ચકરી

#ગુજરાતી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના લોટમાંથી ચકરી બને છે, ઘણા લોકો ઘઉંનાં લોટ ની પોટલીવાળી વરાળથી બાફીને બનાવે તો કોઈ ચોખાનો લોટ અને અડદની દાળ માંથીબનાવે. મહારાષ્ટ્રમાં ચકરી ને ચકલી અને દક્ષિણ ભારતમાં મુરુક્કુ કહે છે. આજે હું ચોખાનો લોટ અને મેંદાથી બનતી ચકરી ની રેસિપી પોસ્ટ કરું છું, સ્કૂલે જતાં બાળકોને લંચ બોક્ષમાં પણ આપી શકો છો.
ચકરી
#ગુજરાતી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના લોટમાંથી ચકરી બને છે, ઘણા લોકો ઘઉંનાં લોટ ની પોટલીવાળી વરાળથી બાફીને બનાવે તો કોઈ ચોખાનો લોટ અને અડદની દાળ માંથીબનાવે. મહારાષ્ટ્રમાં ચકરી ને ચકલી અને દક્ષિણ ભારતમાં મુરુક્કુ કહે છે. આજે હું ચોખાનો લોટ અને મેંદાથી બનતી ચકરી ની રેસિપી પોસ્ટ કરું છું, સ્કૂલે જતાં બાળકોને લંચ બોક્ષમાં પણ આપી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કણક તૈયાર કરવા માટે એક પહોળા વાસણમાં ચોખાનો લોટ અને મેંદો ચાળીને લેવો બંને બરાબર મિક્સ કરી તેમાં લાલ મરચું, હળદર, મીઠું, તલ નાખી મિક્સ કરી તેમાં ગરમ કરીને ઠંડુ કરેલું લિકવિડ ફોમમાં વેજીટેબલ ઘી નાખી, લોટ બરાબર મોઈ લેવો, થિજેલું ઘી ઉમેરવું નહીં નહિતર લોટમાં કણીઓ પડી જશે. પછી જરૂર મુજબ પાણી લઈને લોટની કણક બાંધવી. પુરીનાં લોટ થી સહેજ ઢીલી કણક તૈયાર કરવી. બહુ કઠણ કણક બનશે તો સંચામાંથી ચકરી બરાબર પાડી નહીં શકો અને ખાધે કડક બનશે. કણક બાંધ્યા પછી એને કપડું ઢાંકીને ૧૫-૨૦ મિનિટ રાખવી.
- 2
તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય પછી કણકને ચકરીનાં સંચામાં ભરીને પેપર પર ૩-૪ ચકરી પાડવી પછી એને મધ્યમ આંચે ગોલ્ડન બ્રાઉન રંગ ની તળી લેવી. આ રીતે ચકરી પાડતા જવું અને સાથે સાથે તળતા જવું. એકસાથે બધી ચકરી પાડીને તળશો તો સુકાઈ જશે અને ચકરી તૂટી જશે. પછી બધી ચકરી તળાઈને તૈયાર થાય અને ઠંડી પડે પછી જ એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવી. તો તૈયાર છે ચોખા મેંદા ની ચકરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચકરી
#દિવાળીચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર કેલપા કહે છે. ત્યાંઆ વાનગી બેટવી જાતિમાં પ્રચલિત છે. મુરુકુ તરીકે ઓળખાતી ચકરીઓ અડદની ચાળ અને ચોખાનો લોટ, મીઠું, મરચું, હિંગ, જીરું, તલ અને મસાલા વાપરી બનવાય છે.પશ્ચિમ ભારતમાં ચકરી ચનાના લોટાને ચોખાના લોટમાંથી બનાવાય છે. ગુજરાતમાં ઘઉંના લોટને બાફીને પણ ચકરી બનાવાય છે. આ ફરસાનના લોટને સંચામાં નાખી, તેને દબાવી તેના ચક્રો બનાવીને તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે. આજે મે આ પ્રકારે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. સાથે સાથે મે તેમાં માખણ નું મોણ આપ્યું છે જેથી ચકરી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. આ ચકરી તમે ૧૦-૧૫ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો. Anjali Kataria Paradva -
પાલક ની ચકરી
#લીલીI'm Popeye the sailor man.I'm Popeye the sailor man.I'm strong to the finich, cause I eats me spinach.I'm Popeye the sailor man.આપણે બધાએ નાના હોઈશું ત્યારે પોપઆઈ ધ સેલર મેન કાર્ટૂન જોયું જ હશે જેમાં પોપઆઈ નામનો કાર્ટૂન કેરેક્ટર પાલક ખાઈને બ્લુટો જેવા દુશ્મનોને મારતો હતો અને પોતાની ગર્લફ્રેન્ડ ઓલિવને ઈમ્પ્રેસ કરતો હતો. આ કાર્ટૂન એક સુંદર સંદેશ આપે છે તેને જોઈને બાળકો ખુશ થઈને પાલક ખાવા માટે પ્રેરાય છે. તો આજે આપણે પાલકનાં ફાયદા તથા તેમાંથી બનતી રેસિપી વિશે જાણીશું.લીલી પાલકની ભાજીમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારા પ્રમાણમાં છે. તેમાંથી શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી પોષકતત્વો મળી રહે છે. તેમાં માઈલ્ડ ફ્લેવર હોવાથી વિવિધ પ્રકારનાં ફળો અને શાક સાથે સહેલાઇથી મિક્સ કે સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકાય છે. આ અત્યંત ગુણકારી પાલકમાંથી ઘણીબધી વાનગીઓ બનાવી શકાય છે. લીલી કોન્ટેસ્ટમાં આપણે પાલકમાંથી બનતા વટાણા, પાલક કોથમીર વડાની રેસિપી જાણી અને તેમાં આપ સર્વે મેમ્બર્સનો અદભૂત પ્રતિસાદ મળ્યો તેથી આજે હું ફરીથી બાળકો માટે પાલકમાંથી બનતા કોરા નાસ્તાની રેસિપી લઈને આવ્યો છું, આશા રાખું છું આ પણ આપ સર્વેને ગમશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચકરી(chakri recipe in Gujrati)
#ભાત#ભાત ને અનુલક્ષી ને મે ઼આજે ચોખાનો લોટ ને ઘઉં નો લોટ મિકસ કરી ને ટેસ્ટી ને કડક ચકરી બનાવી છે. Shital Bhanushali -
પોટ્ટુકડલાઈ મુરુક્કુ (Pottukadalai murukku recipe in Gujarati)
ચકરી નાનપણથી જ મને ખૂબ જ પ્રિય છે અને મારા બાળકોને પણ ચકરી ખૂબ જ ભાવે છે. ચકરી ને દક્ષિણ ભારતમાં મુરુક્કુ તરીકે ઓળખવામાં આવે છે. ચકરી અલગ-અલગ ઘણી રીતે બનાવી શકાય છે. મેં અહીં આજે પોટ્ટુકડલાઈ મુરુક્કુ બનાવી છે જે ચોખાનો લોટ અને દાળિયા ના પાવડર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ચકરી / મુરુક્કુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#CB4#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
ચકરી (Chakri Recipe In Gujarati)
#DFT : ચકરીદિવાળી ઉપર બધાં ના ઘરમાં ચકરી બનતી જ હોય છે , કોઈ ઘઉં ના લોટ ની કોઈ ચોખા અને કોઈ મેંદા ના લોટ ની . ચકરી નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
ચકરી
આજે બનાવો ચોખાના લોટમાંથી બનતી ચકરી જે બિલકુલ બહાર જેવી ક્રિસ્પી બને છે. જેને આરામ થી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો. સાથે ખૂબ જ જલ્દી બની જાય છે. લોટ બાફવા ની પણ જરૂર નથી.તો ચાલો બનાવીએ કુરકુરી ચકરી Mayuri Unadkat -
ચકરી(Chakri recipe in Gujarati)
દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે.. Payal Desai -
પાલક ચીઝ-બટર ચકરી (Spinach Cheese Butter Chakri Recipe In Gujarati)
ચકરી ઘઉંના લોટ કે ચોખાના લોટમાંથી બનતી હોય છે. જેમાંથી એક છે ખાલી ચોખાના લોટની બટર નાખીને બનતી ચકરી કે જેને સાઉથ ઇન્ડિયા માં મુરુક્કુ પણ કહે છે. તેમાં થોડો ફેરફાર કરીને ઉમેરીને આ ચકરી મેં બનાવી છે. બટર સાથે સારું એવું ચીઝ પણ ઉમેર્યું છે. અને પાલખની પ્યુરીથી લોટ બાંધ્યો છે. તો પાલખનો લીલો કલર અને ચીઝનો મસ્ત સ્વાદ આમાં ઉમેરાય છે..એકદમ ખસ્તા ને ચીઝી બની છે.#GA4#Week2#spinach Palak Sheth -
-
ઇન્સ્ટન્ટ ચકરી (instant chakli recipe in Gujarati)
#CB4#week4#છપ્પનભોગ#ચકરી#diwalispecial#Fried#કોરોનાસ્તો#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાત માં ચકરી તરીકે અને દક્ષિણ ભારત મુરક્કમ તરીકે ઓળખાતું નમકીન એકદમ ક્રિસ્પી હોય છે અને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે તેવી પ્રકારના લોટમાંથી તૈયાર કરી શકાય છે. મેં અહીં ચોખા નાં લોટ નો ઉપયોગ કરીને ચકરી તૈયાર કરેલ છે. જો ઘઉંના લોટની બનાવીએ તો તે બાફી ને બનાવવી પડે છે, પરંતુ ચોખાના લોટની ચકરી માં આ પ્રોસેસ કરવી પડતી નથી આથી તે ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી. Dr. Pushpa Dixit -
ચાકોડી
#SR આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. આ રેસિપી ને હાથેથી બનાવવામાં આવે છે. તેમાં ચકરી પાડવા ના મશીન ની જરૂર પડતી નથી. જેમ આપણે ચોખાના લોટમાંથી ચકરી બનાવીએ છીએ તે પ્રમાણે સાઉથ ઇન્ડિયન લોકો પણ ચાકોડી અથવા મુરુકકુ બનાવે છે. Nasim Panjwani -
-
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFTદિવાળી નાં નાસ્તા જાણે ચકરી વગર અધૂરા...ચકરી ધણી જુદી-જુદી રીતે બને પણ મે મારા મમ્મી બનાવતાં એમ જ ઘઉંનો લોટ બાફીને બનાવી છે. ચકરીમાં તમે વેરિયેશન લાવી શકો..ચોખાનો લોટ, મેંદો, જુવારનો લોટ અથવા બે લોટ સરખા ભાગે પણ લેવાય..બટર, ચીઝ, લસણ, ટામેટા, ચાટ-મસાલો,પાલક વગેરે ફ્લેવરની ચકરી બનાવી શકાય. લોટ બાફીને બનાવીએ તો થોડી મહેનત પડે પણ ખૂબ જ પોચી તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચકરી બને છે. Dr. Pushpa Dixit -
ચકરી (Chakri recipe in Gujarati)
ચકરી એક તળેલો સુકો નાસ્તો છે જે અલગ-અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં ના લોટ કે ચોખાના લોટમાંથી ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા મેંદા નો ઉપયોગ કરીને ચકરી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે. આ રેસિપીમાં લોટને સ્ટીમ કરી ને પછી એમાંથી ચકરી બનાવવામાં આવે છે જેના લીધે તેલના મોણ ની બિલકુલ જરૂર પડતી નથી અને ચકરી ખૂબ જ ફરસી બને છે.આપણે લગભગ આખુ વર્ષ ગમે ત્યારે ચકરી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ દિવાળીના સમયે બનતા નાસ્તા માં પણ ચકરી નો સમાવેશ થાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક ફુદીના ગાર્લિક ચકરી
#RB20આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઅમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને બાળકોને હું નાસ્તામાં પણ આપું છું. Falguni Shah -
મખમલી ચકરી
#DTRમારા મમ્મી બહુ જ સરસ ચકરી બનાવતા હતા.હું એમની પાસે જ ચકરી બનાવતા શીખી છું.પણ એમની ચકરી અને મારી ચકરી માં મનફેર ફરક મને હમેશાં લાગે જ છે.તો પણ મમ્મી ને યાદ કરી ને દર દિવાળી એ તો ખાસ કરીને ચકરી બનાવું જ છું. Bina Samir Telivala -
-
ઘઉં ચોખા ની ચકરી (Ghaunv chokha ni chakri recipe in Gujarati)
ઘઉં ચોખાની ચકરી બનાવવા માટે બંને લોટને ભેગા કરીને થોડા મસાલા નાખીને લોટ બાંધીને ચકરી બનાવવામાં આવે છે. આ લોટને સ્ટીમ કરવાની કે બાફવાની જરૂર પડતી નથી. ઝડપથી બની જતી આ રેસિપીથી ખુબ જ સરસ ચકરી બને છે અને ચા કે કૉફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. બાળકોને પણ આ પ્રકાર ની ચકરી ખૂબ જ પસંદ પડે છે. મારા બાળકો બહારની ચકરી ખાતા જ નથી, એમને આજ ચકરી ખૂબ જ ભાવે છે.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
🌷રાઈસ મેથી ચકરી 🌷
#ગુજરાતી 🙏 ગુજરાતીઓ નાસ્તા ખાવાનાં અને બનાવવાનાં શોખીન હોય છે.. એમાંનો એક નાસ્તો છે.. ચકરી... આજે મેં તેમાં નાવીન્ય લાવી.. રાઈસ મેથી ચકરી બનાવી છે..જે ખાવામાં સોફ્ટ અને ક્રીસ્પી લાગે છે.. તેની રીત જોઈએ 🌷 Krupali Kharchariya -
પાલક-બટર ચકરી (Spinach Butter Chakri Recipe In Gujarati)
#DTRદિવાળી નાં નાસ્તા માં ચકરી જરૂર થી બને. ઘણી વાર ચોખાનાં લોટ ની અને ઘંઉનાં લોટ ની ચકરી બનાવી. આજે કંઈક જુદી ચકરી ટ્રાય કરવા ની ઈચ્છા થઈ તો પાલક અને બટરનો ઉપયાગ કરી કુરકુરી અને ટેસ્ટી ચકરી બનાવી છે. Dr. Pushpa Dixit -
હથફોડવા - ચટણી
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જહથફોડવા છત્તીસગઢ ની રેસીપી છે. અહીં આ રેસીપી જૂના જમાનામાં માટીનાં વાસણો માં બનાવાતી પરન્તુ હવે બધા નોન - સ્ટીક વાસણ માં બનાવવા લાગ્યા છે.ગુજરાતી હાંડવાથી મળતી રેસીપી છે. અડદની દાળ અને ચોખાને પલાળી,પીસીને બનાવાય છે. દાળમાં વેરિયેશન તમારી પસંદગી પ્રમાણે લાવી શકો. અહીં મે અડદની દાળનો લોટ અને ચોખાનો લોટ લીધેલ છે. વેજીટેબલસ પણ નાંખી શકાય. પણ ટ્રેડીશનલ રેસીપી સાવ ઓછા તેલ અને મસાલા થી બનાવાય છે.ચટણી પણ પથ્થર નાં ખરલ કે સિલ-બટ્ટા પર પીસીને બનાવાય છે. પરંતુ હવે આ જ ટ્રેડીશનલ રેસીપીને મોર્ડન ટચ આપી મિક્સરનો ઉપયોગ કરી ચટણી બનાવાય છે. Dr. Pushpa Dixit -
ચકરી
ચકરી ભારત નો એક ચટપટો અલ્પાહાર છે.જેના થી તમારા તહેવાર ખાસ બની જશે. દરેક પાર્ટી કે તહેવાર માં તમારા હાથે બનાવી સકો છો. Purvi Patel -
ચકરી
#દિવાળીચકરી અમારાં ઘર માં બધા ને ભાવે. આ ચકરી મૈં પૂનમ કોઠારી દી ની રેસીપી ને અનુસરીને બનાવી છે. Krupa Kapadia Shah -
મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati)
#DFT#Post1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#Methi_Chakri#VandanasFoodClubદિવાળી હોય ને દરેક ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે. ચકરી પણ ઘણા અલગ અલગ પ્રકારની બનાવતા હોય કોઈ ચોખાની તો કોઈ ઘઉંના લોટ ની તો કોઈ મેંદાની અને તેમાં પણ અલગ ફ્લેવર આપી ને પણ બનાવવામાં આવતી હોય છે. તો એવી જ રીતે આજે મે મેથી ની ચકરી બનાવેલ છે. Vandana Darji -
ચકરી(Chakli Recipe in Gujarati)
આ ચકરી મેંદો અને ચોખા ના લોટ થઈ બનાવી છે, પણ ઘવું ના લોટ ને કપડાં માં બાંધી બાફી ને પણ બનાવવા માં આવે છેચકરી દિવાળી માં બધા ને ઘરે બને જ છે ,બાળકો ને પ્રિય એવી ચકરી ટેસ્ટી લાગે છેઆશા રાખું જરૂર ગમશે Harshida Thakar -
ઇન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4#CDYઆજે આપણે બનાવીશું ઈન્સ્ટન્ટ ચકરી , ચકરી ઘણી બધી રીતે બનતી હોય છે ઘઉંનો લોટ બાફી ને , ચોખાના લોટમાંથી , પૌવાથી પણ આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને આ ચકરી બનાવીશું જે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે અને આને તમે બનાવીને લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો અને સ્વાદમાં પણ ખુબ સરસ બને છે ,,અને લેફ્ટઓવર ની મારા મટે આ બેસ્ટ રેસીપી હું માનું કેમ કે ભાટ દરેક ઘરમાં થોડા પ્રમાણમાં તો વધતા જ હોય છે આમ ચકરી બન્નાવવાનું કામ થોડું ઝંઝટભર્યું લાગે ,,લોટ બાફવો,ચાળવો,ટુપવો ,પણ આ રીતમાં જરાપણ ઝંઝટ નથી ,,,ફટાફટ બની જાય છે ,,વધેલી વસ્તુનો ઉપયોગ અને બાળકો આમ દાળિયા ના ખાય પણ આ રીતે તેમને ખવરાવી દેવાય એટલે એક હેલ્ધી વાનગી ખવરાવ્યાનો સંતોષ પણ મળે ,,, Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ