કેસરિયા ઠંડાઈ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#દૂધ
#જૂનસ્ટાર

શિવજી ની મનભાવન એવી ઠંડાઈ , ખાસ કરી ને મહાશિવરાત્રી અને હોળી માં આપણે બધા પીએ છીએ. હા, ઘણી વાર તેમાં ભાંગ પણ ઉમેરિયે છીએ. પણ આપણે તો ભાંગ વિનાની ઠંડાઇ પીએ છીએ.

કેસરિયા ઠંડાઈ

#દૂધ
#જૂનસ્ટાર

શિવજી ની મનભાવન એવી ઠંડાઈ , ખાસ કરી ને મહાશિવરાત્રી અને હોળી માં આપણે બધા પીએ છીએ. હા, ઘણી વાર તેમાં ભાંગ પણ ઉમેરિયે છીએ. પણ આપણે તો ભાંગ વિનાની ઠંડાઇ પીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 કલાક
8 વ્યક્તિ
  1. 50 ગ્રામબદામ
  2. 20 ગ્રામખસખસ
  3. 25 ગ્રામમગજતરી ના બી
  4. 20 ગ્રામવરિયાળી
  5. 10 ગ્રામકાળા મરી
  6. 5 ગ્રામસૂંઠ(વૈકલ્પિક)
  7. 100 ગ્રામગુલકંદ
  8. 0.5 ગ્રામકેસર
  9. 200ml ક્રિમ
  10. 2 લિટરદૂધ (ફૂલ ક્રિમ)
  11. ખાંડ (જરૂર પડે તો)

રાંધવાની સૂચનાઓ

5 કલાક
  1. 1

    ખસખસ અને અધકચરી વાટેલી બદામ ને 1 કલાક પાણી માં પલાળી ને પેસ્ટ બનાવી લો.

  2. 2

    વરિયાળી, મરી અને મગજતરી ના બી ને અધકચરા વાટી લો.

  3. 3

    હવે બદામ ખસખસ ની પેસ્ટ, વાટેલા મસાલા, ગુલકંદ અને કેસર બધું દૂધ માં નાખી મિક્સ કરી લો.

  4. 4

    2-3 કલાક ફ્રીઝ માં રાખો જેથી બધા ઘટકો નો સ્વાદ દૂધ માં ઉતરે.

  5. 5

    સર્વ કરતી વખતે ક્રિમ ઉમેરી બ્લેન્ડ કરો અને જરૂર લાગે તો ખાંડ ઉમેરો. મલમલ ના કપડાં થી ગાળી ને કેસર થઈ સજાવી ઠંડી સર્વ કરો. કાજુ પિસ્તા પણ ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes