નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Week3
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#avdhirecipe
નવાબી દાળની વિશેષતા એ તેનો નવાબી તડકો છે. ઘીમાં સાંતળેલ ડુંગળી, કુક કરેલ ટામેટાની પ્યુરી, નવાબી ખડા મસાલા તથા ઘી છે.
પૂર્વ તૈયારી રૂપે ટામેટા કુક કરી પ્યુરી બનાવી લેવી તથા ક્રશ કરેલ ડુંગળી પણ ઘી માં સાંતળી લેવી.
એક કપ રાંધેલી મસૂર દાળમાં ૧૯ ગ્રામ પ્રોટીન હોય છે. ફોસ્ફરસ ભરપૂર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકા મજબૂત બનાવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખા મસૂરને ધોઈ અને બે કલાક માટે પલાળી રાખવા. બે કલાક બાદ એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, બાદિયા, સૂકું લાલ મરચું સાંતળી લો. હિંગ નાખી દો.
- 2
હવે તેમાં ત્રણ કપ પાણી એડ કરો. પલાળેલા મસૂરમાંથી બધું જ પાણી કાઢી લઈ અને મસુર આ પેનમાં એડ કરો. ઉપર ઢાંકી દો ગેસની ફ્લેમ મીડીયમ રાખવી. મસુર કુક થતા 20 મિનિટ લાગશે.
- 3
હવે મસુર કૂક થાય ત્યાં સુધી ખડા મસાલા શેકી મસાલો તૈયાર કરવો. સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ ખડા મસાલા એક નોનસ્ટીક પેનમાં ગેસની સ્લો ફ્લેમ પર સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકી લેવા એક પ્લેટમાં ઠંડા કરવા મૂકો. ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવા.
- 4
હવે મસૂર કુક થઈ ગયા હશે તો નવાબી તડકાની તૈયારી કરીએ. નોન સ્ટિક પેનમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરો. થાય એટલે તેમાં જીરૂ સાંતળી અને આદુ-મરચાની પેસ્ટ એડ કરો. બે મિનીટ એને ઘીમાં સાંતળી ત્યારબાદ તેમાં દહીં તથા લાલ મરચાં પાઉડર એડ કરો. હવે દહીંમાંથી પનીર જેવું સ્ટ્રક્ચર તૈયાર થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર હલાવો.
- 5
ક્રશ કરી સાંતળેલ ડુંગળી તેમાં એડ કરો. બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ટોમેટો પ્યુરી એડ કરો. આવશ્યકતા અનુસાર મીઠું એડ કરો.
- 6
ગેસની સ્લો ફ્લેમ પર આ ગ્રેવી તૈયાર કરવી. ખડા મસાલામાંથી તૈયાર કરે મસાલો નાખી મિક્સ કરો. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે અને ફ્લેવરફુલ ગ્રેવી બને ત્યાં સુધી તેને હલાવતા રહેવું. હવે તેમાં કુક કરેલા મસૂર તેના પાણી સાથે જ એડ કરો.
- 7
ગેસની સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દો. લીલા ધાણા નાખો. કાજુથી ગાર્નીશ કરો. તૈયાર છે નવાબી તડકા મસુર દાળ. તો ટેસ્ટી લાગે જ છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (21)