ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે.

ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામ પનીર
  2. 2 નંગચીઝ ક્યૂબ
  3. ૫૦ ગ્રામ બટર
  4. 3 નંગટામેટાં
  5. 3 નંગકાંદા
  6. 2લીલા મરચા
  7. 5કળી લસણ
  8. મસાલા-
  9. મીઠું
  10. 1/4 ચમચીહળદર
  11. ૧ ચમચી મરચું લાલમરચું
  12. ૧ ચમચી ગરમ મસાલો
  13. પંજાબી મસાલો
  14. કોથમીર
  15. ૨ચમચી ઓઇલ
  16. 1/2 ચમચીજીરું
  17. ૧ ચમચી કસૂરી મેથી
  18. ૨ ચમચી મલાઈ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર અને ચીઝ ખમણી લેવું

  2. 2

    ત્યારબાદ કાંદા, લસણ અને લીલા મરચા મિક્સર મા અધકાચું ક્રશ કરી લો

  3. 3

    હવે ટોમેટો પણ ગ્રેવી બનાવી રેડી રાખો. મિક્સર મા પયૂરી.

  4. 4

    એક પેનમાં ઓઇલ અને બટર મૂકી જીરું નાખી તેમાં કાંદા લસણ પેસ્ટ ઉમેરી તેમાં કસૂરી મેથી નાખી કોથમીર નાખી 5 મિનિટ સુધી સાંતળવું

  5. 5

    ત્યારબાદ તેમાં ટોમેટો પ્યૂરી એડ કરીને તેમાં બધાં મસાલા ઉમેરી મીઠું નાખી 5 થી 7મિનિટ કૂક કરવું

  6. 6

    પછી તેમાં ઉપરથી બટર અને મલાઈ નાખી 2 મિનિટ સુધી કૂક કરી પનીર નાખી મિક્સ કરો

  7. 7

    હવે આપણે 2 મિનિટ કૂક કરી ગેસ બંધ કરી તેમાં ચીઝ ઉમેરી થોડું ચીઝ ઉપર ગાર્નિશ કરવા માટે રાખવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes