દૂધી પાલક મુઠીયા (Dudhi Palak Muthia Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

દૂધી અને પાલક શાક તરીકે બાળકો સહેલાઈથી નથી ખાતા પણ એ થેપલા કે મુઠિયાં સ્વરુપે સરળતાથી ખાઈ લે છે. અને ગુણમાં બધા શાક કરતા સૌથી આગળ છે.

🥒દૂધી મધુર, સ્નિગ્ધ, ધાતુપુષ્ટતદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હ્ર્દય માટે હિતકારી, રુચિ તથા મૂત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પિત્ત(ગરમી), વિષ, શ્રમ, તાવ તથા દાહનો નાશ કરનારી, બુદ્ધિવર્ધક, ઊંધ લાવનારી, તરસ દૂર કરનાર, રક્તસ્ત્રાવ અટકાવનાર, વાત-પિત્તનાશક તથા કફવર્ધક છે.

🥬૧૦૦ ગ્રામ પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમાં ૨ ટકા પ્રોટીન, ૨.૯ ટકા કાર્બોહાઈડ્રેટ, ૯૨ ટકા પાણી, ૦.૭ ટકા ચરબી, ૦.૬ ટકા રેસા, ૦.૭ ટકા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.

આજે અહીં દૂધી- પાલક અને મલ્ટી ગ્રેઈન લોટ સાથે મસાલા ઉમેરી મુઠીયાની રેસિપી લઈને આવી છું, જે બાળકોને નાસ્તામાં આપવા માટે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામદૂધીનુ છીણ
  2. 250 ગ્રામસમારેલી પાલક
  3. 1 કપઓટ્સ પાઉડર
  4. 1 કપઘઉંનો લોટ
  5. 1 કપજુવારનો લોટ
  6. 1/2 કપરાગીનો લોટ
  7. 1/4 કપચોખાનો લોટ
  8. 1 ચમચીઆદુની પેસ્ટ
  9. 1 ચમચીલસણની પેસ્ટ
  10. 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  11. 3 ચમચીસફેદ માખણ/ 5 થી 7 ચમચી તેલ મોણ માટે
  12. 2-3 ચમચીદહીં
  13. 1 ચમચીહળદર પાઉડર
  14. સ્વાદાનુસાર મીઠું
  15. ➡️ વઘાર માટે
  16. 5-7 ચમચીતેલ
  17. 1 ચમચીરાઈ
  18. 1 ચમચીજીરૂ
  19. 1 ચમચીતલ
  20. 1/4 ચમચીહિંગ
  21. મીઠાં લીમડાના પાન
  22. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  23. 1/4 ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    કૂકરમાં કે ઢોકળીયામા પાણી ઉમેરી ગેસ પર ગરમ કરવા મૂકવું અને હવે 5 મિનિટ સુધી લોટ એમ જ રહેવા દો. આમાં જરા પણ પાણી ઉમેરવું નહીં. 5 મિનિટ બાદ કાણાં વાળા વાસણમાં તેલ લગાવી દો અને લોટમાંથી એક સરખા ભાગે ગોળા વાળી લો. આટલા માપથી 8 થી 9 ગોળા થશે. કૂકરનુ ઢાંકણ બંધ કરી પ્રથમ 5 મિનિટ સુધી ધીમા તાપે કરી હાઈ ફલેમ પર 3 સીટી વગાડી 5 મિનિટ સુધી ફરી ધીમા તાપે થવા દો પછી ગેસ બંધ કરવો.

  3. 3

    મુઠીયા ઠંડા થાય એટલે કાપી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, તલ, હિંગ, મીઠો લીમડો, હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે કાપેલા મુઠીયા ઉમેરો બરાબર મિક્સ કરી લો અને ધીમા તાપે 10 મિનિટ સુધી થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી થવા દો. વચ્ચે હલાવતા રહેવું.

  5. 5

    તૈયાર મુઠીયા સર્વીંગ બાઉલમાં કાઢી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes