ટીંડોરાનુ શાક (Tindora nu Shak Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#EB
#Tindora

સામાન્ય રીતે ટીંડોરા/ટીંડોળાનુ શાક પેનમાં ચેડવીને બનાવીએ છીએ.
પણ મને આ રીતે તળીને બનાવવામાં આવતું શાક વઘારે ભાવે છે.
આ શાક કોલેજ કાળ દરમ્યાન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો ત્યારે આ શાક મેં પ્રથમ વખત ત્યાં ખાધું હતું ત્યારથી આ શાક મારી પસંદગીનું શાક બની ગયું. મને તો આ શાક ખૂબ જ ભાવે છે પણ મારા બંને બાળકોને પણ આ શાક ખૂબ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામલાંબા સમારેલા ટીંડોરા
  2. 2બટાકાની કાતરી
  3. ➡️ મસાલા માટે
  4. 1+1/2 ચમચી લાલ મરચું પાવડર
  5. 1+1/2 ચમચી ઘાણાજીરુ
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીશેકેલા શીંગદાણાનો ભૂકો
  8. 1/4 ચમચીઆમચૂર પાઉડર
  9. 1/2દળેલી ખાંડ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. ➡️ અન્ય સામગ્રી
  12. 1/4 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  13. 1/4 ચમચીઆદુની પેસ્ટ
  14. 1/2 ચમચીલીંબુનો રસ
  15. 2 ચમચીસમારેલી કોથમીર
  16. 1 ચમચીતલ
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સમારેલા ટીંડોરા અને બટાકાની કાતરી ધોઈને કટકા પર પાથરી કોરી કરી લો. એ દરમ્યાન મસાલા માટેની સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે ગરમ તેલમાં મધ્યમ તાપે ટીંડોરા અને બટાકાની કાતરી 8 થી 10 મિનિટ સુધી તળી લો.

  3. 3

    તળેલા ટીંડોરા એક બાઉલમાં કાઢી ઉપર 1 થી 1+1/2 ચમચી જેટલો મસાલો ભભરાવી દો અને બરાબર મિક્સ કરી લો. આ રીતે બધા ટીંડોરા અને બટાકાની કાતરી તળીને મસાલો ભભરાવી ઉપર આદુ મરચાની પેસ્ટ, કોથમીર તલ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે ટીંડોરા/ટીંડોળા નું શાક. જે ફુલ્કા રોટલી કે પુરી સાથે સર્વ કરી શકો છો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes