મગની દાળનો શીરો(mung dal no siro recipe in Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

તહેવાર ની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોમાં તો બધાને અલગ-અલગ મીઠાઈ ખાવાનું મન થાય છે અને મીઠાઇ તો બધાની ફેવરેટ હોય છે. રક્ષાબંધનનો તહેવાર આવે છે ભાઈ-બહેનના તહેવારમાં મીઠાઈ ખાવાનું તો બને જ છે તો ચાલો આજે મારી સાથે મગની દાળનો શીરો બનાવવાનો આનંદ માણો.

#માઇઇબુક
#સુપરશેફ4

મગની દાળનો શીરો(mung dal no siro recipe in Gujarati)

તહેવાર ની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોમાં તો બધાને અલગ-અલગ મીઠાઈ ખાવાનું મન થાય છે અને મીઠાઇ તો બધાની ફેવરેટ હોય છે. રક્ષાબંધનનો તહેવાર આવે છે ભાઈ-બહેનના તહેવારમાં મીઠાઈ ખાવાનું તો બને જ છે તો ચાલો આજે મારી સાથે મગની દાળનો શીરો બનાવવાનો આનંદ માણો.

#માઇઇબુક
#સુપરશેફ4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપમગની દાળ
  2. ૧ કપખાંડ
  3. ૧ કપદૂધ
  4. બાઉલ ઘી
  5. ૧/૨ કપબેસન
  6. ૧/૨ કપરવો
  7. ૨ ચમચીવાટેલી ઈલાયચી
  8. ૧/૪ કપકાજુ,બદામ ની કતરી
  9. ૧૦-૧૨ નંગ દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મગની દાળનો શીરો બનાવવા માટે સૌપ્રથમ આપણે મગની દાળને ત્રણ-ચાર પાણીથી ધોઈ લઈશું અને ૪ કલાક માટે પલાળી રાખી શું. હવે મગની દાળનો શીરો બનાવવા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લઈશું. ખાંડ,દૂધ,ઘી, ઈલાયચી,બેસન,રવો અને ડ્રાય ફૂડ તૈયાર કરીશું. રવો અને બેસન મગની દાળ ના સીરા માં ઉમેરવાથી શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

  2. 2

    ૪ કલાક થઈ ગયા છે આ જુઓ મગની દાળ કેટલા ઉપર સુધી આવી ગઈ છે. હવે મગની દાળનું પાણી બધું કાઢી લઈશું અને મગની દાળને મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું.

  3. 3

    હવે કઢાઈ માં ઘી ઉમેરીને ગેસ પર ગરમ કરીશું. ઘી ગરમ થઇ જાય એટલે રવો ઉમેરીશું. રવો થોડો શેકાઈ જાય એટલે ચણાનો લોટ ઉમેરીશું. રવો અને ચણાના લોટને થોડીવાર શેકાવા દઈશુ. હવે મગની દાળ જે ગ્રાઈન્ડરમાં પીસી છે એ કઢાઈમાં ઉમેરી દઈશું અને અને બધાને સારી રીતે મિક્સ કરીને સતત હલાવવાનું છે કે જેનાથી અંદર લમ્પસ ના રહી જાય. ૧૫-૨૦ મિનિટ સારી રીતે શેકવાનું છે.

  4. 4

    બધુ બરાબર રીતે શેકાય જાય એટલે એમાં દૂધ ઉમેરવાનું છે. થોડું થોડું કરીને દૂધ ઉમેરી છે અને સતત શીરાને હલાવતા રહીશું. હવે આપણે ખાંડ અને ડ્રાય ફૂડ ઉમેરીશું. અને સતત હલાવતા રહીશું કારણ કે સિરો આપણો કઢાઈમાં ચોંટે નહીં. દૂધ બધુ સીરા મા સોસાય જાય અને સીરા માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકવાનું છે. આ જુઓ આપણો શિરો બનીને તૈયાર થઈ ગયો છે.

  5. 5

    ગરમાગરમ શીરો સર્વ કરવા માટે તૈયાર છે.આ સિરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે સિરા ને બદામ,કાજુ ની કતરી અને દ્રાક્ષથી ગાર્નિશ કર્યો છે. તો તમે મારી આ રેસિપી તહેવારમાં જરૂરથી ટ્રાય કરો અને તહેવાર નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes