ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)

મારા જેવા અમુક લોકો હશે જ જેને રીંગણાં નું શાક નહીં ભાવતું હોય પણ ઓળો ટેસ થી ખાઈ લેતા હશે. મારા ઘર માં અમને બધા ને ભાવતો આ રીંગણ નો ઓળો બાજરા ના રોટલા, લીલી ચટણી, લસણ ની ચટણી, ગોળ, માખણ, છાશ,લીલી ડુંગળી ટામેટા નું કચુંબર જોડે એટલું તો બને જ.

રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાં માં વચ્ચે કાપા કરી એમાં લસણ ની કડીઓ મૂકી દો. હવે એના પર પીંછી વડે તેલ ચોપડી એને ગેસ પર શેકી લો. આ ટીપ મેં ગામડાં વાળા એક બેન પાસે થી બહુ પેલા શીખી હતી. ઠંડા થાય એટલે એની છાલ કાઢી ને એન મેશ કરી લો.
- 2
હવે એક તાસરા માં તેલ મૂકી આદુ મરચાં લસણ ની પેસ્ટ, લીલું લસણ, લીલી ડુંગળી અને ટામેટા ને વધારો. પછી એમાં મેશ કરેલા રીંગણ ને ઉમેરી બધા મસાલા નાખી ૪ ૫ મિનિટ ચડવા દો.
- 3
હવે કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો ગ્રીન ઓળો.
Keywords
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
- મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)