રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી નું ખીરું બનાવવા માટે સૌપ્રથમ ફોટા માં બતાવ્યા પ્રમાણે વાટકી ના માપથી ૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ લેવા બંનેને ત્રણ-ચાર વખત પાણીથી ધોઈ ઓવર નાઈટ પલાળી રાખવા સવારે તેનું પાણી નિતારી લેવું
- 2
પછી તેને મિક્સરમાં દહીં અથવા છાશ નાખીને ક્રશ કરી તેનું ખીરું તૈયાર કરવું ખીરાને ઢાંકીને સાત ૮કલાક માટે મૂકી દેવું જેથી આથો આવી જાય
- 3
સાત આઠ કલાક પછી ખીરામાં મીઠું હિંગ સાજીના ફૂલ નાખી ને ખૂબ ફીણવુ ઢોકળીયા ને ગરમ કરવા માટે મૂકી દેવું
- 4
ઈડલી સ્ટેન્ડ તેલથી ગ્રીસ કરવું બધા ખાનામાં તૈયાર કરેલું ખીરું ભરી દેવું તેને ઢોકળીયામાં મૂકી દેવું પંદર-વીસ મિનીટ પછી ચેક કરી લેવું ઈડલી તૈયાર થઈ જશે
- 5
સાંભાર બનાવવા માટે તુવેરની દાળને ધોઈને કુકરમાં બાફી લેવી નાનો કટકો દૂધી અને એક બટેટુ પણ ઝીણા સમારી બાફી લેવા
- 6
બાફેલી દાળને ઉકળવા મૂકવી તેમાં કટકો આંબલી હળદર લાલ મરચું પાઉડર મીઠું ધાણાજીરું લીંબૂ અને ખાંડ લીલા મરચાં અને લીમડાના પાન નાખી ઉકળવા દેવી
- 7
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ લીમડાના પાનનો વઘાર કરવો ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી ત્યાર પછી ટમેટું સાંતળવું ત્યાર પછી બાફેલા બટેટા અને દૂધી નાખી દેવા બધુ બરાબર સંતળાવા દેવું ત્યાર પછી આ વઘારને ઉકળતી દાળ માં નાખી દેવો
- 8
છેલ્લે સાંભાર મસાલો નાખવો અને કોથમરી નાખવી સાંભાર તૈયાર છે
- 9
ટોપરાની ચટણી બનાવવા માટે મિક્સરમાં ટોપરા નો ભૂકો લીલા મરચાં દહીં મીઠું નાખીને બરાબર પીસી લેવું એક પેનમાં 2 ચમચી તેલ મૂકી રાઈનો વઘાર કરો આ વઘારને ચટણીમાં રેડવો તૈયાર છે ટોપરાની ચટણી
- 10
ઈડલી ને પ્લેટ માં લઈ સાંભાર તથા ચટણી સાથે સર્વ કરવી
Similar Recipes
-
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સુપરશેફ4વરસાદ નિ સિઝન મા કંઇક નવું નવું અને ટેસ્ટી બનાવાનું અને જમવાનું મન થાય એટલે ઇડલી ખાવાની મરજી થાય જ. Sapana Kanani -
-
-
ઇડલી સંભાર
#બ્રેકફાસ્ટ રેસિપીનમસ્તે બહેનો દરેક બહેનો અને મિત્રો ને નવા વર્ષની શુભકામનાનવા વર્ષની એટલે કે 2020 ની આ મારી પ્રથમ પોસ્ટ છે આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી સંભાર લઈને આવી છું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે Dharti Kalpesh Pandya -
-
રવા ની ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
-
મેંદુવડા વિથ સાંભાર ચટણી (mendu vada with sambar chutney recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક-પોસ્ટ.૪૦ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે ગરમ ગરમ મેંદુ વડા સાંભાર ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે Nisha -
-
રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે Pinal Patel -
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
ઇડલી સાંભાર 🤤 (idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક જ્યારે પણ ભાઈ ને સરપ્રાઈઝ દેવાની વાત આવે ત્યારે અચૂક વિચાર ઇડલી સાંભાર નો આવે . 🥰તો આજે સ્પેશિયલ સરપ્રાઈઝ ભાઈ માટે સાથે સાથે મને પણ બહુ જ ભાવે 😉 Charmi Tank -
ઇડલી સાંભાર (Idli Sambhar Recipe in Gujarati)
#GA4#Week8#Steamed ઇડલી એ સાઉથ ની લોકપ્રિય વાનગી છે.સવારે નાસ્તા માં ત્યાં લેવા માં આવે છે.ઇડલી એ સટી્મ કરી ને બનાવતા તે હેલ્ધી પણ છે.ગરમા ગરમ સંભાર અને નારીયેળ ની ચટણી વડે સવઁ કરવામાં આવે છે. Kinjalkeyurshah -
More Recipes
ટિપ્પણીઓ (6)