ડ્રાય ફ્રુટ શ્રીખંડ(Dry fruit Shreekhand recipe in Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

#trend2
Week ૨
મે આજે‌ કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનવિયો છે... જ્યાર થી લોકડાઉન થયું ત્યાર થી બધા ઘરે જ શ્રીખંડ બનાવતા થઈ ગયા.... પણ બાર કરતા પણ વધુ સારો ટેસ્ટી ઘરે બને છે... સેલો પણ પડે... ફટાફટ બની જાય છે. ઘર ની બનાવેલી વસ્તુ ની વાત જ કંઈક અલગ હોય....😊

ડ્રાય ફ્રુટ શ્રીખંડ(Dry fruit Shreekhand recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#trend2
Week ૨
મે આજે‌ કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનવિયો છે... જ્યાર થી લોકડાઉન થયું ત્યાર થી બધા ઘરે જ શ્રીખંડ બનાવતા થઈ ગયા.... પણ બાર કરતા પણ વધુ સારો ટેસ્ટી ઘરે બને છે... સેલો પણ પડે... ફટાફટ બની જાય છે. ઘર ની બનાવેલી વસ્તુ ની વાત જ કંઈક અલગ હોય....😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪,૫ કલાક
૨ લોકો માટે
  1. અડધો લીટર દુધ
  2. 1/2વાટકી ખાંડ
  3. કાજુ બદામ પિસ્તા ઇલાયચી કેસર
  4. મલમલ નું કપડું
  5. દહીં નું મેળવણ

રાંધવાની સૂચનાઓ

૪,૫ કલાક
  1. 1

    સો પ્રથમ દૂધ ને નવશેકું ગરમ કરી તેમાં મેળવણ નાખી હલાવી ને મેળવી દો. બરાબર જામી જાય એટલે તેને એક ગરની મા મલમલ નું કપડું રાખી કાઢી લો.તેને એકદમ નીચોવી ને પાણી કાઢી લો.

  2. 2

    પછી એક તપેલી પર રાખી ને હજુ પાણી નીતરવા દો...૨,૩ કલાક ફ્રિજ મા રાખી દો... એટલે khatu ના થાય.ને એકદમ સોફ્ટ બને..

  3. 3

    માવા જેવું બની જાય એટલે એક તપેલીમાં કાઢી તેમાં દળેલી ખાંડ નાખી બરાબર હલાવી લેવું.. ધના લોકો ચારની થી ધસી ને કાઢે છે... પણ એવી કઈ જરૂર નથી હોતી એમજ બહુ સરસ ક્રીમી બની જાય છે.

  4. 4

    એકદમ ક્રીમી જેવું બની જાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ કેસર નાખી દો... કેસર ને નાની વાટકી મા થોડું દુધ લઈ પેલેથી પલાળી રાખવું.

  5. 5

    બધું બરાબર મિક્સ કરીને હલાવી લેવું. પછી એક બે કલાક સુધી ફ્રીજ મા સેટ થવા દો.. ફ્રીઝર મા નહી રાખવા નું નહીતો બહુ કઠણ થાઇ છે... એટલે ફ્રીઝ મા એમજ રાખવું....

  6. 6

    લ્યો તૈયાર છે ક્રીમી ટેસ્ટી ઘર નો શ્રીખંડ....😋😋

  7. 7

    ટિપ્સ....Amul ના રેડી દહીં માંથી પણ સારો બને છે (મે ઘરે દૂધ મેળવી ને કરિયો છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Doshi
Hina Doshi @cook_25884980
પર

Similar Recipes