પુરણ પૂરી વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1કપ ચણા ની દાળ ધોઈને પલાળેલી
  2. 2કપ પાણી
  3. 1& 1/4 કપ ગોળ
  4. 2મોટી ચમચી ઝીણું છીણેલું લીલું કોપરું
  5. 1નાની ચમચી ઇલાયચી અને જાયફળ નો પાઉડર
  6. વડા ની પરત માટે:
  7. 1/2કપ ઘઉં નો લોટ
  8. 1/2નાની ચમચી મીઠું
  9. 2મોટા ચમચા ચોખા નો લોટ
  10. પાણી જરૂર મુજબ જાડું ખીરું બનાવા
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચણા ની દાળ માં પાણી ઉમેરીને પ્રેશર પેન માં મૂકી 2 સિટી વગાડીને 10-15 મિનિટ માટે ધીમાં તાપે ચડવા દો.

  2. 2

    દાળ માં પાણી વધિયું હોઈ તો એ કાઢી લો અને એમાં ગોળ ઉમેરી દો.

  3. 3

    થોડું આ મિશ્રણને કૂક કરી લો પછી ઠંડું કરી મિક્સચર માં પીસી લો. હવે આ મિશ્રણને એક નોન સ્ટિક પેન માં લઇ લો અને કોપરા નું છીણ ઉમેરીને બરાબર ચડવા દો.

  4. 4

    મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરી ને એમાં ઈલાયચી અને જાયફળ નો પાઉડર નાંખી દો.

  5. 5

    હવે મિશ્રણ નાં ગોળાં વાળી લો.

  6. 6

    હવે વડા ની પરત માટે ની બધી સામગ્રી મિક્સ કરીને જાડું ખીરું બનાવી લો.

  7. 7

    તૈયાર ચણા ની દાળ ના ગોળાં ને ખીરું માં ડુબાડીને ગરમ તેલમાં તળી લો. આ વડા ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes