પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૧+૧/૨ કપ ઘઉંનો લોટ
  2. ૧/૪ કપબાજરાનો લોટ
  3. ૧/૨ કપજુવારનો લોટ
  4. ૧ કપઝીણી સમારેલી પાલક
  5. ૧/૨ ચમચીઆદુની પેસ્ટ
  6. ૧ ચમચીમરચાની પેસ્ટ
  7. ૧ ચમચીલસણની પેસ્ટ
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ૧ ચમચીખાંડ
  13. ૧/૨ ચમચીગરમ મસાલો
  14. ૨ ચમચીતેલ
  15. ચપટીસોડા
  16. ૧/૪ ચમચીહિંગ
  17. ૧ ચમચીલીંબુનો રસ
  18. લોટ બાંધવા માટે જરૂર મુજબ છાશનું પાણી
  19. મુઠીયા નો વઘાર કરવા માટે
  20. ૩ ચમચીતેલ
  21. ૧/૨ ચમચીરાઈ
  22. ૧ ચમચીતલ
  23. ૬-૭ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઘઉં જુવાર બાજરી નો લોટ લઇ તેમાં પાલક આદુ-લસણ-મરચાંની પેસ્ટ, હળદર, મીઠું, મરચું,ખાંડ,ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, હીન્ગ લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી તેલનું મોણ અને સોડા નાખો.

  2. 2

    હવે છાશના પાણીથી લોટ બાંધી લો. સ્ટીમરમાં પાણી નાખી ગરમ કરવા મૂકો.

  3. 3

    હવે મુઠીયા વાળી ને સ્ટીમ કરવા મુકો. દસ-બાર મિનિટ બાદ ચપ્પુથી ચેક કરો. જો ચપ્પુમાં ચોંટી નહીં તો મુઠીયા તૈયાર થઈ ગયા છે.

  4. 4

    હવે મનપસંદ આકારમાં કટ કરી લો અને વઘાર કરવા તેલ ગરમ કરવા મુકો તેમાં લીમડાના પાન અને તલનો વઘાર કરી મુઠીયા નાખો.

  5. 5

    બરાબર મિક્સ કરી લો ગોલ્ડન કલર ના થાય એટલે નીચે ઉતારી લો અને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes