તુવેર દાળ બૉમ્બ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

દરરોજ એક ની એક દાળ ખાઈને કંટાળો આવે તો આ જરૂરથી બનાવજો. છોકરાઓ તો ખૂબ ખુશ થઈ જશે.

તુવેર દાળ બૉમ્બ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

દરરોજ એક ની એક દાળ ખાઈને કંટાળો આવે તો આ જરૂરથી બનાવજો. છોકરાઓ તો ખૂબ ખુશ થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૧ કપ બાફેલી તુવેર દાળ
  2. ૩/૪ કપ રાંધેલો ભાત
  3. ૧/૨ નાની ચમચી જીરું
  4. ૧ નાની ચમચી આદુ - લસણની પેસ્ટ
  5. ૧ મોટી ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  6. ૧/૪ નાની ચમચી હીંગ
  7. ૧/૪ નાની ચમચી હળદર
  8. ૪ થી ૫ કઢી લીમડાના પાન
  9. ૮ થી ૧૦ ચોરસ ટુકડા મોઝરેલા ચીઝ
  10. ૧/૪ કપ ઝીણા કાપેલા શાકભાજી (કેપ્સીકમ, કાંદા,ગાજર વગેરે)
  11. ૧/૪ કપ કોર્નફલોર ની સ્લરી
  12. ૧/૨ કપ બ્રેડ ક્રમ્સ
  13. ૨ કપ તેલ (તળવા માટે)
  14. ૧ મોટી ચમચી તેલ
  15. ૨ મોટી ચમચી કોથમીર
  16. ૨ મોટી ચમચી લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક પેણીમાં ૧ મોટી ચમચી તેલ લેવું. તેમાં જીરું અને કઢી લીમડો નાંખવો. પછી તેમાં હીંગ, આદુ - લસણ ની પેસ્ટ અને લીલાં મરચાં ની પેસ્ટ સાંતળવી.

  2. 2

    પછી તેમાં બાફેલી દાળ, હળદર અને મીઠું નાંખીને ૫ થી ૭ મિનિટ સાંતરવું. દાળ પેણી ની ધાર છોડી દે એટલે ગેસ બંધ કરીને તેને બીજા વાસણ માં કાઢી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં રાંધેલો ભાત, કાપેલા શાકભાજી, કોથમીર અને લીલું લસણ નાંખીને બરાબર મિક્ષ કરવું.

  4. 4

    હવે આ મિશ્રણમાંથી ૨ ચમચી મિશ્રણ હથેળીમાં થેપી લેવું. વરચે મોઝરેલા ચીઝનો ટુકડો મૂકીને ગોળો વાળી દેવો. (પેટીસ ની જેમ) આ રીતે બધા ગોળા તૈયાર કરી દેવા.

  5. 5

    આ ગોળાને પહેલા કોર્નફલોર ની સ્લરીમાં ડૂબાળવા અને પછી બ્રેડ ક્રમ્સમાં રગદોળી દેવા. ફરી આજ રીતને રિપીટ કરવી. આ રીતે બધા ગોળા તૈયાર કરી દેવા.

  6. 6

    આ ગોળાને ૨૦ મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવા.

  7. 7

    ગરમ તેલમાં ગોળા તળી લેવા.

  8. 8

    ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes