માખાના અને સાબુદાણા ના ફરાળી વડા (Makhana Sabudana Farali Vada Recipe In Gujarati)

#LO
#faralirecipe
#vratspecial
#cookpadguj
#cookpadindia
હાલ નવરાત્રિ ચાલી રહી છે.તો મારા ઘરે ફરાળી વાનગીઓ બનતી રહે છે.આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી હતી તો એ ૧ બાઉલ જેટલી બચી હતી .તો સાંજે વિચાર આવ્યો કે આ સબ્જી થી શું બનાવી શકાય.
સાબુદાણા પણ પલાળીયા ના હતા.
પણ પલાળીયા વગર ના સાબુદાણા ,મિક્સર માં ડ્રાય જ પાઉડર જેવા ક્રશ કરી લીધા અને થોડા માખાના પણ આમ જ ક્રશ કરી લીધા.અને બટાકા ની સુકીભાજી માં એડ કરી ને મસાલા એડ કરી
પછી મૈ વડા બનાવી લીધા
ખરેખર આ વડા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા.

રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ મા બટાકા ની સુકી ભાજી ને લઈ ને બરાબર દબાવી ને માવા જેવું બનાવી લેવું.પછી બધી સામગ્રી ભેગી કરી લેવી.
- 2
બધી સામગ્રી બરાબર મિક્સ કરી ને ટીક્કી જેવો આકાર આપી દેવો.
હવે શિંગોડા ના લોટ મા પાણી એડ કરી ને પાતળુ બેતર બનાવી લઈ ટીક્કી ઉપર કોટિંગ કરી ઉપર ખસ ખસ સ્પ્રિંકલે કરી લઈ તેલ મા ફ્રાય કરવી.તો ફરાળી ટીક્કી વડા રેડી થશે. મીઠા દહીં સાથે સર્વ કરવા. - 3
ચા કૉફી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે.સાબુદાણા પલાળીયા વગર પણ આટલા સરસ વડા બને છે.
- 4
નોંધ : ખસખસ ટીક્કી પર બરાબર ચોંટી જાય એટલા માટે જ શિંગોડા નો લોટ નું પાતળુ સ્લરી બનાવવું બાકી જરૂર ના પડે.
ફ્રાય કરતા ટાઈમ ખસખસ નીકળી તેલ ખરાબ ના કરે એટલે માટે જ આ કરવું. - 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)