બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3.#week_12 #Pepper
#માઇઇબુક #પોસ્ટ૧૭

મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે.

બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)

#goldenapron3.#week_12 #Pepper
#માઇઇબુક #પોસ્ટ૧૭

મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામબોઈલ્ડ મેક્રોની
  2. 1/2લાલ, લીલાં અને પીળા કેપ્સિકમ ટુકડા
  3. 1/2બાફેલા મકાઈના દાણા
  4. 2 ચમચીઓલિવ ઓઈલ
  5. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  6. 1/2ઓરેગાનો
  7. 1/4 ચમચીક્રશડ મરી પાઉડર
  8. 1/2 ચમચીગાર્લિક સોલ્ટ
  9. 1/4 ચમચીમીઠું
  10. વ્હાઈટ સોસ બનાવવા માટે
  11. 3 ચમચીમાખણ
  12. 2 ચમચીમેંદો
  13. 1 કપદૂધ + 1 કપ પાણી
  14. 1 ચમચીલસણની પેસ્ટ
  15. 1/4 ચમચીક્રશડ મરી પાઉડર
  16. 1 ચમચીચીલી ફ્લેક્સ
  17. 1/2 ચમચીઓરેગાનો
  18. 2 ચમચીછીણેલું ચીઝ
  19. 2 ચમચીમોઝરેલા ચીઝ
  20. 2 ચમચીછીણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક પેનમાં ઓલિવ ઓઈલ ઉમેરી સમારેલા કેપ્સીકમ 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે મકાઈના દાણા ઉમેરો 2 મિનિટ બાદ ચીલી ફ્લેક્સ ઓરેગાનો,ગાર્લિક સોલ્ટ,મરી પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે બોઈલ્ડ મેક્રોની ઉમેરો બરાબર મિક્સ કરી 2 મિનિટ બાદ ગેસ બંધ કરી મેક્રોની બાઉલમાં કાઢી લો.

  3. 3

    એક પેનમાં માખણ ઓગળે એટલે તેમાં મેંદો ઉમેરી 3 થી 4 મિનિટ સુધી શેકી લો. હવે થોડું થોડું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો. 2 મિનિટ બાદ પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો.હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લસણની પેસ્ટ,મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે 2 ચમચી છીણેલું ચીઝ ઉમેરો અને બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો. હવે તૈયાર કરેલ મેક્રોની ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે એક માઈક્રોવેવ સેફ બાઉલમાં મેક્રોની કાઢી લો.

  6. 6

    ઉપર મોઝરેલા ચીઝ અને છીણેલું ચીઝ પાથરો. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ભભરાવો અને 20 થી 25 મિનિટ સુધી 180° તાપમાન પર બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes