વેજીટેબલ રાઈસ સેવીયા

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ચોખા
બ્રેકફાસ્ટ માં બનાવો ઝટપટ ગરમ નાસ્તો.

વેજીટેબલ રાઈસ સેવીયા

#ચોખા
બ્રેકફાસ્ટ માં બનાવો ઝટપટ ગરમ નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઇન્સ્ટન્ટ રાઈસ સેવીયા (તૈયાર ઉપલબ્ધ)
  2. ૧/૨ કપ ઝીણા સમારેલા ગાજર, કેપ્સિકમ અને ટામેટાના ટુકડા
  3. ૨ ટેબલ સ્પૂન કાજુ ના ટુકડા
  4. ૧ ગ્લાસ પાણી
  5. ૨ ટેબલ સ્પૂન તેલ
  6. ૧ ટી સ્પૂન રાઈ જીરું
  7. ૧/૪ ટી સ્પૂન હળદર
  8. ૧ ટેબલ સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  9. ૧ ટી બુરું ખાંડ
  10. ૧/૨ લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી ઉકાળવું. ઇન્સ્ટન્ટ રાઈસ સેવીયા ને બોઉલ માં નાખી, અને ઉપર ગરમ પાણી નાખીને ૩ મિનિટ પલાળી રાખો અને પછી ચાળણીમાં કાઢીને નિતારી લો. બાફેલી સેવીયા ને બાજુ માં મૂકો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું નો વઘાર કરી તેમાં હળદર,આદુ મરચા ની પેસ્ટ ઉમેરવી અને સમારેલા ગાજર, કેપ્સિકમ અને ટામેટાના ટુકડા નાખી ને સાંતળવા.

  3. 3

    હવે એમાં બાફેલી સેવીયા નાખી ને, મીઠું, બુરું ખાંડ અને લીંબુનો રસ નાખી ને બરાબર મિક્ષ કરો અને ૨ મિનિટ કુક કરો. ગેસ બંધ કરવો.

  4. 4

    ગરમાગરમ સ્વાદિષ્ટ વેજીટેબલ રાઈસ સેવીયા ને બોઉલમાં નાખી ને ઝીણી સમારેલી કોથમીર છાંટી નેં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes