સુરતી લોચો(surti locho recipe in gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

## સુપરશેફ ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણાની દાળ
  2. ૧ કપપલાળેલા પૌવા
  3. ૩ ટી.સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  4. 1 ટીસ્પૂનહળદર
  5. 1પેકેટ નો પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 3 tbspતેલ
  8. મસાલો બનાવવા માટે :હાફ ટી ચમચી લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું, હિંગ,આમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક પાણીમાં પલાળી લો

  2. 2

    હવે ચણાની દાળને મિક્સરમાં પીસી લો અને સ્મુધ પેસ્ટ બનાવી લો

  3. 3

    હવે આદુ મરચાં તેમજ લસણની પેસ્ટ બનાવી લો

  4. 4

    તેને બનાવેલી ચણાની દાળની પેસ્ટ માં નાખો હવે તેમાં હળદર સ્વાદ અનુસાર મીઠું તેમજ ચપટી હિંગ નાખો અને બનાવેલી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો

  5. 5

    પછી તેમાં પલાળેલા પૌંઆ નાખી એકદમ મિક્સ કરી લો

  6. 6

    હવે એક ઢોકળીયા ને પાંચથી દસ મિનિટ ગરમ કરી લો પછી બનાવેલા બેટર માં એનો નું પેકેટ નાખી એકદમ ફેંટી લો

  7. 7

    હવે સ્ટીમર ની પ્લેટ ને તેલ વડે ગ્રીસ કરો અને તેમાં બેટર નાખો પાંચથી દસ મિનિટ તેને બફાવા દો

  8. 8

    પાંચથી દસ મિનિટ અધકચરું બફાયા પછી તેલ નાખી એકદમ મિક્સ કરી લો

  9. 9

    હવે સર્વિંગ પ્લેટમાં લોચો લઈ ઉપરથી સેવ ડુંગળી તેમજ બનાવેલો લાલ મરચાનો ધાણાજીરૂ તેમજ હિંગ નો મસાલો ભભરાવી લીલી ચટણી સાથે લોચા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

ટિપ્પણીઓ

Similar Recipes