પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. પીતઝા બનાવવામાં અલગ-અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે.આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. જેનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10ટામેટા(લાલ અને કડક)
  2. 2મોટી ડુંગળી
  3. 7-8કળી લસણ
  4. 2 ચમચીખાંડ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીમિક્સ હર્બસ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 2 ચમચીઓલિવ ઓઈલ
  11. 1/2 ચમચીઝીણું સમારેલું લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટા ધોઈને મોટા ટુકડા કરી લો. એ જ રીતે ડુંગળીનાં પણ ટુકડા કરી લો અને લસણની કળી ઉમેરી બ બે સીટી વગાડી લો. મેં અહીં બિલકુલ પાણી ઉમેર્યું નથી.

  2. 2

    મિશ્રણ ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરો 2 મિનિટ સુધી સાંતળો પછી પેસ્ટ ઉમેરો.બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે બાકીની સામગ્રી ઉમેરી સોસ ગાઢો થાય ત્યાં સુધી થવા દો.

  4. 4

    ઠંડુ થાય પછી કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes