શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧૦૦ ગ્રામ ચોખાનો લોટ
  3. ૧ કપ તાજી મલાઈ અથવા દહીં
  4. ૧/૨ ચમચી વાટેલા લીલાં મરચાં
  5. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  6. ૧/૨ ચમચી હળદર પાવડર
  7. ૧ ચમચી સફેદ તલ
  8. ૧/૪ ચમચી અજમો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો અને ચોખાનો લોટ લઈ બરાબર મિશ્ર કરી લો. હવે વારાફરતી બધા મસાલા ઉમેરો. બરાબર મિક્સ કરી પાણી ઉમેરી રોટલા જેવો લોટ બાંધવો. ૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે તેલ ગરમ કરવા મૂકો. લોટને ફરીથી એકવાર બરાબર કેળવી લો. ચકરી પાડવાના સંચામાં ચકરીની જાળી મૂકી લોટ ભરીને ચકરી પાડી મધ્યમ તાપે સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    આટલા લોટ માંથી બે વખત સંચો ભરાશે અને એક ડબ્બો ચકરી થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes