રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#વિક મિલ ૨
#સ્વીટ
#માઇઇબુક
# પોસ્ટ ૪
શ્રીખંડ દરેક નાના મોટા પ્રસંગમાં તેમજ દરેક તહેવાર માં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. શ્રીખંડ દરેક ઋતુમાં ભાવે તેવી વાનગી છે. આ રીતથી તમે ખૂબ ઓછી સામગ્રીમાં બહાર જેવો ખુબ જ સ્વાદિષ્ટ રાજભોગ શ્રીખંડ આસાનીથી ઘરે બનાવી શકશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ
  1. 1 કિલો મોળું દહીં
  2. 1/2 વાટકી દળેલી ખાંડ
  3. 4 ચમચી કેસરવાળું દૂધ
  4. 1/2 ચમચી એલચીનો પાઉડર
  5. 1/2 વાટકી કાજુ બદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રાજભોગ શ્રીખંડ બનાવવા માટે સૌપ્રથમ દહીને મલમલના કપડા મા રાખી ચારણી વડે બધું પાણી નિતારી લેવું પાણી નિતારવા માટે દહીને કપડામાં બાંધી ચારણી પર આખી રાત ફ્રીજમાં રાખો. સવારે બધું પાણી નીકળી જશે અને એકદમ સરસ શિખંડ માટેનો મસ્કો તૈયાર થઈ જશે. આ મસ્કા ને ગરણીની મદદથી ચમચી વડે ગાડી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં દળેલી ખાંડ મિક્સ કરવી ત્યાર પછી તેમાં કેસરવાળું દૂધ ઇલાયચી પાઉડર કાજુ બદામ પિસ્તાની કતરણ નાખી મિક્સ કરી લેવું. ત્યારબાદ આ શ્રીખંડ ને એક બાઉલમાં કાઢી તેની પર થોડા કાજુ બદામ પિસ્તાની કતરણ નાખી સજાવવું અને એક કલાક માટે ફ્રીઝમાં ઠંડુ થવા મૂકો કલાક પછી શ્રીખંડ ને ઠંડો સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

Similar Recipes