થાવલ અડઈ અને સૂૂસીયાન

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#સાઉથ

થાવલ અડઈ એ તાનજોર ના ખુબજ પ્રખ્યાત વડા છે. આ વડા ખૂબ ક્રિસ્પી અને પોષક હોય છે. નાળિયેરના નાના નાના ટુકડા મોંઢા માં આવે ત્યારે ખૂબ સરસ લાગે છે!
સૂસીયાન એ એક મીઠી વાનગી છે જે પુરાણોપોલી જેવી જ છે. તે મેંદા ના ખીરા માં ડુબાડી ને તળેલું હોઈ છે.

થાવલ અડઈ અને સૂૂસીયાન

2 કમેન્ટ્સ કરેલ છે

#સાઉથ

થાવલ અડઈ એ તાનજોર ના ખુબજ પ્રખ્યાત વડા છે. આ વડા ખૂબ ક્રિસ્પી અને પોષક હોય છે. નાળિયેરના નાના નાના ટુકડા મોંઢા માં આવે ત્યારે ખૂબ સરસ લાગે છે!
સૂસીયાન એ એક મીઠી વાનગી છે જે પુરાણોપોલી જેવી જ છે. તે મેંદા ના ખીરા માં ડુબાડી ને તળેલું હોઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 સર્વિંગ્સ
  1. થાવલ અડઈ માટે:
  2. 3/4કપ ઇડલી રવો
  3. 1/2કપ મગ ની દાળ ધોઈને પલાળેલી
  4. 1/2કપ અડદ ની દાળ ધોઈને પલાળેલી
  5. 1/4કપ તુવેર ની દાળ ધોઈને પલાળેલી
  6. 1/4કપ ચણા ની દાળ ધોઈને પલાળેલી
  7. 4મોટી ચમચી ઝીણું સમારેલું લીલું નારિયેળ
  8. 1/4કપ સમારેલા લીલા ધાણા
  9. 5લીલા મરચાં
  10. 1" આદુનો ટુકડો
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. તેલ તળવા માટે
  13. સુસીઆન માટે:
  14. 1કપ ચણા ની દાળ
  15. 2કપ પાણી
  16. 1&1/4 કપ ગોડ
  17. 2મોટી ચમચી ઝીણું ખમણેલું લીલું નારિયેળ
  18. 1નાની ચમચી એલચી જાયફળ નો પાવડર
  19. ઘી તળવા માટે
  20. ઉપર ની પરત માટે ખીરું-
  21. 1/2કપ મેંદો
  22. 1/2નાની ચમચી મીઠું
  23. 2મોટી ચમચી ચોખા નો લોટ
  24. પાણી જરૂર મુજબ ઘટ્ટ ખીરું બનાવા
  25. સાથે પીરસવા માટે:
  26. લીલા નારિયેળ ની ચટણી
  27. ટોમેટો કેટચપ
  28. મેંગો ડ્રીંક

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    થાવલ અડઈ માટે: તુવેર ની દાળ અને ચણાની દાળ ને એક સાથે પલાળો
    અન્ય બે દાળને અલગથી પલાળી લો.
    તેમને ઓછામાં ઓછા 3 કલાક પલાળવા દો.
    હવે અડદ ની દાળ, લીલા મરચા અને આદુને બારીક પેસ્ટ પીસવી.

  2. 2

    તુવેર અને ચણા ની દાળ ને થોડું દરદરુ પીસી લો. 2 મોટી ચમચી મગની દાળ કાઢી બાજુ માં રાખો, બાકી ની દાળ ની એકદમ સરસ રીતે પીસી લો.

  3. 3

    બધી દાળ જે દળી હતી એ એક વાસણમાં ભેગી કરી લો. એમાં બાકીની બધી સામગ્રીઓ ઉમેરી દો. બધું બરાબર મિલાવી લો.

  4. 4

    આ મિશ્રણને 4 કલાક માટે આથો આવા માટે મૂકી દો.

  5. 5

    4 કલાક પછી મિશ્રણ ને મેંદૂ વડા નો આકાર આપી તળી લો. આ અડઈ ને લીલા નારિયેળ ની ચટણી અને ટોમેટો કેટચપ સાથે પીરસી છે.

  6. 6

    સૂસીયાન માટે: ચણા ની દાળ માં પાણી ઉમેરીને પ્રેશર કૂકર માં 2 સીટી મારી ને 15 મિનિટ માટે ધીમા તાપે થવા દો.

  7. 7

    દાળ માં પાણી વધીયુ હોય તો તે કાઢી નાંખો અને મિક્સચર માં બરાબર પીસી લો.

  8. 8

    હવે એક નોન-સ્ટીક પેન માં મિશ્રણ ને કાઢી લો. એમાં ગોડ અને લીલું નારિયેળ ઉમેરી દો.

  9. 9

    આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો. ગૅસ બંધ કરીને એમાં એલચી ને જાયફળ નો પાવડર ઉમેરી દો અને બધું બરાબર મિલાવી લો.

  10. 10

    આ મિશ્રણ નાં ગોળા વાળી દો.

  11. 11

    મેંદા ના ખીરા ની બધી સામગ્રી એક બોલ માં મિલાવી લો.

  12. 12

    હવે તૈયાર ગોળા ને મેંદા ના ખીરા માં ડુબાડી મેં ઘી માં મધ્યમ તાપ ઉપર તળી લો. તૈયાર છે સૂસીયાન.

  13. 13

  14. 14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes