બર્ન્ટ ગાર્લિક વેજ ફ્રાઈડ રાઈસ (Burnt Garlic Veg Fried Rice Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

રાઈસની વિવિધતામાં આજે લસણનો અને વેજીટેબલ નો ઉપયોગ કરીને બર્ન્ટ ગાર્લિક રાઈસ ડીશ બનાવી છે. જે નાના બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકો છો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 બાઉલ 1/2 કુકડ રાઈસ
  2. 3-4 ચમચીસમારેલું લસણ
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. 2 ચમચીસમારેલી ડુંગળી
  5. 2 ચમચીસમારેલી ગાજર
  6. 2 ચમચીસમારેલું લીલું કેપ્સિકમ
  7. 5-7લાંબા સમારેલા મશરૂમ
  8. 1/3 ચમચીમરી પાઉડર
  9. 1કાપેલું મરચું
  10. 1 ચમચીરેડ ચીલી સોસ
  11. 1 ચમચીસોયા સોસ
  12. 1/2 ચમચીમિક્સ હર્બસ
  13. 2 ચમચીસમારેલી કોથમીર
  14. સ્વાદાનુસાર મીઠું
  15. 2 ચમચીઓલિવ ઓઈલ
  16. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં ઓલિવ ઓઈલ અને બટર ઉમેરી એમાં સમારેલું લસણ ઉમેરીને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    હવે બધા વેજીટેબલ ઉમેરી બરાબર મિક્સ કરી 3 થી 5 મિનિટ સુધી સાંતળો. હવે બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી રાઈસ ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે સમારેલી કોથમીર ઉમેરીને સર્વિસ ડીશમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes