ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

ડ્રાય ફ્રુટ શ્રીખંડ

આ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.
આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો.

ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)

ડ્રાય ફ્રુટ શ્રીખંડ

આ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.
આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 દિવસ
  1. 1લીટર ફુલ ફેટ દૂધ
  2. 1 કપમોળું દહીં
  3. 300-350 ગ્રામદળેલી ખાંડ
  4. 3 ચમચીબદામ કતરણ
  5. 3 ચમચીકાજુ કતરણ
  6. 2 ચમચીપિસ્તા કતરણ
  7. 1 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 દિવસ
  1. 1

    સૌપ્રથમ દૂધ ગરમ કરી હુંફાળું થાય એટલે તેમાં મોળું દહીં ઉમેરીને બ્લેન્ડર ફેરવી કેસરોલમા બંધ કરી 7 થી 8 કલાક માટે મૂકી દો. 8 કલાક બાદ મલમલના કપડામાં ગાળી લો અને બાંધી વજન મૂકી આખી રાત રહેવા દો.

  2. 2

    બીજા દિવસે સવારે તૈયાર મસ્કાને ચાળણીમાં કાઢીને તેમાં થોડી થોડી દળેલી ખાંડ ઉમેરી હથેળી વડે ધસતા જવું. આ રીતે સાદો શ્રીખંડ તૈયાર થશે. આમાંથી કોઈ પણ ફલેવર બનાવી શકાય છે.

  3. 3

    હવે તૈયાર મિશ્રણમાં કાજુ,બદામ, પિસ્તા કતરણ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે ડ્રાય ફ્રુટ શ્રીખંડ જે દવા મેંદાની પૂરી સાથે ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes