વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)

વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા સમારેલા શાક ને એક પેન મા ઉમેરી તેમાં પાણી ઉમેરી ને ધીમા ગેસ પર તેને બાફી ને સ્ટેનર માં કાઢી ને પાણી નિતારી લો
- 2
એક બાઉલ મા લોટ ઉમેરી લોટ મા મીઠું,તેલ, મરી અને જીરા પાઉડર ઉમેરી ને પાણી વડે પરાઠા નો લોટ બાંધી ને 5 મિનિટ માટે રાખી દો
- 3
બાફેલા શાક નો માવો બનાવી લો હવે એક પેન મા તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં હિંગ ઉમેરી તેમાં આદુ,લસણ,મરચા ની પેસ્ટ ઉમેરી ને સાંતળો હવે તેમાં શાક નો માવો ઉમેરી તેમાં મીઠું હળદર, લાલ મરચું, ધાણાજીરૂ આમચૂર વગેરે ઉમેરી ને મિક્સ કરો છેલ્લે ધાણા ભાજી ઉમેરી મિક્સ કરીને માવા ને ઠંડો થવા દો
- 4
હવે બાંધેલા લોટ માંથી લુવા બનાવી પરાઠા વણી તેમાં તૈયાર કરેલો શાક નો માવો જરૂર મુજબ મૂકી ને પરાઠા ને પેક કરી ફરી વાર વણી લો તવા ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તવા પર પરાઠા ને બંને સાઈડ થી તેલ વડે સેકી લો
- 5
તૈયાર કરેલા વેજીટેબલ પરાઠા ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)