પનીર બટર મસાલા

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12

#જૈન
પનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે.

પનીર બટર મસાલા

#જૈન
પનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. પનીર માટે
  2. 1લિટર ફૂલ ફેટ દૂધ (અમૂલ ગોલ્ડ ટેટ્રા પેક)
  3. 3-4મોટી ચમચી લીંબુ નો રસ / વિનેગર
  4. મસાલા માટે
  5. 1તમાલપત્ર
  6. 8-10મરી
  7. 7-8લવિંગ
  8. 3-4તજ
  9. 7-8બાદિયા
  10. 2એલચી
  11. 1મોટી ચમચી જીરૂ
  12. 1મોટી ચમચી ધાણા
  13. સબ્જી માટે
  14. 18-20કાજુ
  15. 1કપ પનીર
  16. 3મોટી ચમચી બટર
  17. 1તમાલપત્ર
  18. 2કપ ટામેટા ની પ્યુરી
  19. 1/2નાની ચમચી આદુ ની પેસ્ટ
  20. 1નાની ચમચી મરચા ની પેસ્ટ
  21. 2નાની ચમચી લાલ મરચું પાવડર
  22. 1નાની ચમચી કસુરી મેથી
  23. 1/4નાની ચમચી હળદર
  24. 2નાની ચમચી તૈયાર કરેલ મસાલો
  25. 3-4મોટી ચમચી ફ્રેશ ક્રીમ અથવા મલાઈ
  26. સ્વાદાનુસાર મીઠું
  27. પાણી જરૂર મુજબ
  28. બારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    પનીર બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકો.

  2. 2

    ગેસ નો તાપ મધ્યમ રાખો.

  3. 3

    હલાવતા રહો જેથી તર ના વળે.

  4. 4

    આ દરમિયાન એક તપેલી અથવા વાસણ માં જ્યૂસ ગાળવા ની ચારણી ગોઠવી રાખો અને તેના ઉપર મુસલીન કપડું પાથરી દો.

  5. 5

    જ્યારે દૂધ માં ઊભરો આવવાનું શરૂ થાય એટલે તેમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરો.

  6. 6

    થોડા સમય પછી તમને દૂધ ફાટેલું દેખાશે.

  7. 7

    બધું દૂધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી દો.

  8. 8

    તરત જ આ મિશ્રણને ચારણીમાં નાખો.

  9. 9

    હવે કપડાને બધી બાજુ ભેગી કરીને ફોલ્ડ કરી લો અને તેની ઉપર થોડું ઠંડુ પાણી રેડો.

  10. 10

    હાથ વડે બધું પાણી નિતારી લો.

  11. 11

    હવે આ ભાગ ઉપર થોડો વજન મૂકો.

  12. 12

    એક કલાક સુધી આ રીતે રાખી મૂકો.

  13. 13

    ત્યારબાદ પનીર ને નાના નાના ટુકડામાં કાપી લો.

  14. 14

    તમે ચાહો તો પનીર ને ફ્રિજ માં પણ મૂકી શકો છો.

  15. 15

    એક ઊભરો આવવા દો.

  16. 16

    ગેસ ધીમો કરી દો.

  17. 17

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ અથવા વિનેગર નાખો.

  18. 18

    બરાબર મિક્સ કરી લો.

  19. 19

    ધીમે ધીમે હલાવતા રહો જ્યાં સુધી દૂધ ફાટી ના જાઈ.

  20. 20

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો.

  21. 21

    પાણી ગરમ થાય એટલે તેમાં કાજુ અને પલળવા મૂકી દો.

  22. 22

    તે દરમિયાન એક પેન લો.

  23. 23

    તેમાં તજ પત્તુ, લવિંગ, બાદીયા, મરી, તજ, ધાણા, જીરું અને એલચી નાખી ધીમા તાપે શેકી લો.

  24. 24

    મસાલા માંથી સુગંધ આવવા લાગે અને મસાલા નો કલર સહેજ બદલાય એટલે ગેસ બંધ કરી દો.

  25. 25

    હવે આ મસાલાને રૂમના તાપમાને ઠંડા પડવા દો.

  26. 26

    મસાલા ઠંડા પડે એટલે તેને ક્રશ કરીને પાવડર બનાવી લો.

  27. 27

    હવે પલાળેલા કાજુને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.

  28. 28

    જરૂર પડે તો તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરો.

  29. 29

    એક તરફ રાખો.

  30. 30

    એક કડાઈ લો અને તેમાં બટર ગરમ કરવા મૂકો.

  31. 31

    બટર ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર અને આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળો.

  32. 32

    ત્યારબાદ તેમાં ટમેટાની પ્યૂરી નાખી ને પાંચથી દસ મિનિટ સુધી ચઢવા દો જ્યાં સુધી મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી.

  33. 33

    ત્યાર બાદ સ્વાદાનુસાર મીઠું, હળદર અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો.

  34. 34

    હવે તેમાં કાજુની પેસ્ટ નાખી બે મિનિટ સુધી ચઢવા દો.

  35. 35

    ત્યારબાદ તેમાં એક કપ જેટલું પાણી નાખીને મિક્સ કરી લો.

  36. 36

    હવે પાણી પડે એટલે કે મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પાકવા દો.

  37. 37

    ત્યાર બાદ તેમાં પનીર ના નાના ટુકડા નાખીને મિક્સ કરો.

  38. 38

    બે મિનીટ સુધી પાકવા દો.

  39. 39

    છેલ્લે તેમાં તૈયાર કરેલો મસાલો કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ અથવા મલાઈ નાખીને મિક્સ કરો.

  40. 40

    કોથમીર નાખી ને બરાબર મિક્સ કરી લો.

  41. 41

    ત્યારબાદ ગેસ બંધ કરી દો.

  42. 42

    ગરમા ગરમ પનીર બટર મસાલા સબ્જી નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Kataria Paradva
પર

ટિપ્પણીઓ

Similar Recipes