ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)

ચણાની દાળની અંદર ઝીંક,કેલ્શિયમ,પ્રોટીન,જેવાં તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ બધા તત્વો શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.
એટલા માટે તમે અઠવાડીયામાં ઓછામાં ઓછું બે વાર ચણાની દાળ ને ખાવી જોઈએ.
ચણાની દાળ પલાળી મસાલો ઉમેરી પીસીને મુઠીયા તળી ડુંગળી- બટાકા ની ગ્રેવી બનાવી બનતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં પણ પ્રથમ વખત જ બનાવ્યું છે.
સાંજના સમયે જમવામાં બનાવી શકાય એવી આ વાનગી એક વખત ટ્રાય કરવા જેવી છે.
ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
ચણાની દાળની અંદર ઝીંક,કેલ્શિયમ,પ્રોટીન,જેવાં તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ બધા તત્વો શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.
એટલા માટે તમે અઠવાડીયામાં ઓછામાં ઓછું બે વાર ચણાની દાળ ને ખાવી જોઈએ.
ચણાની દાળ પલાળી મસાલો ઉમેરી પીસીને મુઠીયા તળી ડુંગળી- બટાકા ની ગ્રેવી બનાવી બનતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં પણ પ્રથમ વખત જ બનાવ્યું છે.
સાંજના સમયે જમવામાં બનાવી શકાય એવી આ વાનગી એક વખત ટ્રાય કરવા જેવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ધોઈ મસાલા ઉમેરી કરકરી વાટી લો.સમારેલી ડુંગળી ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 2
હવે ગરમ તેલમાં મધ્યમ તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં,ખડા મસાલા, હિંગ નાખી ડુંગળી ઉમેરો બરાબર મિક્સ કરી સમારેલા બટાકા ઉમેરીને 1/2 કપ પાણી ઉમેરી ઉકળવા દો.
- 4
5 મિનિટ બાદ બધા મસાલા અને બટાકાની છીણ ઉમેરી 1 કપ પાણી ઉમેરી ચડવા દો.
- 5
હવે 5 થી 7 મિનિટ બાદ તળેલા બધા મુઠિયાં ઉમેરો બરાબર મિક્સ કરી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો.
- 6
હવે સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો. સર્વીંગ બાઉલમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
દેશી ચણાનું શાક (Deshi Chana Shak Recipe In Gujarati)
દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની પણ તમારા શરીરને તાકાત મળે છે.ચણામાં આયર્ન ખૂબ જ હોય છે. તે લોહીની કમી દૂર કરે છે અને તેને સાફ પણ રાખે છે.બાફેલા ચણાની ચાટ બનાવી શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. Urmi Desai -
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
કીનોવા પંચરત્ન ખીચડી (Quinoa Panchratna Khichdi Recipe In Gujarati)
#WKRબંગાળી સ્ટાઇલ માં બનાવી છે વિવિધતા મને ગમે છે એટલે કાંઈક નવું છે હજી પ્રથમ વખત કરી છે પણ સ્વાદમાં ખૂબ સારી છે. અને હેલ્થ માં પણ સારી. Kirtana Pathak -
રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
#સુપરશેફ૩#week3સ્ટ્રીટ ફુડ તરીકે પ્રખ્યાત આ વાનગી સાંજના સમયે એ પણ મોન્સુન સ્પેશિયલ માટે એકદમ પરફેક્ટ છે. Urmi Desai -
ટીંડોરાનુ શાક (Tindora nu Shak Recipe in Gujarati)
#EB#Tindoraસામાન્ય રીતે ટીંડોરા/ટીંડોળાનુ શાક પેનમાં ચેડવીને બનાવીએ છીએ.પણ મને આ રીતે તળીને બનાવવામાં આવતું શાક વઘારે ભાવે છે.આ શાક કોલેજ કાળ દરમ્યાન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો ત્યારે આ શાક મેં પ્રથમ વખત ત્યાં ખાધું હતું ત્યારથી આ શાક મારી પસંદગીનું શાક બની ગયું. મને તો આ શાક ખૂબ જ ભાવે છે પણ મારા બંને બાળકોને પણ આ શાક ખૂબ પ્રિય છે. Urmi Desai -
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
#MRCરાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. Urmi Desai -
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#Cookpadindia#goldenapron3 #week_16 #punjabi#મોમસામાન્ય રીતે હું છોલે ચણાનું શાક રેગ્યુલર મસાલા ઉમેરી સાદું જ બનાવી દઉ. પણ આજે અલગ રીતે બનાવેલ છે. Urmi Desai -
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
વેજ બિરયાની ઇન કૂકર (Veg Biryani in Cooker Recipe in Gujarati)
#goldenapron_3 #week_22 #Cereal#વિકમીલ૧#માઇઇબુક #પોસ્ટ_૬બિરયાની બનાવતા પહેલા એની સામગ્રી, એના મેકીંગ સ્ટેપસ જોઈને જ મારી તો ધીરજ ખૂટી જાય એટલે જ હું જ્યારે પણ બિરયાની બનાવવી હોય હું હંમેશા કૂકરમાં જ બનાવી દઉ છું.પહેલા પરફેક્ટ ન બનતી હતી. કોઈક વાર પાણી વધારે/ ઓછું પડે કે વેજીટેબલસ વધુ ચડી જાય અથવા ચોખાના દાણો છૂટા ન પડે. પણ હવે કૂકરમાં ઓછા સમયમાં એકદમ પરફેક્ટ બને છે. Urmi Desai -
ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiહેલો ફ્રેન્ડ્સ !!!કેમ છો તમે બધા???આશા છે મજામાં હશો. અહીંયા monsoon સ્પેશ્યલ એવી ભગત મુઠીયા ની રેસિપી લઈને આવી છું. ભગત મુઠીયા એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. ચોમાસામાં ભગત મુઠીયા ખાવાની મજા જ અલગ હોય છે. ભગત મુઠીયા ને ગરમ ગરમ પીરસવામાં આવે છે. આ રેસિપી હું મારી સખી પાસે શીખી છું. એકદમ સરળ અને ફટાફટ બની જાય એવી રેસિપી છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ભગત મુઠીયા ની રેસીપી...... આ અહીંયા સાઉથ ગુજરાતમાં ખૂબ ફેમસ વાનગી છે. એક બાજુ વરસતો વરસાદ હોય અને બીજી બાજુ ગરમાગરમ ભગત મુઠીયા ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Dhruti Ankur Naik -
ડુંગરની ભાજી ના મુઠીયા (Dungerni Bhajina Muthiya Recipe in Guj)
#goldenapron_3 #week_6 #Ginger#માઇઇબુક #પોસ્ટ_૧૩આ ભાજી પ્રથમ તબક્કાનો વરસાદ આવે એટલે ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. અને એ ઘણી ગુણકારી છે. સ્વાદમાં થોડી ખટાશ ધરાવતી આ ભાજી ડુંગરની ભાજી તરીકે ઓળખાય છે. મેં અહીં આજે આ ભાજીમાં મલ્ટીગ્રેઈન લોટ અને મસાલા ઉમેરી મુઠીયા વાળી તળી લીધા છે. તમે બાફેલા પણ બનાવી શકો છો. Urmi Desai -
વાલનુ શાક (Val Shak Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ વાલનુ શાકછઠના દિવસે બનતું આ વાલનુ શાક સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ પણ લાડવા અને પુરી સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
#સપરશેફ3##week3આ સુરતી સ્પેશિયલ વાનગી છે અને મેં આ વાનગી આપણા મેમ્બર મનીષા બેનની રેસિપીમા થોડા ફેરફાર સાથે બનાવી છે. બહું જ સરસ બની છે. મનીષાબેન તમારો આભાર.મેં આ વાનગી ૪ વર્ષ પહેલાં સુરતમાં ખાધી હતી. પણ રેસિપી ખબર ન હતી. પણ મનીષાબેને જ્યારે આ વાનગી બનાવી એટલે મને પણ આ બનાવવાની પ્રેરણા મળી. Urmi Desai -
રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
રીંગણ સામાન્ય રીતે બધા લોકો પસંદ નથી કરતા.પણ રીંગણ મને ખૂબ ભાવે છે એટલે કોઈ પણ સ્વરૂપે બનાવીને ગ્રહણ કરવાનું.રીંગણનું શાક ઘણી વખત ખાધું છે પણ રીંગણના પલીતા ભાગ્યે જ કોઈ વાર બને. સમયના અભાવે અને વળી આળસને કારણે પણ.પણ આજે તો નક્કી જ હતું કે રીંગણના પલીતા બનાવવા જ છે. તો બનાવી દીધા. Urmi Desai -
સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
આજે વિદેશી વાનગીની મજા માણવામાં આપણા દેશી ભાણું ને પણ માણી લઈએ. આજે મેં સૂકી તુવેરનુ શાક, મિક્સ લોટના રોટલા સાથે મગની દાળનો શીરો,દૂધીનો ભૂકો બનાવ્યો. Urmi Desai -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
ભગત મુઠીયા.(Bhagat Muthiy recipe in Gujarati.)
#સુપર્સેફ4.આ શાક મેં ખાધુ ઘણી વાર છે પણ બનાવ્યુ ફર્સ્ટ ટાઈમ છે.પણ એકદમ બેસ્ટ બન્યુ છે.તમે પણ આ રીતે એકવાર આ શાક બનવાજો ખુબ મઝા આવસે ખાવાની. Manisha Desai -
-
તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)
તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7 આ બ્રેકફાસ્ટ માં પીરસવામાં આવતી એક ચટાકેદાર વાનગી છે...કોઈ વાર ડિનરમાં પણ પીરસાય છે...સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળતી હોય છે...ચણાની પલાળેલી દાળ ને પીસીને આથો લાવીને ખમણ બનાવી તેનો ભૂકો કરીને બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
પૌંક વડા (Ponk Vada Recipe in Gujrati)
#cookpadindia#આ પોંક સુરતી સ્પેશિયલ વાનગી છે અને શિયાળામાં મળતા જુવારના લીલાં પોંક માંથી #પોંક_વડા બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે સાંજે સ્નેકસ/ બાઈટીંગમા આપવામાં આવતી આ ખૂબ પ્રખ્યાત વાનગી છે. નાના બાળકોથી લઈને મોટા બધાને પંસદ આવે છે. આજે મેં આ વડા સૂકાં પોંકને પલાળી બનાવ્યા છે. એટલે લીલાં પોંક જેવો રંગ નથી પણ સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai -
સ્પ્રાઉટેડ મગ ઉત્તપમ (Sprouted moong Uttapam Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Moongફણગાવેલા મગ વડે મેં પનીર ચિલ્લા ઘણી વખત બનાવ્યા છે. આજે ફણગાવેલા મગ,ચણાની દાળ અને ઉત્તપમ ખીરૂ લઈ ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવ્યા છે જેમાં ખીરામાં આથો લાવ્યા વગર બનાવ્યા છે. Urmi Desai -
તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)
પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો. Urmi Desai -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichadi Recipe In Gujarati)
#WDમેં મૃનાલ ઠક્કરની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે આ વાનગી બનાવી છે જે ખૂબ સરસ બની છે.વન પોટ મીલ તરીકે પ્રખ્યાત ખીચડી દાઢે વળગી જાય એવી આ પાલક પ્યુરી સાથે થોડા શાકભાજી અને મસાલા ઉમેરીને ખીચડી બનાવી ઉપર લસણનો તડકો આ ખીચડીને લાજવાબ સ્વાદ આપે છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (14)