સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)

સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી ભાજીને સરખી રીતે ધોઈને કાપી લેવી. ભાજીના પાન સાફ કરી લીધા પછી એનું વજન કરવું. સાગ બનાવવા માટેની બીજી વસ્તુઓ પણ તૈયાર કરી લેવી.
- 2
હવે એક વાત મોટા વાસણમાં બધી ભાજીની સાથે મૂળાના ટુકડા, લીલા મરચા, લસણ, આદુ અને મીઠું ઉમેરવું. હવે તેમાં પાંચ કપ પાણી ઉમેરીને ધીમા તાપે દોઢ કલાક માટે પકાવવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 3
હવે ચમચાની મદદથી હલાવતા જવું અને ભાજીને દબાવતા જવું. હવે તેમાં મકાઈનો લોટ ઉમેરીને હેન્ડ બ્લેન્ડર ની મદદથી અધકચરું વાટી લેવું. એકદમ બારીક પેસ્ટમાં વાટવું નહીં.
- 4
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં હિંગ અને કાંદા ઉમેરીને કાંદા હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં લીલા મરચા, આદુ, લસણ, લાલ મરચું અને મીઠું ઉમેરીને એક મિનિટ માટે મીડીયમ તાપ પર સાંતળવું. હવે તેમાં ટામેટા ઉમેરીને ટામેટા પોચા થાય ત્યાં સુધી પકાવવું. હવે આ બધી વસ્તુઓ તૈયાર કરેલા સાગમાં ઉમેરીને આઠ થી દસ મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું.
- 5
વઘાર માટે એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં લસણ અને આખું લાલ સૂકું મરચું ઉમેરીને મીડીયમ તાપ પર લસણ હલકા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળવું. હવે આ વઘારને તૈયાર થયેલા સાગની ઉપર ઉમેરી દેવો.
- 6
સરસોં દા સાગ ને મકાઈની રોટી, લીલા મરચા, કાંદા અને ગોળની સાથે પીરસવું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)

ટિપ્પણીઓ (8)