રસ, ત્રિકોણ પુરી, અને સુકીભાજી

Rachana Pathak
Rachana Pathak @cook_16926798

માં સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કેરી
  2. 1વાટકી ખાંડ
  3. 1 કપદુધ
  4. 1વાટકી ઘઉ નો લોટ
  5. 1 ચમચીમરચુ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરું
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 2 ચમચીઘઉં નો જાડો લોટ
  10. 1 ચમચીતેલ
  11. પાણી જરૂર પ્રમાણે
  12. તળવા માટે તેલ
  13. 1વાટકી બાફેલા બટેટા
  14. 1ટામેટું
  15. 2લીલા મરચાં
  16. 1 ચમચીકોથમીર
  17. 1 ચમચીમરચુ
  18. 1/2 ચમચીહળદર
  19. 1 ચમચીધાણાજીરું
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. 1 ચમચીખાંડ
  22. 1/4રાઈ
  23. 1/4જીરૂ
  24. 2 ચમચીતેલ
  25. વઘાર માટે લીમડા ના 3/4 પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ હાથ સાફ કરી કેરી ને પાણી થિ સાફ કરી લેવી,કેરી ની છાલ ઉતારી લેવી, કેરી ના નાના કટકા કરવા, ત્યારબાદ કેરી માં દૂધ અને ખાંડ ઉમેરવા પછી બ્લેલનડેર વડે ગ્રાઇન્ડ કરવું, અને હવે રસ ને તપેલી કાંઢી અને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દેેવુ

  2. 2

    1 વાસણ માં લોટ, જાડો લોટ,મસાલા, 1 ચમચી તેલ મીઠું સ્વાદ પ્રમાણે, અને જરૂર મૂજબ પાણી ઉમેરી લોટ બાંધવો, ત્યારબાદ થોડીવાર લોટ ને ઢાંકી રાખવો લોટ માંથી રોટલી ની માપ ના ગોઈના બનાવા અને રોટલી બનાવી અને ચાકુ થી ચાર કટકા કરવા એટલે ત્રિકોણ આકાર થઈ જશે,પછી તેલ ગરમ થઇ જાય એટલે તળીલેવી

  3. 3

    ભાજી બનાવા માટે બટેટા ને પાણી થઈ સાફ કરી કૂકર બાફી લેવા, બાટેટા બફાઈ જાય પછી છાલ ઉતારી કટકા કરી લેવા, હવે એક વાસણ માં તેલ ગરમ મૂકવું તેમાં તેલ ગરમ થઇ જાય પછી રાય ઉમેરવી, જીરું ઉમેરવુ લીમડાના પાન ઉમેરવા ટામેટાં અને લીલા મરચાં ઉમેરવા બટેટા ઉમેરવા હવે મસાલા ઉમેરવા પેલા હળદર, મરચું ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે અને હા છેલ્લે ખાંડ ઉમેરવીકેમ કે ગુજરાતી વાનગી છે તો મીઠાશ તો હશે જ બરાબર બધું મિક્સ કરી લેવી ભાજી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Pathak
Rachana Pathak @cook_16926798
પર

ટિપ્પણીઓ

Similar Recipes