લીલવાના ઘૂઘરા(Leelvana Ghughra Recipe in Gujarati)

ગુજરાતીઓનુ મનપસંદ ફરસાણ તરીકે તુવેર દાણા/લીલવા ઘૂઘરા / કચોરી
તુવેરના દાણા ક્રશડ કરી મસાલા ઉમેરી બનાવવામાં આવતા પૂરણ/સ્ટફીંગને મેંદાની/ઘંઉ ની પુરીમાં ભરી ઘૂઘરા/કચોરી એ ફરસાણ તરીકે મારા દરેકને ભાવતી વાનગી છે. અને સાથે ગળ્યું તો કંઈક બનાવવાનું નક્કી જ હોય. એટલે આજે ગળ્યા માં મારી દીકરીને ભાવતો રવાનો ચોકલેટ ફલેવર શીરો.
નવીનતામા ઘૂઘરા નું પૂરણ અને પડ માટે બાંધેલા લોટને મિક્સ કરી પૂરી બનાવી છે જે મારા બાળકોને ખૂબ ભાવે છે.
જ્યારે પણ લીલવાના ઘૂઘરા/કચોરી બને ત્યારે આ રીતે પૂરી પણ સાથે બનાવવાની. તમે પણ બનાવી જોજો સરસ લાગે છે.
લીલવાના ઘૂઘરા(Leelvana Ghughra Recipe in Gujarati)
ગુજરાતીઓનુ મનપસંદ ફરસાણ તરીકે તુવેર દાણા/લીલવા ઘૂઘરા / કચોરી
તુવેરના દાણા ક્રશડ કરી મસાલા ઉમેરી બનાવવામાં આવતા પૂરણ/સ્ટફીંગને મેંદાની/ઘંઉ ની પુરીમાં ભરી ઘૂઘરા/કચોરી એ ફરસાણ તરીકે મારા દરેકને ભાવતી વાનગી છે. અને સાથે ગળ્યું તો કંઈક બનાવવાનું નક્કી જ હોય. એટલે આજે ગળ્યા માં મારી દીકરીને ભાવતો રવાનો ચોકલેટ ફલેવર શીરો.
નવીનતામા ઘૂઘરા નું પૂરણ અને પડ માટે બાંધેલા લોટને મિક્સ કરી પૂરી બનાવી છે જે મારા બાળકોને ખૂબ ભાવે છે.
જ્યારે પણ લીલવાના ઘૂઘરા/કચોરી બને ત્યારે આ રીતે પૂરી પણ સાથે બનાવવાની. તમે પણ બનાવી જોજો સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરના દાણા ચીલી કટરમા ક્રશ કરી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ, હિંગ અને હળદર ઉમેરો.
- 2
હવે ક્રશડ લીલવા ઉમેરો બરાબર મિક્સ કરો. 12 થી 15 મિનિટ મધ્યમ તાપે શેકી લો. પૂરણ શેકાઈ જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 3
હવે પડ માટે એક વાસણમાં બધી સામગ્રી મિક્સ કરી લો અને પાણી ઉમેરી લોટ બાંધી લો અને તેને મલમલના કપડાથી ઢાંકી દો.
- 4
પૂરણ ઠંડુ થાય એટલે તેમાં લીલાં નાળિયેરનું છીણ, ગાંઠિયાનો ભૂકો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિકસ કરી એકસરખા માપના ગોળા વાળી લો.હવે લોટમાંથી લુઆ કરી પૂરી વણી લીલવા નું પૂરણ ભરી આ રીતે ઘૂઘરા તૈયાર કરી લો.
- 5
ચટણી માટેની બધી સામગ્રી ભેગી કરી લો.પાણી ઉમેરી વાટી લો.
- 6
હવે બરફના ટુકડા ઉમેરીને બરાબર વાટી લો. તૈયાર છે લીલી ચટણી.
- 7
હવે તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા લીલવાના ઘૂઘરા મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો. સર્વીંગ ડીશમા કાઢી લીલી ચટણી સાથે સર્વ કરો.
- 8
મેં અહીં રવાનો ચોકલેટ ફલેવર શીરો બનાવીને ઘૂઘરા સાથે સર્વ કર્યો છે.
- 9
નવીનતામા ઘૂઘરા નું પૂરણ અને પડ માટે બાંધેલા લોટને મિક્સ કરી પૂરી બનાવી છે જે મારા બાળકોને ખૂબ ભાવે છે.
- 10
જ્યારે પણ લીલવાના ઘૂઘરા/કચોરી બને ત્યારે આ રીતે પૂરી પણ સાથે બનાવવાની. તમે પણ બનાવી જોજો સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ઘૂઘરા ચાટ (Ghughara Chaat Recipe in Gujarati)
#Cooksnapસામાન્ય રીતે આપણે તુવેરના દાણા/ લીલવા ની કચોરી બનાવી ચટણી સાથે સર્વ કરતાં હોઈએ છીએ ત્યારે એજ વસ્તુઓને ભેગી કરીને આ વાનગી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને મમરા કે કડક પૂરી કરી સાથે સલાડ અને ચટણી ઉમેરી ચાટ બનાવીને ખાઈએ છીએ ત્યારે આજે મેં લીલવા ઘૂઘરા ચાટ બનાવી છે. એક વાર ટ્રાય કરવા જેવી વાનગી છે. Urmi Desai -
લીલવા ના ઘૂઘરા(Lilva na ghughra recipe in Gujarati)
#MW3#ફ્રાઇડ#લીલવાના ઘૂઘરાશિયાળો આવે એટલે લીલાં શાકભાજી ની સીઝન આવી જાય.અને એમાં પણ દાણા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે.મે અહીંયા તુવેરના ના દાણા નો ઉપયોગ કરીને લીલવા ઘૂઘરા(કચોરી) બનાવ્યા છે. Jagruti Chauhan -
લીલવા ઘૂઘરા ચાટ(Lilva ghughra chat recipe in Gujarati)
#GA4#Week13શિયાળાની ઋતુ એટલે ભાજી, શાકભાજી ની રુતુ ઈશ્વર ની ભેટ કેવી ... વટાણા અને તુવેરના દાણા જેવા કે મોતીનાં દાણા એમાં થી આપણ ને પ્રોટીન મળે છે ,મેં એમાં થી ટેસ્ટી વાનગી બનાવવા પ્રયાસ કર્યો છે,"લીલવા ઘૂઘરા ચાટ". Mayuri Doshi -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
લીલવાના સ્ટફડ પરાઠા (Lilva stuffed Paratha Recipe in Gujarati)
#લીલી તુવેરની કચોરી પ્રખ્યાત વાનગી છે. એ જ સ્ટફીંગ વડે પરાઠા બનાવ્યા છે. એટલે ઓછું તેલ વપરાય. Urmi Desai -
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#Winter#Cookpadindia#Cookpadgujaratiઊંધિયું એ એવી વાનગી છે જેનો કઈ પરિચય આપવાની જરૂર નથી હોતી કારણ કે ઊંધિયું અને શિયાળો બંને એકબીજાના પર્યાય બની જાય છે.શિયાળાની ઋતુમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી આવે છે એટલે આ ઠંડીની ઋતુમાં ઊંધિયું બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે અને સાથે જલેબી પછી તો પૂછવું જ શું?આ બે વાનગી મળી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. અને ઊંધિયું હું ઓછા સમયમાં ઓછા તેલમાં કૂકરમાં બનાવું છું અને ઓવનમા બેક પણ કરું છુંતમારૂં શું કહેવું છે.?શિયાળાની શરૂઆત અને ઊંધિયું બનાવીને ખાવાની મજા પડશે.મહેનત કરવી પડે છે પણ ખાવાની મજા પણ ખૂબજ આવે છે. Urmi Desai -
ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)
#GA4#week4#Gujarati # કઢીગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે.આ મસાલામાં આંબા અને લીલી હળદર, લીલી તુવેરના દાણા નાખી વાટવામા આવે છે. જેથી કઢીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે.આ મસાલો વાટી ફ્રીઝરમા લાંબા સમય સુધી રાખી શકાય છે. Urmi Desai -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9મૈંદાડ્રાયફ્રૂટ્સમીઠાઈઘૂઘરા આપણી પરંપરાગત વાનગી છે અને દિવાળીમાં દરેક ઘરે બને જ છે ,દરેક પ્રાંતમાં ઘૂઘરાના જુદા જુદા નામો છે ,પણ ગુજરાતમાં તો ઘુઘરાનું નામપડતાજ મોમાં પાણી આવી જાય ,,ભરપૂર સુકામેવા ,માવા અને મસાલાથીભરપૂર ઘૂઘરા દિવાળી પર જ ખાવા ની મજા આવે છે ખબર નહીં પણ આ સમયતેનો સ્વાદ અનોખો આવે છે ,,ઘૂઘરા બનાવવા અને તેની કાંગરી વાળવી તે પણએક કલા છે ,,હાથે થી ઘૂઘરા વાળવા એ રસોઈકળાની પૂર્ણ નિપુણતા ગણાય છે ,જો કે હવે તો મશીન થી પણ બને છે ,,મેં હાથે થી કાંગરી વાળીને જ બનાવ્યા છે ,, Juliben Dave -
કાકડીનું રાઇતું (Kakadi Raita Recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ_૨કાકડી અને દહીં બંને બહું ગુણકારી અને ઠંડક આપનાર છે. Urmi Desai -
ટામેટા-બટાકાનુ શાક (Tamata Batakanu Shak Recipe in Gujarati)
#GA4#week1#Potato#post3જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે ટામેટા અને બટાકા તો બિચારા બૂમ મારે જ કે અમારો વારો આવ્યો ખરો.😘😘 પણ ટામેટા- બટાકાનું શાક મારા પપ્પા અને હસબન્ડની સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ પૂછવામાં આવે કે શું બનાવું તો ટામેટા-બટાકાનુ શાક.આ શાક રોટલી કે પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે. હું આ શાક હંમેશા કૂકરમાં જ બનાવું છું.મને કઢી-ખીચડી સાથે આ શાક પસંદ છે. Urmi Desai -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri -
તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે. Urmi Desai -
ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો. Urmi Desai -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
બટાકાની સૂકી ભાજી/શાક (Potato Dry Sabji Recipe in Gujarati)
બટાકા નું શાક મોટા ભાગના લોકોને ભાવતી વાનગી છે. દરેક ની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. હું પહેલા સાદું જ શાક બનાવતી હતી. પણ આ વાટેલા મસાલા ઉમેરીને બનાવેલુ શાક વધારે સરસ લાગે છે એટલે તમારી સાથે શેર કરું છું. Urmi Desai -
પાનકી (Panki Recipe In Gujarati)
#Cooksnapઆ એક વિસરાતી જતી વાનગી જે મારા દાદી ખૂબ સરસ બનાવતા હતા.જ્યારે પણ ઘી બનાવતા એટલે એના બચેલા બગરૂ/કીટ્ટુ વડે મિશ્ર લોટની બનતી આ વાનગી એટલે પાનકી. Urmi Desai -
સેવ ખમણી
#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી. Urmi Desai -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
લીલવા સ્ટફ્ડ ખાંડવી
#જોડીઆ ડીશમાં ખાંડવી બનાવી વચ્ચે લીલી તુવર (લીલવા)નુ પૂરણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. Harsha Israni -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
કંકોડા નું શાક (Kankodanu Shak Recipe In Gujarati)
#MRCકંકોડા વિટામિન એ(vitamin A) થી ભરપૂર હોય છે જ Vitamin A આંખો માટે ખૂબ જ લાભદાયક રહે છે . કંકોડામાં ફાઇબર sari માત્રામાં હોય છે ફાઈબર અપચો અને કબજિયાત ની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદરૂપ થાય છે .આજકાલ લગભગ દરેક વ્યક્તિઓ ડાયાબિટીસ ની સમસ્યાથી પીડાય રહ્યા છે . કંકોડા સુગર લેવલને કંટ્રોલ માં રાખવા માટે ખુબ ઉપયોગી છે. વરસાદમાં થતા દાદ ખાજ કે ખંજવાળમાં કંકોડા ઉત્તમ માનવામાં આવે છે. તાવ આવે ત્યારે પણ તમે કન્કોદાનું શક બનાવીને ખાય શકો છો તેમજ કેન્સર સામે લડવાની શક્તિ પણ કંકોડામાં રહેલી છે વિટામીન B12 થી લીને વિટામીન d, કેલ્સિયમ , ઝીંક, તેમજ અનેક પોષકતત્વ આ કંકોડાની અંદર સમાયેલા હોય છે . Urmi Desai -
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવા ની કચોરી Ketki Dave -
રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)
#વેસ્ટ#fusion જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા. મે અહીંયા થોડું ફ્યુઝન કર્યું છે. મે રગડા ઘૂઘરા બનાવ્યા છે. જેને મે લાલ ચટણી (લસણ ,સૂકા લાલ મરચાં) ,લીલી ચટણી અને રગડા સાથે સર્વ કર્યું છે. Mitu Makwana (Falguni) -
રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
રીંગણ સામાન્ય રીતે બધા લોકો પસંદ નથી કરતા.પણ રીંગણ મને ખૂબ ભાવે છે એટલે કોઈ પણ સ્વરૂપે બનાવીને ગ્રહણ કરવાનું.રીંગણનું શાક ઘણી વખત ખાધું છે પણ રીંગણના પલીતા ભાગ્યે જ કોઈ વાર બને. સમયના અભાવે અને વળી આળસને કારણે પણ.પણ આજે તો નક્કી જ હતું કે રીંગણના પલીતા બનાવવા જ છે. તો બનાવી દીધા. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (10)