શાહી ટુકડા

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#Goldenapron
#post3
#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે.

શાહી ટુકડા

#Goldenapron
#post3
#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૪ વ્યક્તિ
  1. 7-8નંગ બ્રેડની સ્લાઈસ
  2. 1કપ મોળો માવો
  3. 4ટેબલસ્પૂન દળેલી ખાંડ
  4. ઘી તળવા માટે
  5. 2-3ટીંપા આેરેન્જ ખાવાનો કલર અને ઓરેન્જ એસેન્સ
  6. ચાસણી માટે-
  7. 1/2કપ ખાંડ
  8. પાણી (ખાંડ ડૂબે તેટલું)
  9. 1/4નાની ચમચી ઈલાયચી પાવડર
  10. કેસર (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌ પહેલા બ્રેડની સ્લાઈસમાંથી દિલ આકાર અને ગોળ આકારની સ્લાઈસ કટર વડે કાપો.

  2. 2

    એક કઢાઈમાં ઘી ગરમ કરી કાપેલી બ્રેડને ગુલાબી રંગ થાય ત્યાં સુધી ધીમી આંચે તળો.

  3. 3

    એક કઢાઈમાં માવો ધીમી આંચે શેકો અને છેલ્લે દળેલી ખાંડ, આેરેન્જ એસેન્સ અને ઓરેન્જ કલર ઉમેરી મીક્સ કરી ૨ મિનિટ પછી ગેસ બંધ કરી ઠંડુ પડવા દો.

  4. 4

    ઓરેન્જ માવામાંથી પોલિથીન પર થોડું ઘી લગાડીને રોટલો વણી તેમાંથી દિલ અને ગોળ આકારની સ્લાઈસ કટર વડે કાપી દો.

  5. 5

    એક તપેલીમાં ખાંડ અને પાણી ગરમ કરી ચાશની બનાવો. ગેસ બંધ કરી ચાશનીમાં કેસર અને ઈલાયચી પાવડર ઉમેરો.તળેલી બ્રેડ ની સ્લાઈસને તેમાં ડીપ(બોળીને) કરી એક ડીશમાં ગોઠવી દો.

  6. 6

    ચાશની વાળી બ્રેડની સ્લાઈસ પર કટ કરેલી માવાની સ્લાઈસ ગોઠવીને ઉપર પીસ્તાની કતરણથી સજાવીને પીરસો. તૈયાર છે શાહીટુકડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes