એવોકાડો મસ્તાની (Avocado Mastani Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
#week11
#cookpadgujarati
#cookpadindia
#RC4
એવોકાડો નું સેવન તમને કેન્સરની સમસ્યામાં, વજન ઘટાડવામાં, હદયરોગ ની બીમારીમાં, ડાયાબિટીસમાં તથા વા જેવા અનેક રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
આ ફળની અંદર વિટામિન ડી, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે, વિટામીન બી ૬, વિટામીન બી 12, થાઇમીન અને નિયાસિન જેવા ખનીજ તત્વો પણ હોય છે. એવોકાડો ની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર પણ હોય છે. જે ખુબ ફાયદા કારક હોઈ છે.
અહીં મેં એવોકડો માંથી જેમ મેંગો મસ્તાની બને છે તે રીતે મસ્તાની બનાવી છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 -4 સર્વિંગસ
  1. 1એવોકાડો
  2. 2 કપમિલ્ક
  3. 3-4 સ્કૂપવેનિલા આઈસ્ક્રીમ
  4. 6-7બદામ ટુકડા
  5. 5-6કાજુ ટુકડા
  6. ગાર્નિશ માટે
  7. ટુકડાબદામ, પિસ્તા,કાજુ
  8. 10-12તૂટી ફ્રૂટી
  9. 2ચેરી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એવોકાડો ને વચ્ચે થી કાપી ચમચી ની મદદ થી સકૂપ કરી લો અને ટૂકડા કરી મિક્સર ગ્રાઇન્ડર માં લઈ 1 કપ દૂધ સાથે બદામ કાજુ ટુકડા નાખી ગ્રાઇન્ડ કરી લો. એટલે એક સરસ સ્મૂધ પેસ્ટ તૈયાર થશે.

  2. 2

    હવે તેમાં બાકી નુ દૂધ લઈ વેનિલા આઈસ્ક્રીમ નો એક સ્કુપ લઈ ફરી ચર્ન કરી લેવું એટલે શેક તૈયાર થશે.

  3. 3

    તૈયાર થયેલ શેક ને ઠંડું કરવા ફ્રીઝ માં રાખો. સર્વ કરતી વખતે ગ્લાસ માં લઈ ઉપર થી વેનિલા આઈસ્ક્રીમ નો એક સ્કુપ, બદામ કાજુ પિસ્તા ટુકડા, તૂટી ફૂટી નાંખી ગાર્નિશ કરી લેવું.

  4. 4

    સ્વાદ માં ખૂબ સરસ અને ગુણકારી એવું આ એવોકાડો મસ્તાની એક વાર જરૂર ટ્રાય કરવા જેવું પીણું બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Top Search in

Similar Recipes