હલવાસન (Halwasan Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#DIWALI2021
Post- 3
HALWASAN Khane ko Mil Jaye To
To Ye Lagta hai...
Ke Jahaa Mil Gaya... Ke Jahaa Mil Gaya

હલવાસન (Halwasan Recipe In Gujarati)

#DIWALI2021
Post- 3
HALWASAN Khane ko Mil Jaye To
To Ye Lagta hai...
Ke Jahaa Mil Gaya... Ke Jahaa Mil Gaya

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. ૩૦૦ ગ્રામ ખાંડ
  3. ૧ ટેબલ સ્પૂનબાવળિયો ગુંદર બારીક ક્રશ કરેલો
  4. ૩ ટેબલ સ્પૂનઘઉંનો જાડો લોટ
  5. ૫ ટેબલ સ્પૂનઘી
  6. ૨ ટેબલ સ્પૂનદહીં
  7. ૧/૪ ટી સ્પૂન ઇલાઇચિ પાઉડર
  8. ૧/૪ ટી સ્પૂન જાયફળ પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂન જાવંત્રી પાઉડર
  10. જરાક ઘોળેલું કેસર
  11. ૧ ટેબલ સ્પૂનમગજતરી ના બી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મોટા નોનસ્ટીક પેન માં દૂધ ગરમ કરવા મૂકો... ઉભરો આવે ને બરાબર ઉકળે પછી દહીં નાખી દૂધને ફાડવું. ફાટેલું દૂધ ઉકળવા દો.

  2. 2

    બીજી બાજુ ૧નાના નોનસ્ટીક પેનમાં ઘી ગરમ થયે એમાં ગુંદર એકદમ ફૂલી સફેદ થાય ત્યાં સુધી તળી લો અને એને ઊકળતા દૂધ માં ઉમેરો... હવે એમાં જ ઘઉંનો લોટ શેકો... શેકાઈ ને બ્રાઉન થઈ જાય એટલે એને પણ દૂધ માં નાંખો સતત હલાવતા રહો

  3. 3

    હવે એજ પેન માં 50% ખાંડ અલગ લઇ શેકી લો.બ્રાઉન લીકવીડ થાય પછી દૂધમાં નાખો.બાકીની ખાંડ સીધી જ ફાડેલા દૂધમાં નાખો.

  4. 4

    દૂધ નું પાણી બળી જાય અને ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરો... નીચે ઉતારી એમાં ઇલાઇચિ પાઉડર, જાવંત્રી પાઉડર અને જાયફળ પાઉડર મીક્ષ કરો અને મિશ્રણ ને ઠંડુ પડવા દો

  5. 5

    ઠંડુ પડે એટલે એનાં પેટીસ જેવા ગોળા વાળો... મગજતરી ના બી & બદામ કતરણ થી સજાવો... તો તૈયાર છે સ્વાદિષ્ટ હલવાસન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes