 2 સ્પૂનતેલ
  5. 1 સ્પૂનઅજમો
  6. 1 સ્પૂનમીઠું
  7. 1 વાટકીપાણી
  8. સ્ટફિંગ માટે :-
  9. 5 નંગબાફેલા બટાકા
  10. 1 વાટકીફ્રેશ ફોલેલા લીલા વટાણા
  11. 250 ગ્રામતેલ
  12. 1 સ્પૂનહિંગ
  13. 1 સ્પૂનઅધકચરું વાટેલું જીરું
  14. 2 સ્પૂનઅધકચરા વાટેલા ધાણા
  15. 1 સ્પૂનવરિયાળી
  16. 1 સ્પૂનઆદુ ની પેસ્ટ
  17. 1 સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  18. 1 સ્પૂનમરચું પાઉડર
  19. 1 સ્પૂનહળદર
  20. 1 સ્પૂનમીઠું
  21. 2 સ્પૂનગરમ મસાલો
  22. 1 સ્પૂનદળેલી ખાંડ
  23. 1લીંબુ નો રસ
  24. 2 સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પહેલા બટાકા ને મેશ કરી માવો બનાવી લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી પેન માં તેલ મૂકી હિંગ,જીરું,ધાણા, વરિયાળી, આદુ,મરચાં ની પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો.પછીવટાણા, બટેટાનો માવો, મરચાં પાઉડર, હળદર મીઠું,ગરમમસાલો, ખાંડ, લીંબુનોરસ, કોથમીર, ઉમેરી ને એકસરખું મિક્સ કરી ને ઢાંકી ને 5 મિનિટ ચડવા દો.અને મસાલો ઠંડો પડવા દો.

  3. 3

    હવે મેંદા ના લોટ ને ચાળી ને ઘી, તેલનું મોણ, અજમો, મીઠું, નાખી મુઠી પડે એવું મોણ ભેળવીને પછી જ પાણી નાખી કઠણ લોટ બાંધવો. અને 30 મિનિટ લોટ ડીશ ઢાંકી ને રાખી દો.

  4. 4

    હવે લોટ ના એકસરખા લુવા કરી મીડીયમ સાઈઝ ની રોટલી વણી વચ્ચે થી કટ કરી કિનારી એ પાણી લગાડીને કોન જેવો શેપ આપી દો. (આ માપમાં 12 સમોસા બનશે.)

  5. 5

    હવે સમોસામાં આપણે બનાવેલો મસાલો ભરીને કિનારીએ પાણી લગાડી સમોસા ને પેક કરી દો. આજ રીતે બધા સમોસા બનાવી લો.

  6. 6

    હવે ગેસ ચાલુ કરી પેન માં તેલ મૂકો. (તેલ બહુ ગરમ નહી થવા દેવાનું.) અને બધા સમોસા ધીમા તાપે બ્રાઉન કલર ના તળી લો.

  7. 7

    તૈયાર છે આપણા સમોસા..ગરમા- ગરમ સમોસા આંબલી ની ચટણી, ગ્રીન ચટણી, અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes