લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#KS1
#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે.

લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)

#KS1
#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
૨૦-૨૪ ઢેકરા
  1. ૧/૨ કપ+ ૨ ટેબલ ચમચી લીલી તુવેર ના દાણા
  2. ૨ નાની ચમચી તેલ
  3. ૧/૪ નાની ચમચી હળદર
  4. ૧/૪ નાની ચમચી મીઠું
  5. ૪ તીખા લીલા મરચા
  6. ૧" આદુ
  7. ૧ અને ૧/૨ કપ પાણી
  8. ૨ નાની ચમચી મીઠું
  9. ૧/૪ નાની ચમચી હિંગ
  10. ૧/૪ નાની ચમચી હળદર
  11. ૨ મોટી ચમચી તેલ
  12. ૨ મોટી ચમચી તલ
  13. ૨ મોટી ચમચી ઝીણું સમારેલું લીલું લસણ
  14. ૩ મોટી ચમચી ઝીણો સમારેલો ગોળ
  15. ૧/૨ કપ ચોખા નો લોટ
  16. ૧/૨ કપ જુવાર નો લોટ
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    એક નાના કૂકર મા ૨ નાની ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં અડધો કપ તુવેર ના દાણા, ૧/૪ નાની ચમચી હળદર, ૧/૪ નાની ચમચી મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરી ૨ સીટી વગાડી બાફી લો.

  2. 2

    કૂકર થાય ત્યારે એક બાજુ મિક્સી ના જાર માં આદુ, મરચા અને ૨ મોટી ચમચી તુવેર ના કાચા દાણા અધકચરા વાટી લો.

  3. 3

    ગેસ ઉપર એક જાડા તળિયાવાળા વાસણમાં 1-1/2 કપ પાણી ગરમ કરવા મૂકો. એમાં વાટેલા આદુ, મરચા અને દાણા, લીલું લસણ, ૨ મોટી ચમચી તેલ, તલ,હળદર, હિંગ, મીઠું, ગોળ અને તુવેર ના બાફેલા દાણા ઉમેરી ૫ મિનિટ પાણી ઉકાળી લો.

  4. 4

    હવે ગેસ ધીમો કરી, ચોખા અને જુવાર નો લોટ ઉમેરી, વેલણ થી મિક્સ કરી લો.

  5. 5

    એક પ્લેટ મા લોટ કાઢી લો. થોડો ઠંડો થાય એટલે તેલ વાળા હાથે મસળી લો. એક સરખા ગોળા બનાવી, બરાબર મસળી ચપટા કરી લો.

  6. 6

    એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે સોનેરી ઢેકરા તળી લો.

  7. 7

    ગરમ ગરમ સ્વાદિષ્ટ, મસાલેદાર ઢેકરા ચ્હા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes