દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#માઇઇબુક #પોસ્ટ_૯

દક્ષિણ ગુજરાતમાં દેસાઈ વડા/ ખાટાં વડા એકદમ વખણાયેલી વાનગી છે. જે ઘ‌ઉં-જુવારના જાડા લોટમાં મસાલા ઉમેરી આથો લાવી તળીને બનાવવામાં આવે છે. આ વડા ખાસ દિવાળીમાં કાળી ચૌદશ પર અને શીતળા સાતમ પર બંને છે. પણ ઘરમાં દરેકને ભાવતી વાનગી છે એટલે અવાર નવાર બન્યા કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 1 કપઘઉંનો જાડો/કકરો લોટ
  2. 1 કપજુવારનો જાડો/કકરો લોટ
  3. 1 કપદહીં
  4. 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  5. 1+1/2 ચમચી આદુની પેસ્ટ
  6. 1 ચમચીહળદર પાઉડર
  7. 1-1+1/2 ચમચી શેકીને અધકચરી વાટેલી મેથી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી ભાખરી જેવો લોટ બાંધીને ઢાંકીને 3 થી 4 કલાક રહેવા દો. મેથી શેકી અધકચરી ખાંડી લો. 4 કલાક બાદ એમાં આદું મરચાંની પેસ્ટ, મીઠું, હળદર પાઉડર અને અધકચરી વાટેલી મેથી નાંખીને બરાબર મિક્સ કરી 2 કલાક માટે મૂકી રાખો.

  2. 2

    હવે તેલ ગરમ કરવા મૂકવું. આને લોટને ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લો. લોટમાં 2 થી 3 ચમચી ગરમ તેલ રેડવું અને ચમચી વડે બરાબર મિક્સ કરી લો. હવે એકસરખા માપના વડા ગરમ તેલમાં તળી લો.

  3. 3

    તૈયાર છે દેસાઈ વડા/ ખાટાં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes